સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો : પ્રજાની સમૃદ્ધિ અને તાકાતને તોડીને શું મળશે?

Published: 24th November, 2014 05:16 IST

દિવાળીમાં સોનાની આયાત વધવી એ નવી વાત નથી, દર વર્ષે વધે છે એટલે શું નિયંત્રણો નાખવાનાં? : જન ધન યોજનામાં વડા પ્રધાનને ગુમરાહ કરનાર બ્યુરોક્રસી હવે અરુણ જેટલીને ગુમરાહ કરી રહી છે : કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને નાથવા માટે સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો લાદવાને બદલે અન્ય રસ્તા શોધવા જોઈએકૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

દેશની આર્થિક સમૃદ્ધિના પ્રતીક સમાન સોનું આમજનતા વધુ ન ખરીદે એ માટે ભારતના વિરોધીઓ નહીં પણ ખુદ ભારત સરકાર પેંતરા કરી રહી છે. સોનું એ ભારતના જન-જનની આન-બાન અને શાન છે. સોનું દરેક પરિવારની આર્થિક અને સામાજિક તાકાત ઉપરાંત સંકટ સમયની સાંકળ છે. આપણા પૂર્‍સૂરિઓએ આદિકાળથી સોનાની ખરીદીનું મહાત્મ્ય દરેક વંશાદિવંશને શીખવાડ્યું છે. આજે વિશ્વમાં સૌથી વધુ સોનું ભારતની ધરતીમાં સંગ્રહાયેલું છે. ભારતની ધરતી પર ૨૫ હજારથી ૩૫ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે જે વિશ્વના કુલ સંગ્રહનું ૩૫થી ૪૦ ટકા છે. આ ભારતીય પ્રજાની તાકાત છે ત્યારે ખુદ ભારત સરકાર આમપ્રજાને સોનું ખરીદતાં અટકાવી રહી છે ત્યારે પ્રfન થાય છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી અગાઉ આપેલા પ્રજાની સમૃદ્ધિ અને વિકાસના દાવાઓ શું આટલા જલદી ભુલાઈ ગયા કે શું?


બાલિશ કારણો


તાજેતરમાં એક રાષ્ટ્રીય આર્થિક અખબારમાં મેકલાઈ ફાઇનૅન્શિયલના જમાલ મેકલાઈએ સોનાના ઈમ્પોર્ટ પરનાં નિયંત્રણોને મૂર્ખામીભયાર઼્ બતાવતાં લખ્યું હતું કે દિવાળીમાં સોનાની ઈમ્પોર્ટ વધવી એમાં શું નવાઈ? દર વર્ષે દિવાળીમાં ઈમ્પોર્ટ વધે છે અને દિવાળીમાં સોનાની ખરીદી કરવી એ ભારતની સાંસ્કૃતિક પરંપરા છે એ આજકાલની નથી, આદિકાળથી ચાલી આવતી પરંપરા છે. દિવાળીના મહિના ઑક્ટોબરમાં સોનાની ઈમ્પોર્ટ વધી એટલે એને બેન્ચમાર્ક ગણીને સરકાર સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો નાખવાની કવાયત શરૂ કરી નાખે એ સરકારની બાલિશતા અને નરી મૂર્ખામી છે. ૪૦ ટકા ભારતીયો સોનું દાગીના સ્વરૂપે ખરીદે છે અને સોનાની ખરીદી એ ભારતીય આમપ્રજાની પરસેવાની કમાણીની બચત સ્વરૂપે એકઠી થતી મહામૂલી પૂંજી છે. આખા જગતે ઇન્ફ્લેશન સામે હેજ સ્વરૂપે સોનું ખરીદવાનું કેટલાંક વર્ષોથી ચાલુ કર્યું છે પણ ભારતીય આમપ્રજા તો આદિકાળથી ઇન્ફ્લેશન સામે હેજસ્વરૂપે સોનું ખરીદી રહી છે ત્યારે બાલિશ કારણો વડે સોનાની ઈમ્પોર્ટને રોકીને નરેન્દ્ર મોદીની સરકાર શું સાબિત કરવા માગે છે. અગાઉના નાણાપ્રધાન ચિદમ્બરમે સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો નાખવાની મૂર્ખામી કરી હતી ત્યારે વિરોધ પક્ષમાં રહેલા ગ્થ્ભ્એ એનો કચકચાવીને વિરોધ કર્યો હતો. હવે  ગ્થ્ભ્ની સરકાર શું કરી રહી છે? વિરોધ પક્ષમાં હોય ત્યારે વિરોધ કરવો અને સરકારમાં આવ્યા બાદ અગાઉની સરકારના નિર્ણયોનું અનુકરણ કરવું એ તે કેવી નૈતિકતા? વળી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એના રિપોર્ટમાં જણાવ્યું છે કે સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો નાખવાથી ચાલુ વર્ષે ૨૦૦ ટન સોનાનું સ્મગલિંગ થવાનો અંદાજ છે. સ્મગલિંગને ઉત્તેજન મળે એવા નિર્ણયો લઈને સરકાર કયા અર્થમાં દેશનો વિકાસ કરવા માગે છે?


નાણાપ્રધાન ગુમરાહ


ભારતીય વડા પ્રધાનની તાજેતરની ઑસ્ટ્રેલિયાની મુલાકાત દરમ્યાન ભારતીયોને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જન ધન યોજના અંતર્ગત દેશની આમજનતાનાં બૅન્ક-અકાઉન્ટ ખોલવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસે સૂચનો માગ્યાં તો કહે કે ત્રણ વર્ષ લાગે, નાણામંત્રાલય પાસે સૂચનો માગ્યાં તો કહે બે વર્ષ થાય, ભ્પ્બ્ (પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ) પાસે સૂચનો માગ્યાં તો કહે કે એક વર્ષ લાગે. આ  તમામ સૂચનોને અવગણીને નરેન્દ્ર મોદીએ ૧૫૦ દિવસમાં દેશની જનતાને બૅન્ક-અકાઉન્ટ ખોલવાનો ટાર્ગેટ આપ્યો અને એ સિદ્ધ પણ કર્યો. નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયામાં કહેલી બાબતનો ચોખ્ખો નર્દિેશ એ છે કે દેશની બ્યુરોક્રસી દરેક મુદ્દે સરકારને ગુમરાહ કરે છે. જન ધન યોજના બાબતે જેમ દેશની બ્યુરોક્રસીએ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુમરાહ કર્યા એમ અત્યારે સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો બાબતે દેશની બ્યુરોક્રસી નાણાપ્રધાન અરુણ જેટલીને ગુમરાહ કરી રહી છે. વિશ્વની ત્રીજા ક્રમની ઇકૉનૉમી પાસે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને કાબૂમાં લેવા માટે સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો નાખ્યા સિવાયના કોઈ રસ્તા નથી, આ શું માની શકાય એવી બાબત છે? બ્યુરોક્રસી પોતાની અણઆવડત છુપાવવા માટે સરકારને ઉલ્લુ બનાવીને દેશની આમપ્રજાની સમૃદ્ધિ પર કુઠારાઘાત કરી રહી છે.


બહેરા કાને રજૂઆત


દેશમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડતો જ્વેલરી ઉદ્યોગ ભારતથી ખસેડીને દુબઈ, સાઉદી અરેબિયા, સિંગાપોર અને હૉન્ગકૉન્ગ જઈ રહ્યો છે. આ તમામ દેશોએ ભારતનાં ઈમ્પોર્ટ નિયંત્રણોનો ફાયદો ઉઠાવીને સ્પૉટ માર્કેટો ઊભી કરીને ભારતીય ગોલ્ડ માર્કેટને પોતાના દેશમાં ખસેડવા કરોડોનાં ઇન્વેસ્ટમેન્ટ કયાર઼્ છે. વળી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજન કહે છે કે હાલની વૈશ્વિક નાણાકીય કટોકટીનો સામનો માત્ર ને માત્ર ભારતની આંતરિક તાકાતથી જ થઈ શકે છે. સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો લાદવાથી તો સીધો પ્રહાર ભારતની આંતરિક તાકાત પર થશે. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધવાનું મુખ્ય કારણ ભારતની સતત ગગડતી જતી નિકાસ છે. વિદેશથી સોનું ઈમ્પોર્ટ કર્યા બાદ એની જ્વેલરી બનાવી નિકાસ કરવાથી જ ભારતની ઘટતી નિકાસ વધી શકે છે. ભારતીય ગોલ્ડ જ્વેલરીની નિકાસ વર્ષોવર્ષ વધી રહી છે ત્યારે સોનાની ઈમ્પોર્ટ વધવાથી ભારતીય જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ વાયબ્રન્ટ બને અને વિદેશી હૂંડિયામણ પણ મળી શકે ત્યારે આવા બેવડા લાભને શા માટે અવગણવામાં આવે છે? દેશનાં તમામ જ્વેલરી સંગઠનો સરકારને વારંવાર રજૂઆત કરીને સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો લાદવાથી થનારા નુકસાનનાં તમામ પાસાંઓ સમજાવી રહ્યા છે પણ સરકારની રજૂઆતો સરકારના બહેરા કાને અથડાઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK