ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝમાં રીટેલ રોકાણકારોની સામેલગીરીને વધારવા અને ઉત્તેજન પૂરું પાડવાના પ્રયત્ïનના ભાગરૂપે દેશનું અગ્રણી એક્સચેન્જ અને વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ (G-SEC) અને ટ્રેઝરી બિલ્સ (T-BILLS)ના નૉન-કમ્પેટિટિવ બિડિંગમાં રીટેલ રોકાણકારો માટે ઑનલાઇન બિડિંગ પ્લૅટફૉર્મ BSE-ડાયરેક્ટ લૉન્ચ કરશે. આ પ્લૅટફૉર્મનો પ્રારંભ ત્રીજી ડિસેમ્બરથી કરવામાં આવશે અને ક્લાયન્ટ્સ/રોકાણકારોને નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે. સીધા રોકાણકારો પાસેથી બિડ્સ પ્રાપ્તત કરવામાં આવશે.
T BILLS અને G SECsમાં રોકાણ કરવા માટે BSE અગ્રણી એક્સચેન્જ છે. BSE-ડાયરેક્ટમાં સિક્યૉરિટીઝ અને ફન્ડ્સ રોકાણકારના ડીમૅટ અને બૅન્ક-અકાઉન્ટમાં જમા થાય છે. રોકાણકારે માત્ર એક વાર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, જે ઝડપી અને સરળ છે. BSE-ડાયરેક્ટ પર સપ્ïતાહના સાતે દિવસ ૨૪ કલાક બિડિંગ દાખલ કરી શકાય છે. T BILLS અને G SECs માટેની બિડ ઑક્શનની તારીખના સાંજના પાંચ વાગ્યે બંધ થશે.
નવા લૉન્ચ કરવામાં આવી રહેલા પ્લૅટફૉર્મ વિશે ગ્લ્ચ્ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે ‘અમે રીટેલ રોકાણકારોમાં વ્યાપક ઇન્ટરેસ્ટ પેદા કરવા BSE-ડાયરેક્ટ લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે. આ પ્લૅટફૉર્મ સહભાગીઓને સરળ સંપર્ક પૂરો પાડશે અને રીટેલ ક્લાયન્ટ્સને ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ પૂરી પાડવાની કાર્યક્ષમ યંત્રણા તરીકે કામ કરશે. ડિજિટલ યુગમાં BSE ટેક્નૉલૉજીના વપરાશમાં મોખરે રહી ગ્રાહકોનો સંતોષ વધારવા માગે છે.’
તેજી-મંદીની રસાકસી વચ્ચે બજારે નવાં શિખરો સર કર્યાં
13th January, 2021 07:21 ISTShare Market: 50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU Banksના શૅરોમાં ઉછાળો
12th January, 2021 15:50 ISTઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 101 અંક તૂટીને 49000 પર
12th January, 2021 09:45 ISTShare Market: સેન્સેક્સ લગભગ 700 અંક ઉછળ્યું, નિફ્ટી 14300ની પાર બંધ
8th January, 2021 15:40 IST