Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના કેર વચ્ચે ચીનનો જીડીપી દર 4.9 ટકા વધ્યો

કોરોના કેર વચ્ચે ચીનનો જીડીપી દર 4.9 ટકા વધ્યો

20 October, 2020 02:01 PM IST | Beijing
Agency

કોરોના કેર વચ્ચે ચીનનો જીડીપી દર 4.9 ટકા વધ્યો

જીડીપી

જીડીપી


સમગ્ર વિશ્વને કોરોનાના કાળમુખમાં ધકેલનાર ચીનના અર્થતંત્રમાં ફરી રિકવરી જોવા મળી છે. દેશનું અર્થતંત્ર ફરી પાટે ચઢવાના સંકેતો મળી રહ્યા છે. ત્રીજા ક્વૉર્ટરમાં ચીનનું અર્થતંત્ર સુધર્યું છે, પરંતુ એ વિશ્લેષકોના અનુમાનથી નીચે છે, નિરાશાજનક છે.

સોમવારે ચીનના નૅશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના આંકડા દર્શાવે છે કે ચીનનો જીડીપી દર વાર્ષિક દૃષ્ટિએ ૪.૯ ટકા વધ્યો છે. બીજા ત્રિમાસિક ગાળાના ૩.૨ ટકાના વિકાસદરના અનુમાનની સામે ત્રીજા ક્વૉર્ટરમાં ચીનનો જીડીપી દર ૫.૨ ટકાની આસપાસ રહેવાનો રોઇટર્સ પોલનો અંદાજ હતો, જે એનાથી નીચે રહેતાં નિરાશા સાંપડી છે.



ચાલુ વર્ષના શરૂઆતના નવ માસના આંકડા પર નજર કરીએ તો કોરોના ગ્રહણને કારણે ચીનનું અર્થતંત્ર જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં માત્ર ૦.૯૦ ટકા જ વધ્યું હતું. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા કોરોના વાઇરસ આંચકાના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં જોવા મળેલ દાયકાની નીચી વૃદ્ધિથી સતત સુધરી રહી છે. સરકારે જાહેર ખર્ચ વધારવા, કરવેરામાં રાહત આપવા અને ધિરાણદરમાં ઘટાડા અને બૅન્કોની અનામત આવશ્યકતામાં ઘટાડો કરીને કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને રોજગારને ટેકો આપવા સહિતનાં પગલાં લીધાં છે એથી અર્થતંત્ર ફરી પાટે ચઢી શક્યું છે. ક્વૉર્ટરલી બેઝિસ પર જોઈએ તો જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપીમાં ૨.૭ ટકાનો વધારો થયો છે, જેનું અનુમાન ૩.૨ ટકા હતું અને ગયા ક્વૉર્ટરમાં એ ૧૧.૫ ટકા હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 02:01 PM IST | Beijing | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK