Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જુલાઈમાં હ્યુન્ડાઈ ભારતમાં ઇલેક્ટ્રિક એસયુવી લૉન્ચ કરશે

જુલાઈમાં હ્યુન્ડાઈ ભારતમાં ઇલેક્ટ્રિક એસયુવી લૉન્ચ કરશે

19 June, 2019 11:17 AM IST |

જુલાઈમાં હ્યુન્ડાઈ ભારતમાં ઇલેક્ટ્રિક એસયુવી લૉન્ચ કરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈ ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર સાથે આવી રહી છે. કંપનીએ પોતાની કોના નામની બૅટરીથી ચાલતી એસયુવી જુલાઈ મહિનામાં ભારતમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પછી કંપની ગ્રાન્ડ આઇ10નું નવું મૉડેલ પણ બજારમાં ઉતારશે. દક્ષિણ કોરિયાની ઓટોમેકર કંપનીની વેબસાઈટ પર આ એસયુવી કોનાને લિસ્ટેડ કરવામાં આવી છે.

કાર મેન્ચુફેક્ચરર હ્યુન્ડાઈના ચેન્નઈમાંના પ્લાન્ટમાં કોનાને એસેમ્બલ કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી છે. એવી પૂરેપૂરી શક્યતા છે કોનાના સિંગલ વર્ઝનને જ કંપની દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હ્યુન્ડાઈ કાર સાથે તેની બેટરી ચાર્જ કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપશે જે ખરીદારના ઘર કે પાર્કિંગ સ્પેસમાં ઇન્સ્ટોલ થઈ શકશે.



આ પણ વાંચો: હવે ATM માં રોકડ નહીં હોય તો બેંકોએ દંડ ભરવો પડશે : RBI નો આદેશ


હ્યુન્ડાઈ ભારતમાં બીજા ક્રમ ઉપર આવતી પૅસેન્જર કાર બ્રૅન્ડ છે. નવી ગાડીઓ લૉન્ચ કરવા ઉપરાંત કંપની પોતાની પેટાકંપની કિયા સાથે પણ ભારતમાં આવી ગઈ છે. ચાલુ મહિનામાં કૉમ્પેક્ટ એસયુવી વેન્યુ બજારમાં મૂકી છે, જેના 20,000 જેટલાં બુકિંગ થયાં હોવાનો કંપનીનો દાવો છે.કોના નામની ઇલેક્ટ્રિક એસયુવીમાં ક્યા પ્રકારનું એન્જિન હશે અને તેની ક્ષમતા કેવી હશે એ અંગે કંપની હજુ માહિતી ગુપ્ત રાખી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 11:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK