Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં બેરોજગારીના આંકડા સારા આવતા સોના અને ચાંદીમાં કડાકો

અમેરિકામાં બેરોજગારીના આંકડા સારા આવતા સોના અને ચાંદીમાં કડાકો

06 June, 2020 11:10 AM IST | Mumbai
Bullion Watch

અમેરિકામાં બેરોજગારીના આંકડા સારા આવતા સોના અને ચાંદીમાં કડાકો

ગોલ્ડ

ગોલ્ડ


બજારમાં ધારણા કરતાં બેરોજગારની સંખ્યા અમેરિકામાં ઘણી ઓછી આવતા સોના અને ચાંદીમાં ભાવમાં કડાકો બોલી ગયો છે. આની સાથે ભારતમાં પણ બન્ને ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. બજારની ધારણા હતી કે અમેરિકામાં મે મહિનામાં ૮૦ લાખ લોકો બેરોજગાર થયા હશે, પણ તેની સામે સરકારી આંકડો માત્ર ૨૫.૧ લાખ જ આવતા બજારમાં મંદીમાં રોકાણનું સ્વર્ગ ગણાતાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું છ સપ્તાહની નીચી સપાટીએ છે.

વૈશ્વિક બજારમાં અત્યારે સોનું ઑગસ્ટ વાયદો ૨.૬૭ ટકા કે ૪૬.૧૦ ડૉલર ઘટી ૧૬૮૧.૩૦ ડૉલર અને હાજરમાં ૧.૯૮ ટકા કે ૩૩.૮૯ ડૉલર ઘટી ૧૬૮૦.૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીમાં જુલાઈ વાયદો ૩.૧૯ ટકા કે ૫૮ સેન્ટ ઘટી ૧૭.૪૯ ડૉલર અને હાજરમાં ૨.૨૯ ટકા કે ૪૧ સેન્ટ ઘટી ૧૭.૩૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે બેરોજગારીના આંકડા ધારણા કરતાં ઘણા વધારે સારા આવતા છ દિવસથી ઘટી રહેલા ડૉલરમાં પણ તેજી જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૩૧ ટકા વધી ૯૬.૯૧૫ની સપાટી ઉપર છે.



હાજરમાં સોના-ચાંદીમાં ઘટાડો, વાયદામાં સોનું મક્કમ, ચાંદી નરમ


ખાનગીમાં સોનાના ભાવ ૬૯૭ ઘટી ગયા હતા અને પ્રતિ ૧૦ ગ્રામ ૪૭,૪૭૫ રૂપિયા હતા. ચાંદીના ભાવ ૧૩૧૦ ઘટી ૪૮,૦૯૦ રૂપિયા બંધ રહ્યા હતા. ખાનગીમાં હજુ બુલિયન ટ્રેડિંગ શરૂ થયું નથી પણ દુકાનો ખૂલી રહી હોવાથી સત્તાવાર ભાવ આવી રહ્યા છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૭૧ ઘટી ૪૬,૬૯૬ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો ૧૩૦ ઘટી ૪૭,૮૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.  

એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૭૫૦ ખૂલી, ઉપરમાં ૪૬,૭૫૦ અને નીચામાં  ૪૬,૭૫૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૩ વધીને ૪૬,૭૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૫૪૨ અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૬૬૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૨ ઘટીને બંધમાં ૪૬,૬૮૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.


ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮,૪૭૪ ખૂલી, ઉપરમાં ૪૮,૬૩૦ અને નીચામાં ૪૮,૦૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૧૯ ઘટીને ૪૮,૧૯૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૫૩૮ ઘટીને ૪૮,૭૦૪ અને ચાંદી-માઈક્રો જૂન ૫૪૬ ઘટીને ૪૮,૭૦૭ રૂપિયા બંધ રહ્યા હતા.

ઊંચા મથાળેથી રૂપિયો ફરી ગબડી પડ્યો

ક્રૂડ ઑઈલના ઊંચા ભાવ, બૅન્કો દ્વારા ડૉલરની સતત ખરીદી વચ્ચે દિવસની ઊંચી સપાટીથી રૂપિયો ફરી આજે ઘટીને બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ઈમર્જિંગ માર્કેટમાં ફરી વિદેશી મૂડીપ્રવાહ આવી રહ્યો છે ત્યારે રૂપિયો પણ આજે વધીને ખૂલ્યો હતો. ગુરુવારના બંધ ૭૫.૫૭ સામે રૂપિયો આજે વધીને ૭૫.૩૮ ખૂલ્યા બાદ બૅન્કોની ડૉલરની સતત ખરીદીના કારણે ઘટી ગયો હતો. ક્રૂડ ઑઈલના ભાવ પણ ૪૧ ડૉલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યા હોવાથી રૂપિયો વધારે નરમ પડ્યો હતો. દિવસના અંતે રૂપિયો ૧ પૈસો ઘટી ૭૫.૫૮ બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં ચલણ ૪ પૈસા વધીને બંધ આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 11:10 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK