Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકન GDP ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો

અમેરિકન GDP ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો

25 December, 2014 05:31 AM IST |

અમેરિકન GDP ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો

અમેરિકન GDP ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો





બુલિયન બુલેટિન-મયૂર મહેતા

અમેરિકી થર્ડ ક્વૉર્ટરનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ૧૧ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇક્વિટી ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ લેવલે અને અમેરિકી ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૯ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઇક્વિટી અને કરન્સી માર્કેટમાં તેજીના સંજોગો સતત વધી રહ્યા હોવાથી વિશ્વના ઇન્વેસ્ટરો સોનું વેચીને અન્ય ઍસેટ તરફ વળી રહ્યા છે. વળી અમેરિકી સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને પગલે ફેડરલ રિઝર્વ માટે ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનો માર્ગ વધુ સહેલો બનતાં સોનાના તેજીના સંજોગો વધુ નબળા બન્યા હતા.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે સોનાનો ભાવ અમેરિકી થર્ડ ક્વૉર્ટરના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ડેટા આવ્યા બાદ વધુ ઘટયા હતા. કૉમેક્સ ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો મંગળવારે ઓવરનાઇટ ૦.૨ ટકા ઘટીને ૧૧૭૮ ડૉલર સેટલ થયો હતો. સ્પૉટ ગોલ્ડ મંગળવારે આખો દિવસ રેન્જબાઉન્ડ રહ્યા બાદ બુધવારે સવારે ૧૧૭૯.૨૦ ડૉલર ખૂલ્યું હતું. અમેરિકી સ્ટ્રૉન્ગ GDPના પગલે ડૉલર એક તબક્કે ૯ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં વધુ મંદીની શક્યતાઓ વધી હતી, પણ ચાઇનામાં વધી રહેલું ગોલ્ડ પ્રીમિયમ અને ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટ પરનાં નિયંત્રણો હળવાં થવાની શક્યતાએ સોનું વધુ ઘટતું અટક્યું હતું. ચાંદીના ભાવ ૧૫.૭૭થી ૧૫.૮૯ ડૉલર વચ્ચે રેન્જબાઉન્ડ રહ્યા હતા. પ્લૅટિનમનો ભાવ ૧૧૯૦ ડૉલર વધીને થયા બાદ ઝડપથી ઘટયો હતો, જ્યારે પેલેડિયમનો ભાવ પણ ૮૦૯ ડૉલર ખૂલ્યા બાદ ઘટયો હતો.

અમેરિકન GDP

અમેરિકાનો થર્ડ ક્વૉર્ટરનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વધીને પાંચ ટકાએ પહોંચ્યો હોવાનો રિપોર્ટ અમેરિકી કૉમર્સ ડિપાર્ટમેન્ટે આપતાં ડૉલર અને ઇક્વિટી માર્કેટ નવેસરથી મલ્ટિ-હાઈ લેવલે પહોંચ્યા હતા. અમેરિકી થર્ડ ક્વૉર્ટરનો GDP ૨૦૦૩ના થર્ડ કવૉર્ટરના GDP પછીનો સૌથી ઊંચો આવ્યો હતો એટલે કે છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી ઊંચો GDP આવતાં હવે ફેડરલ રિઝર્વને ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે વધુ અનુકૂળતા મળી હતી. ૨૦૧૪ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં GDP માઇનસ આવ્યા બાદ બીજા ક્વૉર્ટરમાં GDP વધીને ૪.૬ ટકા અને થર્ડ ક્વૉર્ટરમાં પાંચ ટકાએ પહોંચતાં અમેરિકી ઇકૉનૉમી ચિયરિંગ મૂડમાં પહોંચી હતી. ત્રીજા ક્વૉર્ટરમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ૨૦૧૩ના ચોથા ક્વૉર્ટર પછીનું સૌથી વધુ ૩.૨ ટકા વધ્યું હતું, જ્યારે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ થર્ડ ક્વૉર્ટરમાં ૮.૯ ટકા વધ્યો હતો જે આગલા ક્વૉર્ટરમાં ૭.૧ ટકા હતો. ડિસેમ્બર મહિનાનું કન્ઝ્યુમર સ્પેન્ડિંગ છેલ્લાં ૮ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હોવાનો રિપોર્ટ પ્રાઇવેટ એજન્સીએ આપ્યો હતો.


ગોલ્ડ ETF


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સતત બીજા વર્ષે ઘટયો હોવાથી ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ના હોલ્ડિંગમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) SPDR ટ્રસ્ટના હોલ્ડિંગમાં ૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે જૂન ૨૦૧૩ પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. SPDR ટ્રસ્ટની ઍસેટમાં ૨૦૧૪માં અત્યાર સુધીમાં ૧૩ ટકાનો અને ૨૦૧૩ના આખા વર્ષમાં ૫૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગોલ્ડની તમામ ETFની ઍસેટમાં ૨૦૧૪માં અત્યાર સુધીમાં ૮.૭ ટકાનો અને ૨૦૧૩ના આખા વર્ષમાં ૩૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૪માં અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોના બાઇંગ સિવાયનાં તમામ ક્ષેત્રે ગોલ્ડમાં સેલિંગ જ જોવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2014 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK