એમસીએલઆરમાં સેન્ટ્રલ બૅન્કે 0.05 ટકા ઘટાડ્યા

Published: Sep 16, 2020, 16:04 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે.

સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયા
સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયા

સેન્ટ્રલ બૅન્ક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટ્સમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ સમયગાળાની લોન માટે કરવામાં આવ્યો છે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર ૭.૧૫ ટકાથી ઘટાડીને ૭.૧૦ ટકા કરવામાં આવ્યો છે. નવા દર ૧૫ સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. અગાઉ બૅન્ક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બૅન્ક, યુનિયન બૅન્ક અને યુકો બૅન્કે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

એક દિવસ અને એક મહિનાના સમયગાળાની લોન માટે એમસીએલઆર ઘટીને હવે ૬.૫૫ ટકા થઈ ગયો છે, જે અગાઉ ૬.૬૦ ટકા હતો. બૅન્કે ૩ મહિના અને ૬ મહિનાની અવધિની લોન પર પણ એમસીએલઆરમાં ઘટાડો કર્યો છે. આ સમયગાળા માટેના લોન દર અનુક્રમેઃ ૬.૮૫ ટકા અને ૭ ટકા હશે. એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર ૭.૧૫થી ઘટાડીને ૭.૧૦ ટકા કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK