Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીને ઈમ્પોર્ટ નિયંત્રણો હળવાં કરતાં સોનામાં મંદી અટકી

ચીને ઈમ્પોર્ટ નિયંત્રણો હળવાં કરતાં સોનામાં મંદી અટકી

06 December, 2014 06:17 AM IST |

ચીને ઈમ્પોર્ટ નિયંત્રણો હળવાં કરતાં સોનામાં મંદી અટકી

ચીને ઈમ્પોર્ટ નિયંત્રણો હળવાં કરતાં સોનામાં મંદી અટકી


બુલિયન બુલેટિન- મયૂર મહેતા

ભારતની જેમ ચીને પણ શાંઘાઈ ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જના મેમ્બર માઇનરો અને બૅન્કો માટે ગોલ્ડ ઈમ્પોર્ટ નિયંત્રણો દૂર કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૧૨૦૦ ડૉલર પર ટકી ગયું હતું. ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)એ યુરો ઝોનના ૨૦૧૫ના ગ્રોથ પ્રોસ્પેક્ટ ઘટાડીને નવા વર્ષે સ્ટિમ્યુલસ પૅકેજ લાવવાની જાહેરાત કરતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો, પણ ચીને ઈમ્પોર્ટ રૂલ્સ હળવા કરતાં સોનાના ભાવ પર ડૉલરની મજબૂતીની ખાસ અસર જોવા મળી નહોતી.


પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ગુરુવારે આખો દિવસ રેન્જબાઉન્ડ રહ્યા હતા. કૉમેક્સ ગોલ્ડ બેન્ચમાર્ક ફેબ્રુઆરી વાયદો ગુરુવારે ઓવરનાઇટ ૦.૧ ટકા ઘટીને ૧૨૦૭.૭૦ ડૉલર સેટલ થયો હતો. ગુરુવારે અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા સારા આવતાં ડૉલર સુધરતાં શુક્રવારે સવારે સ્પૉટમાં સોનાના ભાવ ઘટીને ૧૨૦૪.૫૦ ડૉલર ખૂલ્યા હતા. ડૉલરની મજબૂતી અને અમેરિકી જૉબડેટા સારા આવવાની ધારણાને પગલે સોનાના ભાવ સતત ઘટતા રહ્યા હતા. ચાંદીના ભાવ ૧૬.૪૨ ડૉલર ખૂલ્યા હતા, પણ ત્યાર બાદ ભાવ સતત ઘટી રહ્યા હતા. પ્લૅટિનમના ભાવ ૧૨૩૬ ડૉલર ખૂલ્યા બાદ ઘટીને ૧૨૩૩ ડૉલર થયા હતા અને પેલેડિયમના ભાવ ૭૯૯ ડૉલર ખૂલીને થોડા સુધર્યા હતા તથા ૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયા હતા.

ચીનના ઈમ્પોર્ટ રૂલ્સ

ચીને ગોલ્ડની ઈમ્પોર્ટ પરનાં નિયંત્રણો હળવાં કરીને વધુ ગોલ્ડ ઈમ્પોર્ટ કરવાનો માર્ગ ખુલ્લો કર્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ શાંઘાઈ ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જમાં મેમ્બરશિપ ધરાવતા તમામ માઇનરો અને બૅન્કોને ગોલ્ડની ઈમ્પોર્ટ કરવાની છૂટ આપી હતી. એ ઉપરાંત ગોલ્ડ-સિલ્વર કૉઇન્સનો વેપાર કરતી એજન્સી ચાઇના ગોલ્ડ કૉઇન્સ ઇન્ક.ને પણ ગોલ્ડની ઈમ્પોર્ટની છૂટ આપી હતી. ગયા સપ્ટેમ્બરમાં ચીને શાંઘાઈ ખાતે યુઆન આધારિત ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જ ચાલુ કર્યા બાદ એક પછી એક નિયંત્રણો હળવાં કરવાનું ચાલુ કર્યું હતું જેના ભાગરૂપે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ આ મહત્વનો નિર્ણય લીધો હતો. આ પગલાથી ચીનનું ગોલ્ડનું પ્રીમિયમ ઘટવાની ધારણા છે.

બિગેસ્ટ વીકલી ગેઇન

વીતેલા સપ્તાહ દરમ્યાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૩.૩ ટકા વધતાં છેલ્લાં ૧૦ વીકનો બિગેસ્ટ વીકલી ગેઇન જોવા મળ્યો હતો. ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડ અને રશિયન સેન્ટ્રલ બૅન્કની ગોલ્ડ ખરીદી વધવાની ધારણાને પગલે સોનું વધીને ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. યુરો-ઝોન સ્ટિમ્યુલસ પૅકેજ ૨૦૧૫ના આરંભે લાવવાની જાહેરાત અને ગ્રોથ પ્રોસ્પેક્ટસ ઘટતાં ડૉલરની મજબૂતી છતાં સોનાના ભાવ ૧૨૦૦ ડૉલર આસપાસ ટકી ગયા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૧૫માં યુરો ઝોન ગ્રોથરેટ એક ટકો રહેવાનો અંદાજ મૂક્યો હતો જે સપ્ટેમ્બરમાં એણે ૧.૬ ટકાનો અંદાજ મૂક્યો હતો. એ જ રીતે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ પણ ૧.૧ ટકાથી ઘટાડીને ૦.૭ ટકા મૂક્યો હતો. અમેરિકન અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ વીતેલા સપ્તાહ દરમ્યાન ૧૭,૦૦૦ ઘટીને ત્રણ લાખની નીચે રહ્યા હોવાના રર્પિોટને પગલે ડૉલર વધુ મજબૂત થયો હતો. ડૉલરની મજબૂતી છતાં સોનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.

ગોલ્ડ-સ્મગલિંગમાં ઍરર્પોટ સ્ટાફની વધતી સંડોવણી

ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટ પર ૧૦ ટકા હેવી ડ્યુટી હોવાથી ગોલ્ડના સ્મગલરોને તગડી કમાણી થઈ રહી છે. એવા સંજોગોમાં સ્મગલરો ઍરર્પોટ સ્ટાફને જંગી નાણાંની ઑફર કરીને સ્મગલિંગમાં સામેલ કરી રહ્યા છે. મુંબઈ ઍરર્પોટ પર ગઈ કાલે ૪૦ લાખ રૂપિયાના ૧૪ ગોલ્ડ બાર સાથે છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરર્પોટના ટર્મિનલ-૧નો મૅનેજર બાબુ પકડાયો હતો. આ ઍરર્પોટ ઑથોરિટીનો સ્ટાફ-મેમ્બર સટલ બસમાંથી પકડાયો હતો. શારજાહથી આવેલા શખ્સ દ્વારા લવાયેલું સોનું ઍરર્પોટ સ્ટાફ દ્વારા બહાર લઈ જવાતું હતું. મુંબઈ ઍરર્પોટ પર ટૂંકા ગાળામાં ઍરર્પોટ ઑથોરિટીનો સ્ટાફ સ્મગલિંગમાં પકડાયો હોય એવો બારમો બનાવ હતો. ઍરર્પોટ ઑથોરિટીના અધિકારીઓ સ્મગલિંગમાં સ્ટાફની સંડોવણીથી પરેશાન છે.

ભાવ-તાલ


સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૪૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૩૯૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૨૦૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2014 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK