Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરની મજબૂતી, શૅરબજારમાં ઊંચી સપાટીથી સોનાના ભાવમાં ઘટાડો

ડૉલરની મજબૂતી, શૅરબજારમાં ઊંચી સપાટીથી સોનાના ભાવમાં ઘટાડો

23 January, 2020 10:52 AM IST | Mumbai
Bullion Watch

ડૉલરની મજબૂતી, શૅરબજારમાં ઊંચી સપાટીથી સોનાના ભાવમાં ઘટાડો

ગોલ્ડ

ગોલ્ડ


ચીનમાં ઊભા થયેલા વાઇરસનો પ્રસાર હવે અમેરિકા, હૉન્ગકૉન્ગ, જપાન અને કોરિયા સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં ચીનમાં માગ ઘટી જશે અને એના કારણે સોનાના ભાવમાં તેજીને બ્રેક લાગી છે. બીજી તરફ, ડૉલરમાં જોવા મળી રહેલી મજબૂતીના કારણે પણ સોનું ખરીદવું મોંઘું બનતું હોવાથી સોનાના ભાવ ગઈ કાલે સાંકડી વધઘટમાં જોવા મળી રહ્યા છે. સોનાની સાથે ચાંદીમાં પણ ઘસારો છે.

ગઈ કાલે અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા વધી ૯૭.૪૨ ટકા છે. ચીનમાં વાઇરસના કારણે ડૉલર મજબૂત છે એ શૅરબજારમાં ટેક્નૉલૉજી કંપનીઓની આગેવાની હેઠળ વિક્રમી સપાટી જોવા મળી રહી છે જે સંકેત આપે છે કે અત્યારે રોકાણકારો જોખમ ઉઠાવી શૅર ખરીદવા તૈયાર છે એટલે સોનામાં કોઈ લેવાલ નથી.

કોમેક્સ ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો ૦.૧૬ ટકા કે ૨.૪૫ ડૉલર ઘટી ૧૫૫૫.૪૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧૭.૮૨૩ ઉપર મક્કમ હતી. વૈશ્વિક બજારમાં હાજર સોનું ૦.૧૨ ટકા કે ૧.૯૨ ડૉલર ઘટી ૧૫૫૬.૨૫ ડૉલર પ્રતિ ઔંસ હતું. હાજરમાં ચાંદી ૦.૨૯ ટકા વધી ૧૭.૮૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતી. જોકે ભારતમાં સોના અને ચાંદીના હાજરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય બજારમાં હાજરમાં સોનું ઘટ્યું હતું, જ્યારે વાયદામાં થોડો વધારો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૨૫ ઘટી ૪૧,૧૯૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે ૧૫ ઘટી ૪૧,૨૨૫ રૂપિયા બંધ રહ્યા હતા. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯,૮૧૭ ખૂલી ઉપરમાં ૩૯,૯૭૪ અને નીચામાં ૩૯,૭૫૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૬ વધીને ૩૯,૯૩૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫૯ વધીને ૮ ગ્રામદીઠ ૩૧,૮૩૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૫૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪ વધીને બંધમાં ૩૯,૯૦૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૫૧૦ ઘટી ૪૭,૩૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૬૦ ઘટી ૪૭,૩૩૫ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૦૫૫ ખૂલી ઉપરમાં. ૪૬,૨૯૩ રૂપિયા અને નીચામાં ૪૫,૯૫૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૯૩ વધીને ૪૬,૨૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૯૬ વધીને ૪૬,૨૬૩ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૯૧ વધીને ૪૬,૨૫૯ બંધ રહ્યા હતા.



ડૉલર સામે રૂપિયો મક્કમ


સતત ચાર દિવસથી ઘટી રહેલા રૂપિયામાં આજે ડૉલર સામે મક્કમ સપાટી જોવા મળી હતી. ક્રૂડ ઑઇલના ભાવમાં જોવા મળેલા ઘટાડાના કારણે રૂપિયો મક્કમ હતો, પણ વૃદ્ધિ પર શૅરબજારમાં ઘટાડો અને વિદેશી બજારમાં મજબૂત ડૉલરના કારણે બ્રેક લાગી હતી. ડૉલર સામે રૂપિયો આજે વધીને ૭૧.૧૭ ખૂલ્યો હતો જે વધીને ૭૧.૧૬ અને ઘટીને ૭૧.૨૪ થયા બાદ દિવસના અંતે ૭૧.૧૯ની સપાટીએ બંધ આવ્યો હતો જે મંગળવારની સપાટી કરતાં માત્ર બે પૈસાની વૃદ્ધિ દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 10:52 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK