Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોઈ પણ ફન્ડામેન્ટલ્સ ટેકાના અભાવે વૈશ્વિક બજારમાં સોનામાં ઘસારો

કોઈ પણ ફન્ડામેન્ટલ્સ ટેકાના અભાવે વૈશ્વિક બજારમાં સોનામાં ઘસારો

16 October, 2019 10:07 AM IST | મુંબઈ
બુલિયન વૉચ

કોઈ પણ ફન્ડામેન્ટલ્સ ટેકાના અભાવે વૈશ્વિક બજારમાં સોનામાં ઘસારો

ગોલ્ડ

ગોલ્ડ


મુંબઈ: મધ્ય સપ્ટેમ્બર સુધી સોનાના ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચશે એવી આગાહી થતી હતી અને વિશ્વના કેટલાયે દેશોમાં ચલણના આધારે ભાવ સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા, પણ અત્યારે સોનાના ભાવ હવે ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરવામાં પણ છેલ્લા ચાર દિવસથી નિષ્ફળ બની રહ્યા છે.

સોનાના ભાવમાં તેજી માટેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર વકરશે અને એના કારણે વૈશ્વિક આર્થિક મંદી આવશે એવી ધારણા હતી. વિશ્વના સૌથી મોટા બે વપરાશકાર ભારત અને ચીનમાં ભાવ વધતાં સ્થાનિક વપરાશ ઘટ્યો છે. ગઈ કાલે અમેરિકા અને ચીન વાતચીત કરવા સહમત થયા હતા અને પ્રથમ તબક્કાની સમજૂતી પણ થઈ ગઈ છે. આર્થિક વિકાસ મંદ પડ્યો છે, પણ વધુ મંદ પડે એવાં ચિહનો જોવા મળતાં નથી. બીજી તરફ, ડૉલર મજબૂત થયો છે અને જોખમ ઉઠાવી શૅરબજારમાં રોકાણ કરવું આકર્ષક બન્યું હોવાથી ભાવ ઘટી રહ્યા છે. આજે પણ કોઈ ચોક્કસ ફન્ડામેન્ટલ્સ કારણના અભાવે સોનાના ભાવ ઉપલા મથાળેથી નીચે પટકાયા હતા.



વૈશ્વિક બજારમાં હાજર સોનું ૧૪૮૫.૩ સામે સોમવારે વધી ૧૪૯૧.૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. ગઈ કાલે ભાવ વધીને ૧૪૯૬.૯ થયા બાદ અત્યારે ઘટીને ૧૪૮૬.૧૩ ડૉલરની સપાટીએ છે. ન્યુ યૉર્ક ખાતે કોમેક્સ ડિસેમ્બર વાયદો સોમવારે ૧૪૯૭.૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા બાદ ગઈ કાલે ઘટી ૧૪૯૨.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો આગલા બંધ ૧૭.૭૧ ડૉલર સામે ગઈ કાલે ઘટી ૧૭.૫૨૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


રૂપિયો નબળો પડતાં ભારતમાં ભાવમાં વૃદ્ધિ

જોકે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, કારણ કે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હતો અને દિવાળીના તહેવાર પહેલાં માગણી વધશે એવી આશા જોવા મળી હતી.


મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૩૦ વધી ૩૯,૪૭૦ રૂપિયા અને અમાવાદ ખાતે હાજરમાં ભાવ ૧૩૦ વધી ૩૯,૮૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૨૩૫ ખૂલી ઉપરમાં ૩૮,૪૨૫ અને નીચામાં ૩૮,૧૨૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૨૪ વધીને ૩૮,૩૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૩૯૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૬ વધીને બંધમાં ૩૮,૩૩૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ ખાતે હાજરમાં ચાંદી ૨૮૦ વધી ૪૭,૦૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૮૦ વધી ૪૭,૦૩૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૮૭૭ ખૂલી ઉપરમાં ૪૬,૦૨૦ અને નીચામાં ૪૫,૫૬૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૯ વધીને ૪૫,૮૮૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૨ વધીને ૪૫,૯૦૦ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૮ વધીને ૪૫,૯૦૧ રૂપિયા બંધ રહ્યા હતા.

આ પણ વાંચો : ફેસલેસ અસેસમેન્ટ સામે આવકવેરાના અધિકારીઓનો વિરોધ: સરકારને પત્ર લખ્યો

રૂપિયો એક મહિનાના તળિયે

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિ અંગે વધેલી ચિંતાઓ અને ડૉલર મજબૂત થતાં ભારતીય રૂપિયો આજે એક મહિનાનાનીચલા સ્તરે પટકાયો હતો. ડૉલર સામે રૂપિયો ૩૧ પૈસા ઘટી ૭૧.૫૪ની સપાટીએ બંધ રહ્યો છે જે એક જ દિવસમાં ૦.૪૪ ટકાનો ઘટાડો છે. આવો એક જ દિવસનો મોટો ઘટાડો છેલ્લા એક મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ આજે ૦.૦૭ ટકા વધી ૯૮.૫૨ની સપાટીએ હતો અને એના કારણે રૂપિયા ઉપર દબાણ જોવા મળી રહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 10:07 AM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK