Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વર્ષ ૨૦૧૫ બજારને કયારે, કેટલી ને કેવી કિક લગાવશે?

વર્ષ ૨૦૧૫ બજારને કયારે, કેટલી ને કેવી કિક લગાવશે?

29 December, 2014 05:25 AM IST |

વર્ષ ૨૦૧૫ બજારને કયારે, કેટલી ને કેવી કિક લગાવશે?

વર્ષ ૨૦૧૫ બજારને કયારે, કેટલી ને કેવી કિક લગાવશે?





શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

ગયા ડિસેમ્બરમાં નવા વર્ષની આશા એ સમયે પાંચ મહિનામાં યોજાનારા જનરલ ઇલેક્શન પર હતી, સેન્સેક્સ એ વખતે ૨૧ હજાર ઉપર જઈ આવ્યો હોવા છતાં રોકાણકારોના ર્પોટફોલિયો પાંચ વર્ષના મંદ સંજોગોના બોજ હેઠળ દબાયેલા હતા. માર્કેટ અને ઇકૉનૉમી માટે કેવળ નવી સરકાર કોની અને કેવી આવે છે એના આધારે જ કલ્પના કે ધારણા મૂકી શકાય એમ હતી. ત્યાર બાદ શરૂ થયેલા વર્ષ ૨૦૧૪ના પ્રારંભના બે મહિના તો સામાન્ય ગયા, પરંતુ માર્ચથી ચૂંટણીનાં નગારાં એવાં વાગ્યાં કે માર્કેટ પર મોદી છવાઈ ગયા, જે આજદિન સુધી છવાયેલા છે. મોદી ઇફેક્ટમાં માર્કેટ આ વર્ષે ૭૫૦૦ પૉઇન્ટ વધી ગયું છે, રોકાણકારોના ર્પોટફોલિયો પોઝિટિવ થઈ ગયા એટલું જ નહીં, મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટધારકો પણ રાજી-રાજી થઈ ગયા. હવે આ વિદાય લેતા વર્ષને સલામ કરી નવા વર્ષ પાસેની અપેક્ષાની સાદી વાત કરીએ. કહેવાય છે કે આ નવું વર્ષ ભારતીય ઇકૉનૉમી માટે ટર્નિંગ પૉઇન્ટનું વર્ષ બની શકે છે. નવા વર્ષ પાસે શી અપેક્ષા છે? શી સંભાવના છે અને શા પડકારો છે? તેની ઝલક જોઈએ. શૅરબજાર-મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારોએ આમાંથી શો સંદેશ લેવો અને કેવું પ્લાનિંગ કરવું એ માટે સાદી સમજ કાફી છે. શૅરબજારમાં રોકાણ કરતા કે કરવા માગતા ઇન્વેસ્ટરોએ વર્ષ ૨૦૧૫ માટે મિનિમમ આટલું બૅકગ્રાઉન્ડ સમજવું અને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

બજેટ બોલ્ડ ને બ્યુટિફુલ જોઈશે

નવા વર્ષની સૌપ્રથમ બે સૌથી મોટી અપેક્ષા છે, બજેટ અને રિઝર્વ બૅન્કની નાણાનીતિ. ગયા વર્ષે જુલાઈમાં બજેટ રજૂ થયું ત્યારે નવી સરકારને માંડ દોઢ મહિનો થયો હતો, એથી એ બજેટ માત્ર એક ટ્રેલર સમાન ગણાવાયું હતું અને પિક્ચર અભી બાકી હૈ એવું કહેવાયું હતું, જેથી સૌથી મોટી આશા આ વખતે બજેટ પાસે છે. એથી બજેટ આસપાસ બજાર મોટી વધઘટ બતાવે એવી શક્યતા વ્યાપક રહેશે અને જો બજેટ પહેલાં સુધારાનો દોર કે સુધારાના સંકેતો પોઝિટિવ આવવા લાગશે તો બજાર એકધારી ઊંચી દિશા તરફ આગળ વધવા લાગે એવું બની શકે, વાસ્તે હવે પછી જેઓ બજારમાં પ્રવેશવાનું વિચારતા હોય તેમણે આ સંબંધી નિર્ણય લેવામાં ઝડપ કરવી પડશે, જેમ મોડું કરશે એમ બજાર ઊંચું અને મોંઘું લાગવા માંડે એવું બની શકે. છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે એક વાત સતત દોહરાવવામાં આવી રહી છે કે સરકાર બોલ્ડ રિફૉમ્સર્‍નાં પગલાં લઈ રહી નથી, જેથી આ વખતના બજેટમાં નાણાપ્રધાને બોલ્ડ અને બ્યુટિફુલ પણ બનવું પડશે.

રિઝર્વ બૅન્કની નાણાનીતિ

 આ જ બાબત રિઝર્વ બૅન્કને પણ ક્યાંક લાગુ પડે છે. ફુગાવાના ભયથી સતત વ્યાજદરનો ઘટાડો ટાળી રહેલી રિઝર્વ બૅન્કે નવા વર્ષે આ નિર્ણય લેવાની નોબત આવી શકે છે. સવાલ માત્ર એ રહેશે કે એ આ કામ બજેટ પહેલાં કરશે કે બજેટ બાદ? જોકે રિઝર્વ બૅન્ક બોલ્ડ નથી એવું ન કહી શકાય. એની માટે મોંઘવારી મોટો મુદો છે અને એ વાત સાચી પણ છે. રિઝર્વ બૅન્કે આ માટે ગ્લોબલ સિનારિયો અને રૂપી-ડૉલર તથા શ્લ્ના સંજોગો પણ ધ્યાનમાં રાખવા પડશે, પરંતુ જો સંજોગો ફેવરેબલ રહ્યા અને વ્યાજદરનો કાપ આવ્યો તો બજારને દોડવા માટે ઢાળ મળી જશે એ નકકી છે. આ બન્ને ઘટનાની આસપાસ બજારની વૉલેટિલિટી અને સેન્સિટિવિટી વધી શકે છે.

રિફોમ્સનાં અમલ અને પરિણામ

નવા વર્ષે બજેટ ઉપરાંત પણ સરકારના રિફોમ્સ પગલા પર સતત નજર રહેશે. આ રિફોમ્સ રોકાણ માટે, વિકાસ માટે કેવો અવકાશ ઊભો કરે છે, ક્યા સેક્ટરમાં કેટલું અને કેવું રોકાણ આકર્ષી શકે છે એ બાબત પણ મહત્વની બની રહેશે. આર્થિક વિકાસનો દર ઊંચો જવાની ધારણા તો મુકાતી રહી છે, પરંતુ ખરેખર એ કયો દર હાંસલ કરી શકે છે એ હકીકત જોવી -સમજવી પડશે. સરકારે રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે ઘણી વાતો કરી છે, સુધારા જાહેર કર્યા છે, પરંતુ અમલીકરણ બાદ એ શો રંગ લાવે છે એ પણ જોવું પડે. આમ નવા વર્ષે બિગ બૅન્ગ રિફોમ્સ તો જોઈશે જ, પરંતુ સાથોસાથ જે રિફોમ્સ જાહેર કરાયા છે એના અસરકારક અમલ અને પરિણામ માટે પણ ઊંચી અપેક્ષા રહેશે.

વિદેશી રોકાણની વાસ્તવિકતા

 નવા વર્ષે સીધા વિદેશી રોકાણનો પ્રવાહ કેવો અને કેટલો વહેવો શરૂ થાય છે એ જોવા મળશે. સરકારે ડિફેન્સ અને વીમા, રેલ્વે વગેરે જેવા સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (FDA)ની નીતિ ઉદાર બનાવી છે, જેનો પ્રતિભાવ આ વર્ષે જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાત મહિનામાં યુકે, જપાન, ઑસ્ટ્રેલિયા, ચીન, રશિયા સહિત અનેક દેશો સાથે વેપાર-આર્થિક વિષયક ચર્ચા પણ કરી છે, એનાં ફળો નવા વર્ષમાં વધુ જોવા મળશે. આ દેશો સાથે થયેલા કરારોના અમલ માટે નવું વર્ષ મહત્વનું રહેશે. ભારતના રેટિંગમાં પણ સુધારો થાય એવી અપેક્ષા સહજ છે.

૨૦૧૪માં સેન્સેક્સનો ટ્રેન્ડ કેવો રહ્યો?

વીતેલું વર્ષ ૨૦૧૪ રોકાણકારો માટે મહદંશે સારું અને કમાણીનું રહ્યું હતું. સેન્સેક્સ ડિસેમ્બર ૨૦૧૩ના અંતે ૨૧,૧૭૦ બંધ આવ્યો હતો, એ પછી વર્ષ ૨૦૧૪ના આખા વર્ષ દરમ્યાન એ ૨૦,૮૦૦ - ૨૮,૬૯૩ની વચ્ચે ફરતો રહ્યો હતો. ૨૮,૬૯૩ એ ૨૮ નવેમ્બરે એણે બનાવેલી ૨૦૧૪ની સર્વોચ્ચ સપાટી હતી. આમ સેન્સેક્સ આખા વર્ષમાં આશરે ૭૫૦૦ પૉઇન્ટ વધ્યો હતો. જોકે ૨૦૧૩ રોકાણકારો માટે તો મહદંશે નિરાશાનું રહ્યું હતું, ૨૦૧૩માં સેન્સેક્સ ૧૯થી ૨૧ હજારની વચ્ચે ફરતો રહ્યો, ક્યારેક ૧૮ હજાર સુધી પણ ગયો, જેમાં રોકાણકારોના ભાગે મોટે ભાગે નુકસાન અને નિરાશા જ આવ્યાં હતાં. વર્ષ ૨૦૧૨માં સેન્સેક્સ ૧૫થી ૧૯ હજારની વચ્ચે વધઘટ કરતો રહ્યો હતો. જોકે વર્ષ ૨૦૧૪ના માર્ચથી બજારમાં મોદી ઇફેક્ટ શરૂ થઈ અને પછી એ ચાલતું ગયું એ સૌની નજર સામે છે. હવે ૨૦૧૫ નવા આર્થિક સુધારા અને ગ્લોબલ સિનારિયોની અસરોની રાહે ચાલશે.

ગ્લોબલ પરિબળોની અસર આવ-જા કરતી રહેશે

જોકે નવા વર્ષમાં પણ ગ્લોબલ અસરો સતત બજાર પર રહેવાની એ નક્કી છે, જે બજારને વૉલેટાઇલ રાખી શકે એટલું જ નહીં, બજારને વારંવાર અનિશ્ચિતતામાં પણ લઈ જઈ શકે, જેને લીધે રોકાણકારોમાં ભય અને શંકા પણ છવાયેલાં રહી શકે. એથી જ બજારમાં સફળ થવા માટે સિલેક્ટિવ અને લૉન્ગ ટર્મ અભિગમ જોઈશે. શ્ખ્ અને યુરોપની સંભવિત અસરથી ભારતીય બજાર મુક્ત નહીં રહી શકે એ સત્યને સ્વીકારીને આગળ વધવું જોઈશે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK