Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધવાથી સોનાના ભાવ વધ્યા છે

વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધવાથી સોનાના ભાવ વધ્યા છે

26 August, 2012 05:19 AM IST |

વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધવાથી સોનાના ભાવ વધ્યા છે

વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધવાથી સોનાના ભાવ વધ્યા છે


gold-world-bankજોકે ઍનલિસ્ટ્સનું માનવું છે કે વિશ્વસ્તરે સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદીમાં વધારો થવાથી ભાવ વધ્યા છે. સામાન્ય ગ્રાહકોની જેમ વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કો પણ ડૉલરના મૂલ્યમાં ઘટાડો થવાથી તેમ જ વૈશ્વિક આર્થિક સમસ્યાને કારણે સોનામાં રોકાણ વધારી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ કૅલેન્ડર વર્ષ ૨૦૧૧ના સેકન્ડ ક્વૉર્ટરની સરખામણીએ કૅલેન્ડર વર્ષ ૨૦૧૨ના સેકન્ડ ક્વૉર્ટરમાં વિશ્વસ્તરે સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી ૬૬.૨૦ ટનથી ૧૩૮ ટકા વધીને ૧૫૭.૫૦ ટન થઈ છે. મૂલ્યની દૃષ્ટિએ ખરીદી ૩૨૦.૭૦ કરોડ ડૉલર (૧૭,૭૬૦ કરોડ રૂપિયા)થી ૧૫૪ ટકા વધીને ૮૧૪.૮૦ કરોડ ડૉલર (આશરે ૪૫,૧૩૫ કરોડ રૂપિયા) થઈ છે.



એની સામે વર્લ્ડ લેવલે ગોલ્ડ બાર્સ અને કૉઇન્સની ડિમાન્ડ ૩૩૬.૨૦ ટનથી ૧૦ ટકા ઘટીને ૩૦૨.૮૦ ટન થઈ છે. જ્વેલરી માટે સોનાની માગ ૪૯૦.૬૦ ટનથી ૧૫ ટકા ઘટીને ૪૧૮.૧૦ ટન થઈ છે. ભારતમાં બાર્સ અને કૉઇન્સની માગ ૧૧૫ ટનથી ૫૧ ટકા ઘટીને ૫૬.૫૦ ટન અને જ્વેલરીની ડિમાન્ડ ૧૯૫.૫૦ ટનથી ૩૦.૫૦ ટકા ઘટીને ૧૨૮.૮૦ ટન થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2012 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK