વિવિધ શૅરો માટે બાય, સેલ અને હોલ્ડ કહેવાનું હવે કઠિન બનશે!

Published: 8th December, 2014 05:55 IST

સેબીના રિસર્ચ ઍનૅલિસ્ટો માટેનાં અમલી બનેલાં રેગ્યુલેશન્સ રોકાણકારોને ગેરમાર્ગે દોરતા વર્ગ સામે લગામ સમાન બનશેશેરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

શું તમે અખબારો, ટીવી-ચૅનલ્સ, વેબસાઇટ્સ, sms, રેડિયો, સોશ્યલ મીડિયા વગેરે જેવાં માધ્યમોની વાતો સાંભળી કે વાંચીને શૅરબજારમાં રોકાણના નર્ણિયો લો છો? આ માધ્યમોની વાતોની ક્યાંક ને ક્યાંક તો તમારા રોકાણના નર્ણિય પર અસર પડતી હશે. આ માધ્યમો મારફત રિસર્ચ રિપોર્ટ પણ પ્રગટ થતા રહે છે. આ શૅર ખરીદો, આ વેચો, આ શૅર જાળવી રાખો વગેરે જેવી ભલામણો કે સલાહ રોજેરોજ આ વિભિન્ન માધ્યમો મારફતે અપાતી રહે છે. આ સલાહો પ્રોફેશનલ ધોરણે તેમ જ અમુક વિનામૂલ્ય અપાતી રહે છે, પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ સલાહોમાં કેટલીક સલાહો એવી પણ પ્રવેશી જાય છે જે તમને ગેરમાર્ગે દોરવા માટેની હોઈ શકે. રોકાણકારોને ચોક્કસ શૅરો તરફ આકર્ષવા અને એમ કરી એ શૅરો તેમના ગળે ભરાવી દેવા સ્થાપિત હિતો, ઑપરેટરો રિસર્ચ રિપોર્ટટના નામે કે ભલામણોના નામે આવા મેનિપ્યુલેશન કરતા હોય છે. જોકે કેટલાક જેન્યુઇન પણ હોય છે. એમ છતાં વરસોથી ચાલતી આ પ્રવૃત્તિની વિશ્વસનીયતા સામે શંકા અને સવાલ તો ઊઠતા જ રહ્યા છે. હવે વિશાળ રોકાણકાર વર્ગ તેમ જ સર્વાંગી બજારને અસર કરતી આ પ્રવૃત્તિનું કડક નિયમન કરવા સેબીએ રિસર્ચ ઍનૅલિસ્ટ માટેનાં રેગ્યુલેશન્સ પહેલી ડિસેમ્બરથી અમલી બનાવી દીધાં છે, જેમાં સેબીનો ઉદ્દેશ વિશાળ રોકાણકાર વર્ગને રિસર્ચ કે ભલામણોના નામે ગેરમાર્ગે  દોરતા કે ફસાવતા વર્ગને અંકુશમાં લાવવાનો છે, કારણ કે આ ફસામણીનું કાર્ય દેશભરમાં ઠેર-ઠેર ચાલતું રહે છે અને એનાં માધ્યમો એટલાં વ્યાપક અને અસરકારક હોય છે કે હજારો લોકો એમાં ફસાઈ પણ જાય છે. જેથી આ વિષયને સમજવો રોકાણકાર વર્ગ માટે મહkવનો છે. જોકે આ વિષયમાં હજી ઘણી મૂંઝવણો-અસ્પક્ટતા હોવાનું પણ કહેવાય છે.


સેબીનાં રેગ્યુલેશન્સ શું કહે છે?


સેબીનાં રેગ્યુલેશન્સ મુજબ જે હસ્તી પબ્લિકમાં રિસર્ચ રિપોર્ટટ જાહેર કરે છે, શૅરની બાય, સેલ, હોલ્ડની ભલામણ કરે છે, પ્રાઇસ ટાર્ગેટ આપે છે અને પબ્લિક ઑફર વિશે અભિપ્રાય આપે છે તે વ્યક્તિ રિસર્ચ ઍનલિસ્ટ ગણાય અને તે આ રેગ્યુલેશન્સના પાલન વિના આમ કરી શકે નહીં. આ માટેની જૉબ કરનાર વ્યક્તિ તેમ જ આ પ્રોસેસ સાથે સંકળાયેલી હસ્તી પણ આ રેગ્યુલેશન્સ હેઠળ કવર થઈ જાય છે. ટેãક્નકલ અને ફન્ડામેન્ટલ ઍનલિસ્ટ બન્નેને આમાં આવરી લેવામાં આવ્યા છે. જોકે સેક્ટર અને ઇન્ડાઇસિસની ટેãક્નકલ ઍનૅલિસિસ આમાં કવર નહીં થાય.

રિસર્ચ રિપોર્ટ તૈયાર કરનારા પર લગામ

મોટા ભાગનાં મોટાં બ્રોકરેજ હાઉસિસ તેમ જ સ્વતંત્ર પ્રોફેશનલ રિસર્ચ ઍનલિસ્ટ સવારે માર્કેટ ખૂલે એ પહેલાં અને ત્યાર બાદ વૉટ્સઍપ ગ્રુપ, SMS ગ્રુપ, સોશ્યલ મીડિયા સાઇટ્સ અને મેસેન્જર્સ ચૅટ પર શૅરોના કૉલ આપતા હોય છે તેમ જ વિવિધ ચૅટ પણ કરતા હોય છે. આ બધી પ્રવૃત્તિ પણ રેગ્યુલેશન્સ હેઠળ કવર થઈ જશે અને તેમણે આ બધાના આધારરૂપે રિસર્ચ રિપોર્ટટ ઉપલબ્ધ કરવાના રહેશે. રિસર્ચ રિપોર્ટટ તૈયાર કરનાર ઍનલિસ્ટ કે તેનો અસોસિએટ્સ રિપોર્ટટના ૩૦ દિવસ પહેલાં એ શૅરમાં સોદા કરી શકશે નહીં અને રિપોર્ટટ જાહેર થયાના પાંચ દિવસ બાદ પણ સોદા કરી શકશે નહીં. આ તમામ બાબતો વિદેશી સંસ્થા કે વિદેશી બ્રોકરેજ હાઉસિસને પણ લાગુ પડશે. શૅરોની ભલામણ કે રિસર્ચ રિપોર્ટટ તૈયાર કરતી દરેક વ્યક્તિ તેમ જ સંસ્થાએ હવે સેબીનું રજિસ્ટ્રેશન મેળવવું પડશે. આ વિના તેઓ રિસર્ચ અને શૅરની ભલામણ કરવાની પ્રવૃત્તિ કરી શકશે નહીં.


મીડિયા પર પણ અંકુશ


સેબીનાં આ રેગ્યુલેશન્સની અસર મીડિયા પર પણ પડશે. પ્રિન્ટ, ટીવી, વેબસાઇટ, વગેરે જેવા મીડિયાના માર્ગે શૅરોના ભાવતાલની આગાહી કરતા કૉલમિસ્ટ હોય કે ઍનલિસ્ટ, તેમણે સેબીનાં રેગ્યુલેશન્સનું પાલન કરવા રજિસ્ટ્રેશન કરાવવું જોઈશે. ટીવી-ચૅનલ્સ પર ઍનલિસ્ટ તરીકે જાહેર જનતાને શૅરો ખરીદવાની, વેચવાની કે રાખી મૂકવાની ભલામણ કરનાર જો સેબીમાં નોંધાયેલી હસ્તી નહીં હોય તો તેની સામે આમ કરવા બદલ ઍક્શન આવી શકે છે. આ હસ્તી જો સેબીમાં રજિસ્ટર્ડ થઈને પણ આ પ્રવૃત્તિ કરે છે, સેન્સેક્સ કે નિફટીની આગાહી કરે છે અથવા કોઈ વ્યક્તિગત સ્ટૉક્સ માટે કૉલ આપે છે, ટાર્ગેટ આપે છે તો તેમણે આ માટેનો તેમનો આધાર શું છે એ પણ તૈયાર રાખવો પડશે.


ઘણાની બોલતી બંધ


સેબીનાં આ રેગ્યુલેશન્સને લીધે અત્યારે તો ઘણા ઍનલિસ્ટ્સ તથા શૅરોની ભલામણ કરતા એક્સપર્ટ લોકોની બોલતી બંધ જેવી હાલત છે, કારણ કે આ વર્ગ સેબીના ભયને લીધે અત્યારે આ સ્ટૉક-સ્પેસિફિક ભલામણોથી દૂર રહેવા માગે છે. આ રેગ્યુલેશન્સમાં ઘણા પાવર છે, જેના ઉપયોગ દ્વારા સેબી એનું ઉલ્લંઘન કરનાર પર ભારે દંડ લાદી શકે છે. આ એક્સપર્ટ-ઍનલિસ્ટ વર્ગ જાહેર સેમિનાર, કૉન્ફરન્સ, ટીવી, વેબસાઇટ કે ઇન્ટરનેટ જેવા કોઈ પણ માધ્યમથી સેબીના રજિસ્ટ્રેશન વિના આ કાર્ય કરવાનું ટાળે એ સલાહભર્યું છે. ગુજરાતમાં પણ અનેક નાની-મોટી ટીવી-ચૅનલ્સ કે પ્રિન્ટ મીડિયામાં લખતા -ભલામણો કરતા ઍનલિસ્ટો અત્યારે વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિમાં છે. સેબી જ્યાં સુધી આ બાબતે ચોક્કસ સ્પક્ટતા નહીં કરે ત્યાં સુધી આ વર્ગ કમસે કમ સ્ટૉક-સ્પેસિફિક ભલામણોથી દૂર રહે એ એના હિતમાં છે. અત્યારના સંજોગોમાં મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસિસે તેમના ઍનલિસ્ટોને ટીવી તેમ જ જાહેર માધ્યમોથી દૂર રહેવા કહી દીધું છે. તેઓ રેગ્યુલેશન્સનો અભ્યાસ કરીને રજિસ્ટ્રેશનની તૈયારીમાં વ્યસ્ત છે.
 
આમ શા માટે કરવામાં આવી રહ્યું છે?

સેબી દ્વારા આટલાં વરસે આવાં રેગ્યુલેશન્સ લાવવાનું કારણ એ છે કે આપણાં બજારોમાં મેનિપ્યુલેશન મોટા પાયે થયા કરે છે. ઑપરેટરો અથવા સટોડિયા, ઘણી વાર તો ખુદ રિસર્ચ એજન્સી અથવા બ્રોકરેજ હાઉસ કે ઍનલિસ્ટો પ્રમોટરો સાથે ભળીને જે-તે શૅરોમાં લોકોને આકર્ષવા રિસર્ચ રિપોર્ટટના નામે શૅરોના કૉલ અને ટાર્ગેટ આપતા રહે છે, એ પછી તેમનો ઉદ્દેશ બર આવી ગયા બાદ તેઓ નીકળી જાય છે. ફૉરેન ઈન્સ્ટિટ્યુટસ પર આવાં કામો માટે શંકાનાં વાદળ ઘેરાયેલાં રહે છે. વિદેશી બજારોમાં આવા કિસ્સાઓમાં ભારે ઊંચા દંડ થયા હોવાનું પણ જોવા મળે છે. નાનાં-મોટાં માધ્યમોથી શૅરોમાં સક્યુર્‍લર ટ્રેડિંગ, ઇન્સાઈડર ટ્રેડિંગ કરાવવું, પ્રાઇસ રિગિંગ ચલાવવું વગેરે જેવી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે; જેમાં સ્થાપિત હિતો પોતાનું કામ કરી જાય છે. આવા મામલામાં અંકુશ લાવવાનો સમય ક્યારનો પાકી ગયો હતો, જેને હવે સેબીએ રેગ્યુલેશન્સ હેઠળ કવર કરી લઈ અત્યારે તો ધાર્યું નિશાન મૂકી દીધું છે. હવે પછી લેભાગુ જેવા ઍનલિસ્ટોની બોલતી બંધ થઈ જશે, જેમના લીધે અનેક નાના રોકાણકારો ફસાતા રહ્યા હતા એટલું જ નહીં, મોટા ખેલાડીઓ પણ આને લીધે હવે કંઈ પણ આડેધડ ચલાવવાની હિંમત નહીં કરે. જો કરશે તો સેબીને જવાબ આપવા તૈયાર રહેવું પડશે.

રિસર્ચનો આધાર માગવામાં આવશે

જોકે રિસર્ચ સંસ્થા કે બ્રોકરેજ હાઉસિસ કે પછી કોઈ પણ ઍનલિસ્ટ પોતાના રિસર્ચના આધારે કોઈ અગાહી કરે, અમુક શૅર અમુક ટકા વધશે કે ઇન્ડેક્સ અમુક સમયમાં ચોક્કસ ટકા વધશે એવું જાહેર કરે ત્યારે તેને આમ કયા આધારે કહેવામાં આવ્યું છે એ પણ જાહેર કરવું પડશે અથવા સેબી તેની તપાસ કરી આમ કહેવાના આશયનો આધાર માગી શકશે. દર સમયાંતરે વિદેશી કંપનીઓ, રિસર્ચ એજન્સીઓ-સંસ્થાઓ ભારતીય બજારની વિવિધ આગાહી કરતાં હોય છે, જેથી હવે પછી આ વર્ગ પાસે સેબી એ આગાહી કયા આધારે કરવામાં આવી એનો ખુલાસો માગી શકશે, જેથી આગાહી કરનાર કે રિસર્ચ કરનારાની જવાબદારી વધી જશે, જે તેમને વધુ ગંભીર બનાવશે. તાજેતરમાં જ મૉર્ગન સ્ટૅન્લી અને સિટી ગ્રુપે સેન્સેક્સ એક વરસમાં ક્યાં પહોંચશે એની આગાહી કરી છે. આવી આગાહી કયા આધારે કરવામાં આવી છે એનો જવાબ સેબી માગી શકશે, કારણ કે આવાં નિવેદન કે આગાહી રોકાણકારોના વિશાળ વર્ગને બજારમાં રોકાણ કરવા પ્રેરતાં હોય છે. એથી આ જાહેર નિવેદન માટે જાહેર શિસ્ત અને જવાબદારી પણ બને છે. અત્યાર સુધી મીડિયાના નામે કે માર્ગે આવું ચાલતું રહ્યું છે, પરંતુ હવે આ માર્ગ પણ કઠિન બને તો નવાઈ નહીં.

સ્ટૉક-સ્પેસિફિક પર ખાસ અંકુશ

આ વિષયમાં કાનૂનના નિષ્ણાતો કહે છે કે સેબીનાં આ રેગ્યુલેશન્સ હેઠળ નહીં આવતા લોકો સ્ટૉક-સ્પેસિફિક ભલામણ ન કરી શકે, જ્યારે કે બજારનો જનરલ ટ્રેન્ડ જણાવી શકે છે એટલું જ નહીં, ઇન્ડેક્સની ધારણા પણ જાહેર કરી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK