Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Air India અને BPCL સહિત 28 PSUમાં કેન્દ્ર સરકાર વેંચશે પોતાનો ભાગ

Air India અને BPCL સહિત 28 PSUમાં કેન્દ્ર સરકાર વેંચશે પોતાનો ભાગ

19 November, 2019 07:55 PM IST | Mumbai Desk

Air India અને BPCL સહિત 28 PSUમાં કેન્દ્ર સરકાર વેંચશે પોતાનો ભાગ

Air India અને BPCL સહિત 28 PSUમાં કેન્દ્ર સરકાર વેંચશે પોતાનો ભાગ


કેન્દ્ર સરકાર આ નાણાંકીય વર્ષ દરમિયાન એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) સહિત 28 સરકારી કંપનીઓમાં પોતાની ભાગીદારી વેંચશે. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં પૂછવામાં આવેલા સવાલ પર જણાવ્યું કે આ પીએસયૂના વિનિવેશની કવાયત ઝડપી કરી દેવામાં આવી છે. નાણાં રાજ્યમંત્રીએ કહ્યું, કેબિનેટએ સરકારી કંપનીઓમાં પોતાની ભાગીદારી વેંચવાની સૈદ્ધાંતિક પરવાનગી આપી છે. સરકાર ઘણાં સમયથી પોતાના વિનિવેશના લક્ષ્યને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહી છે. નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન સરકાર 17,364 કરોડ રૂપિયા ભેગા પણ કરી લીધા છે.

આ પ્રમુખ કંપનીઓ પણ સરકારે ભાગીદારી વેંચનારી 28 કંપનીઓની સૂચિ પણ આપી છે. તેમાં પવન હંસ લિમિટેડ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, આઇટીડીસીના એકમો વગેરે પ્રમુખ છે.



નિવેશકોમાં ઉત્સાહ: છેલ્લા અઠવાડિયે કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે એર ઇન્ડિયામાં પોતાનો ભાગ વેંચવાને લઈને પ્રગતિ થઈ રહી છે. આની માટે કરવામાં આવેલા રોડ-શૉમાં નિવેશકોનો ઉત્સાહ જોવા મળ્યો છે. આશા છે કે આ નાણાંકીય વર્ષમાં એર ઇન્ડિયામાં ભાગીદારી વેંચાઇ જશે.


પ્રસ્તાવો મંગાવ્યા: BPCL અને એર ઇન્ડિયામાં ભાગીદારી વેંચાવી મહત્વની છે. સૂત્રોએ જણાવ્યું તે કેન્દ્ર સરકારે આ કંપનીઓ માટે કાયદાકીય સલાહકાર, એસેટ વેલ્યુઅરની નિમણુક માટે પ્રસ્તાવો પણ મંગાવ્યા છે.

પૂરું થશે લક્ષ્ય: સરકારને આશા છે કે એર ઇન્ડિાય અને બીપીસીએલની ભાગીદારી વેંચાવાથી લગભગ એક લાખ કરોડ રૂપિયાથી વધારેનો લક્ષ્ય પૂરો થઈ જશે. જો કે, બીપીસીએલમાં ભાગ વેંચવાને લઈને હજી કેબિનેટની પરવાનગી માટે મોકલી દેવામાં આવ્યા છે આગામી દિવસોમાં પરવાનગી મળવાની આશા કરવામાં આવી રહી છે.


1.05 લાખ કરોડ આ નાણાંકીય વર્ષમાં ભેગા કરવાનું લક્ષ્ય

17,364 કરોડ તો ભેગા પણ કરી લીધા કેન્દ્ર સરકારે

સરકારે છેલ્લા દિવસોમાં કેટલીય બાબતોમાં છૂટની જાહેરાત કરી છે. તો જીએસટીના સંગ્રહમાં દર મહિને ઘટાડો જોવા મળે છે. એવામાં વિનિવેશ દ્વારા કેન્દ્ર સરકાર ખર્ચ પૂરું પાડવા માટે કમાણીના માર્ગો શોધી રહી છે.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

પાંચમાં નિવેશનું કામ પૂરું
ડ્રેજિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, એયએસસીસી ઇન્ડિયા, નેશનલ પ્રૉજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ અને ગ્રામીણ વિદ્યુતીકરણ કૉર્પોરેશનમાં વિનિવેશ પૂરો કરી લેવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 07:55 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK