મારૂતીના પુર્વ MD જગદીશ ખટ્ટર સામે છેતરપિંડીનો કેસ, 110 કરોડની લોનમાં ગોટાળા સામે આવ્યા

Published: Dec 24, 2019, 20:49 IST | Mumbai

મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટરની વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી.

જગદીશ ખટ્ટર (PC : ANI)
જગદીશ ખટ્ટર (PC : ANI)

મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટરની વિરુદ્ધ સીબીઆઈએ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. સીબીઆઈની એફઆઈઆર મુજબ ખટ્ટર અને તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા 110 કરોડ રૂપિયાના લોન ગોટાળામાં આરોપી છે.ખટ્ટરની કંપનીની લોન 2015માં એનપીએ જાહેર થઈ હતી
ખટ્ટર 1993થી 2007 સુધી મારૂતિમાં રહ્યાં હતા. 2007માં એમડી પદ પરથી રિટાયર્ડ થયા હતા. 2008માં તેમણે કારનેશનની શરૂઆત કરી હતી. આ કંપની કાર એસેસરીઝ અને જૂની કાર વેચે છે. કારનેશને 2009માં પંજાબ નેશનલ બેન્ક(પીએનબી) પાસેથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2015માં લોન એનપીએ જાહેર થઈ ગઈ. પીએનબીને 110 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ મામલામાં પીએનબીએ આપરાધિક ષડયંત્ર અને છેતરપિંડીનો કેસ નોંધાવ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK