કાંદાનું ખરીફ ઉત્પાદન બમ્પર થવાનો અંદાજ

Published: 22nd October, 2014 05:48 IST

દેશમાં કાંદાનું ખરીફ ઉત્પાદન બમ્પર થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. નૅશનલ હૉર્ટિકલ્ચર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર આર. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે ખરીફ સીઝનમાં ૪૦થી ૪૫ લાખ ટન કાંદાનું ઉત્પાદન થવાનો અંદાજ છે

કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા


જે ગયા વર્ષ કરતાં વધુ છે. ગયા વર્ષે આખી સીઝનનું કાંદાનું ઉત્પાદન ૧૯૫ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્રમાં નાશિક, સોલાપુર, કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટમાં નવા કાંદાની આવકો ચાલુ થઈ ચૂકી છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં નવા કાંદાની આવકો પુરજોશમાં ચાલુ છે.૭ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં નવા કાંદાની આવકો હવે ચાલુ થશે. નાશિક ડિસ્ટ્રિક્ટમાં કાંદાનું વાવેતર ગયા વર્ષે ૨૦ હજાર હેક્ટર સામે આ વર્ષે ૪૮ હજાર હેક્ટરમાં નોંધાયું હતું. કર્ણાટકમાં હાલ રોજની ૪૦થી ૫૦ હજાર ક્વિન્ટલ નવા કાંદાની આવકો થઈ રહી છે, જ્યારે મહારાષ્ટ્રની કાંદાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં ૨૮૮૫ ક્વિન્ટલ કાંદાની આવક થઈ હતી અને ક્વિન્ટલના ભાવ ઍવરેજ ૧૪૦૦ રૂપિયા પડ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK