Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જપાનનું રેટિંગ ગગડતાં સોનું ઘટ્યા બાદ ઊછળ્યું

જપાનનું રેટિંગ ગગડતાં સોનું ઘટ્યા બાદ ઊછળ્યું

02 December, 2014 05:11 AM IST |

જપાનનું રેટિંગ ગગડતાં સોનું ઘટ્યા બાદ ઊછળ્યું

જપાનનું રેટિંગ ગગડતાં સોનું ઘટ્યા બાદ ઊછળ્યું


Gold



બુલિયન બુલેટિન-મયૂર મહેતા

સ્વિટ્ઝરલૅન્ડની ૭૭ ટકા જનતાએ ગોલ્ડ રિઝર્વ વધારવાની વિરુદ્ધમાં મતદાન કરતાં સોનું ગગડીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ જપાનનું ક્રેડિટ રેટિંગ ડાઉન થતાં સોનું ફરી એક ટકો સુધર્યું હતું. ભારતે સોનાની ઈમ્પોર્ટ પરનાં નિયંત્રણો હળવાં કરતાં આવનારા દિવસોમાં મૅરેજ સીઝનમાં ભારતની ડિમાન્ડ વધવાની ધારણા છે. વળી ચીનમાં ફેબ્રુઆરીમાં લુનાર ન્યુઅર અગાઉની ડિમાન્ડ પણ આવનારા બે મહિનામાં નીકળવાની ધારણાને પગલે સોનાના દરેક ઘટાડે ભારત-ચીનની વધતી ફિઝિકલ ડિમાન્ડનો અને વર્લ્ડ ગ્રોથ પ્રોસ્પેક્ટની નબળાઈનો સર્પોટ મળશે એવી ધારણા ઍનલિસ્ટો રાખી રહ્યા છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગયા સપ્તાહે સોનામાં સ્વિટ્ઝરલૅન્ડના રેફરેન્ડમ પૂર્વે ટૂંકી વધ-ઘટ જોવા મળી હતી. સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમમાં ગોલ્ડ રિઝર્વ વધારવાની વિરુદ્ધમાં મતદાન થતાં સોનું ઝડપથી ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ ૧૧૪૨.૯૧ ડૉલરે પહોંચ્યું હતું. જોકે જપાનનું રેટિંગ મૂડીઝે ડાઉન કરતાં વર્લ્ડ ગ્રોથ પ્રોસ્પેક્ટ નબળો પડતાં સોનું વધીને ૧૧૮૨.૭૦ ડૉલર થયું હતું. ચાંદીના ભાવ પણ સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમ બાદ ઘટીને ૧૪.૪૨ ડૉલર થટ્યા બાદ જપાનના નિર્ણય બાદ ૨.૭ ટકા વધીને ૧૫.૮૩ ડૉલર થટ્યા હતા. સોનું-ચાંદી વધતાં એની પાછળ પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

જપાનનું રેટિંગ ડાઉન


વર્લ્ડની થર્ડ રૅન્ક ઇકૉનૉમી જપાનનું ક્રેડિટ રેટિંગ અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે ડાઉન કર્યું હતું. જપાન દ્વારા ૧૭ વર્ષના ગાળા બાદ સેલ્સ-ટૅક્સ લાગુ પડતાં નાણાકીય કટોકટી ઉદ્ભવી હતી. જપાનના વડા પ્રધાને ગયા મહિને નાણાકીય કટોકટીને પગલે ઇમર્જન્સી ઇલેક્શન જાહેર કરી દીધું હતું. જપાનની સરકારે એપ્રિલમાં સેલ્સ-ટૅક્સ પાંચ ટકાથી વધારીને આઠ ટકા કર્યો હતો અને ૨૦૧૫માં સેલ્સ-ટૅક્સ વધારીને દસ ટકા કરવાનું આયોજન નક્કી થયું હતું. છેલ્લાં બે ક્વૉર્ટરનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) નેગેટિવ આવતાં જૅપનીઝ સરકારે સેલ્સ-ટૅક્સ વધારવાનું મુલતવી રાખીને નવા ઇલેક્શનનો નિર્ણય લીધો હતો. મૂડીઝે જપાનનું ક્રેડિટ રેટિંગ AA3થી ઘટાડીને A૧ કર્યું હતું જેનો મતલબ રાઇંઝિંગ અનસર્ટનિટી રેટિંગ થાય છે. જપાનનું રેટિંગ ડાઉન થતાં સોનું ઘટ્યા મથાળેથી ઝડપી એક ટકો સુધર્યું હતું.

સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમ

સ્વિટ્ઝરલૅન્ડની જનતાએ ગોલ્ડ રિઝર્વ વધારવાની દરખાસ્તની વિરુદ્ધ મતદાન કરીને ૨૦ ટકા ગોલ્ડ રિઝર્વ વધારવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. રવિવારે યોજાયેલા રેફરેન્ડમમાં ૭૭ ટકા વોટિંગ વિરુદ્ધમાં અને ૨૩ ટકા તરફેણમાં થયું હતું. સ્વિટ્ઝરલૅન્ડના પ્રેસિડન્ટ અને સ્વિસ બૅન્ક દ્વારા જનતાને ગોલ્ડ રિઝર્વ વધારવાથી સ્વિટ્ઝરલૅન્ડની ઇકૉનૉમીને મોટું નુકસાન થશે એવી ચેતવણી વોટિંગ અગાઉ આપવામાં આવી હતી એની સામે સ્વિટ્ઝરલૅન્ડના એક જૂથ દ્વારા ‘સેવ અવર સ્વિસ ગોલ્ડ’ના નામે એક ઝુંબેશ ચાલુ થઈ હતી જેના ભાગરૂપે આ રેફરેન્ડમ યોજવામાં આવ્યું હતું. ગોલ્ડ રિઝર્વ વધારવા ઉપરાંતની બે દરખાસ્તો પણ રેફરેન્ડમમાં ઊડી ગઈ હતી. સ્વિટ્ઝરલૅન્ડના રેફરેન્ડમના રિઝલ્ટ બાદ સોનું ઝડપથી ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું હતું.

મૅરેજ-સીઝનમાં સોનું સસ્તું થવાની ધારણા

સરકારે આશ્ચર્યજનક રીતે સોનાની ઈમ્પોર્ટ પરના ૮૦:૨૦ (કુલ ઈમ્પોર્ટનું ૨૦ ટકા ફરજિટ્યાત નિકાસ)નો નિયમ દૂર કરતાં નવેમ્બરથી શરૂ થયેલી મૅરેજ-સીઝન દરમ્યાન સોનું સસ્તું થવાની ધારણા રખાઈ રહી છે. સરકારના આ પગલાથી પ્રીમિયમ અને સ્ટાર ટ્રેડિંગ હાઉસની ઈમ્પોર્ટમાં રહેલી મૉનોપોલી તૂટશે અને દરેકને ઈમ્પોટેડ સોનું મળતું થશે એવું ઝવેરીબજારના અગ્રણીઓએ જણાવ્યું હતું. ભારતમાં સામાન્ય રીતે નવેમ્બરથી મે મહિના દરમ્યાન મૅરેજ-સીઝન પુરબહારમાં ખીલે છે અને આ સમયગાળા દરમ્યાન અંદાજે ૫૦ લાખ લગ્નો દેશમાં યોજાય છે. એક લગ્નદીઠ અંદાજે ૨૦૦ ગ્રામ સરેરાશ સોનું ખરીદાતું હોય છે. ઑલ ઇન્ડિટ્યા જેમ્સ ઍન્ડ જ્વેલરી અસોસિએશનની ધારણા છે કે સરકારના આ નિર્ણયથી સોનાના ભાવ પરનું પ્રીમિયમ ઘટતાં આવનારા દિવસોમાં સોનાના ભાવ ઘટશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૧૧૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૯૬૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૬,૧૧૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2014 05:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK