Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ ઑઇલના સુધારાથી ઊછળેલું સોનું ડૉલરની મજબૂતીથી ગગડ્યું

ક્રૂડ ઑઇલના સુધારાથી ઊછળેલું સોનું ડૉલરની મજબૂતીથી ગગડ્યું

03 December, 2014 05:12 AM IST |

ક્રૂડ ઑઇલના સુધારાથી ઊછળેલું સોનું ડૉલરની મજબૂતીથી ગગડ્યું

ક્રૂડ ઑઇલના સુધારાથી ઊછળેલું સોનું ડૉલરની મજબૂતીથી ગગડ્યું



બુલિયન બુલેટિન-મયૂર મહેતા

ક્રૂડ ઑઇલના ભાવ પાંચ ટકા બાઉન્સબૅક થતાં સોનામાં છેલ્લા ૧૪ મહિનાનો સૌથી મોટો એકદિવસીય ઉછાળો નોંધાઈને ભાવ ૧૨૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયા હતા; પણ જૅપનીઝ યેન, યુરો ગગડતાં અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનું ફરી ઘટીને ૧૨૦૦ ડૉલરની અંદર ચાલી ગયું હતું. છેલ્લા બે દિવસમાં સ્વિટ્ઝરલૅન્ડ રેફરન્ડમ, જપાનનું ક્રેડિટ રેટિંગ ડાઉન અને ક્રૂડ ઑઇલમાં બાઉન્સબૅકની ઘટનાને કારણે સોનામાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ ૨૦૧૫ની મધ્યમાં વધારવાનો ફેડનો નિર્ધાર પણ ધીમે-ધીમે નબળો પડી રહ્યો છે અને વર્લ્ડ ઇકૉનૉમિક ગ્રોથ પ્રોસ્પેક્ટસ નબળાં પડી રહ્યાં છે. આ બન્ને બાબતો સોનાની તેજી માટે પૉઝિટિવ છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોમવારે સોનું પહેલું ઘટયું ત્યાર બાદ સુધર્યું હતું, પણ ઓવરનાઇટ મોટો ઉછાળો આવ્યો હતો. ક્રૂડ તેલના ભાવ સુધરતાં સોનાના સ્પૉટ ભાવમાં સપ્ટેમ્બર-૨૦૧૩ પછીનો સૌથી મોટો સુધારો નોંધાયો હતો. સ્પૉટ ગોલ્ડ ૪.૨ ટકા વધીને ૧૨૧૬ ડોલર સુધી વધ્યું હતું જે મંગળવારે ફૉરેન માર્કેટમાં ૧૧૯૭ ડૉલર ખૂલ્યું હતું. કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટમાં ૩.૬ ટકાને એટલે કે ૪૨.૬૦ ડૉલરનો ઉછાળો નોંધાઈને ભાવ ૧૨૧૮.૧૦ ડૉલર સેટલ થયો હતો. ચાંદીનો ભાવ પણ સ્પૉટમાં ૬.૯ ટકા વધીને ૧૬.૪૭ ડૉલર થયો એ અગાઉ પણ એમાં ઉછાળો નોંધાઈને ભાવ ૧૬.૭૬ ડૉલર સુધી વધ્યા હતા. ચાંદીમાં વધ્યા ભાવથી થોડો ઘટાડો નોંધાઈને છેલ્લે ભાવ ૧૬.૨૪ ડૉલર થયા હતા.

સેફ હેવન અપીલ

અમેરિકન ડૉલરની મજબૂતી સામે યુરોપ, ચીન અને જપાનની નબળી પડી રહેલી ઇકૉનૉમીને કારણે વર્લ્ડના ગ્રોથ પ્રોસ્પેક્ટસ નબળાં પડી રહ્યાં હોવાથી ગોલ્ડમાં સેફ હેવન બાઇંગ અપીલ મજબૂત બની રહી છે. ચીનનો નવેમ્બરનો મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૫૦.૩ પૉઇન્ટ રહ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૮ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિસ્ટોની ધારણા ૫૦.૬ પૉઇન્ટ આવવાની હતી. ચીનમાં નવા હોમની પ્રાઇસ નવેમ્બરમાં સતત સાતમા મહિને ઘટી હતી. યુરો ઝોન મૅન્યુફૅક્ચરિંગ PMI પણ નવેમ્બરમાં ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ ૫૦.૧ પૉઇન્ટ રહ્યો હતો જે આગલા મહિને ૫૦.૪ પૉઇન્ટ હતો. જર્મનીનો મૅન્યુફૅક્ચરિંગ PMI ૧૭ મહિનાની નીચી સપાટીએ ૪૯.૫ પૉઇન્ટ રહ્યો હતો. જપાનનું રેટિંગ મૂડીઝે ડાઉનગ્રેડ કર્યું હતું.

અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ

અમેરિકાએ ૨૦૧૫ની મધ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, પણ ક્રૂડ તેલના ભાવ જે રીતે ઘટી રહ્યા છે અને આવનારા દિવસોમાં ક્રૂડ તેલના ભાવ ઘટીને ૪૦ ડૉલર થશે એવી કૅનેડિયન એજન્સીની આગાહી પછી ફેડરલ રિઝવર્‍ના ઑફિસરોને ડિફ્લેશનનો ભય સતાવી રહ્યો છે. ગત શુક્રવારે શૉર્ટ ટર્મ ફ્યુચર ટ્રેડમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો એના પરથી ઍનૅલિસ્ટો ૨૦૧૫ના ઑક્ટોબર સુધી ફેડ ઇન્ટરેસ્ટ રેટ હાલના દરે જાળવી રાખશે એવું માનવા લાગ્યા છે. ફેડરલ રિઝર્વનો બે ટકાનો ઇન્ફ્લેશન ટાર્ગેટ મેળવવો ઍનૅલિસ્ટોને અશક્ય દેખાય છે. કેટલાક ઍનૅલિસ્ટો ૨૦૧૫ના આખા વર્ષ દરમ્યાન ઇન્ફલેશન ૧.૬ ટકાથી વધશે નહીં એવું માની રહ્યા છે અને ફેડ ૨૦૧૫માં ઇન્ટરેસ્ટ રેટ વધારી નહીં શકે એવી ઍનૅલિસ્ટોની ધારણા છે. ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લંબાય તો સોનામાં તેજીને નવું જોમ મળશે.

ગોલ્ડ ઈમ્પોર્ટ પૉલિસી બાબતે સરકાર ટૂંકમાં રિવ્યુ કરશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલી ધિરાણનીતિ અંતર્ગત ગોલ્ડ ઈમ્પોર્ટના ૮૦:૨૦ રૂલ્સને રદ કરવાના નિર્ણયને યથાર્થ બતાવ્યો હતો. રિઝર્વ બૅન્કના ચૅરમૅન રઘુરામ રાજને જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ ગોલ્ડ ઈમ્પોર્ટ પૉલિસી બાબતે રિવ્યુ કરશે અને જરૂરી ફેરફાર કરશે. ગત વર્ષે જુલાઈ-૨૦૧૩માં અગાઉની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારે ગોલ્ડની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને ૧૦ ટકા કરી હતી. નરેન્દ્ર મોદી સરકાર મે મહિનામાં આવ્યા બાદ ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની અને નિયંત્રણો ઘટાડવાની અનેક ડિમાન્ડ આવી રહી છે, પણ એ વિશે સરકારનું વલણ અક્કડ રહ્યું છે. ઑક્ટોબર મહિનાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધીને આવતાં ગોલ્ડની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો આવશે એવી બજારમાં હવા ચાલી હતી, પણ સરકારે ૮૦:૨૦ રૂલ્સ રદ કર્યો હતો.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૪૮૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૩૩૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૬,૯૬૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2014 05:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK