એલચીમાં નિકાસમાગને પગલે મથકોએ ભાવમાં ઝડપી ઉછાળો

Published: 6th November, 2014 05:25 IST

એલચીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઑક્શન મથકોએ નિકાસકારોની સારી માગને પગલે ભાવ વધીને ૧૦૦૦ રૂપિયાની સપાટી નજીક પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભાવમાં હજી પણ વધારો થાય એવી શક્યતા છે.


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

ઑક્શન મથકોએ અત્યારે નિકાસબર ક્વૉલિટીમાં સારી માગ છે અને કુલ આવકમાંથી ૫૦થી ૬૦ ટકા ખરીદી નિકાસકારોની જોવા મળી રહી છે. છેલ્લા ઑક્શનમાં નિકાસકારોએ કુલ ૫૦ ટનની ખરીદી કરી હતી.એલચીમાં નિકાસકારોની ખરીદી વધારે છે, કારણ કે એમાં પાઇપલાઇન ખાલી છે અને ગ્વાટેમાલાનો પાક ચાલુ વર્ષે ઓછા થાય એવી ધારણા છે. વળી એની આવકો જાન્યુઆરી પહેલાં થાય એવા કોઈ સંજોગો નથી. પરિણામે ભારતીય એલચીની માગ વિદેશબજારમાં જળવાઈ રહે એવી શક્યતા છે. એલચીમાં ૮ પ્પ્ બોલ્ડ સારા દાણામાં ૯૫૦-૧૦૦૦ રૂપિયા સુધીના ભાવ ક્વોટ થઈ રહ્યા છે. ચાલુ વર્ષે સીઝન દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ૫૪૬૪ ટનની આવક થઈ છે, જે ગયા વર્ષે ૬૬૪૬ ટનની થઈ હતી, જેની સામે વેચાણ ૫૩૭૩ ટન થયું હતું જે ગયા વર્ષે ૬૪૦૪ ટનનું થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK