Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વાઇરસ પર અંકુશ આવી રહ્યો હોવાની આશાએ સોનામાં જોરદાર તેજી

વાઇરસ પર અંકુશ આવી રહ્યો હોવાની આશાએ સોનામાં જોરદાર તેજી

07 April, 2020 09:56 AM IST | Mumbai
Bullion Watch

વાઇરસ પર અંકુશ આવી રહ્યો હોવાની આશાએ સોનામાં જોરદાર તેજી

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારોમાં ધીમે-ધીમે આત્મવિશ્વાસ પરત આવી રહ્યો હોય એવું વાતાવરણ ગઈ કાલે જોવા મળી રહ્યું હતું. કોરોના વાઇરસમાં ઇટલી, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં નવા કેસની સંખ્યા ઘટી છે અને અમેરિકામાં કેન્દ્રબિંદુ એવા ન્યુ યૉર્કમાં પણ નવા કેસની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ યુરોપ, જપાન અને અમેરિકા નવાં આર્થિક પૅકેજની તૈયારી કરી રહ્યાં હોવાથી શૅરબજારમાં નવી ખરીદી જોવા મળી રહી છે. આ આત્મવિશ્વાસના સહારે સોના અને ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે.

કોમેક્સ ખાતે સોનું જૂન વાયદો ૧.૫૭ ટકા કે ૨૫.૯૦ ડૉલર વધી ૧૬૭૧.૬૦ અને હાજરમાં ૧.૩૪ ટકા કે ૨૧.૬૮ ડૉલર વધી ૧૬૪૨.૪૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી મે વાયદો ૨.૩૯ ટકા કે ૩૫ સેન્ટ વધી ૧૪.૮૪ ડૉલર અને હાજરમાં ૧.૮૩ ટકા કે ૨૬ સેન્ટ વધી ૧૪.૬૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ભારતીય વાયદા બજારો ગઈ કાલે મહાવીર જયંતીની જાહેર રજાના કારણે બંધ રહ્યા હતા, જ્યારે હાજર બજાર દેશવ્યાપી લૉકડાઉનના કારણે બંધ છે.



દરમિયાન સ્વિટ્ઝરલૅન્ડની ત્રણ ગોલ્ડ રિફાઇનરને કામકાજ શરૂ કરવાની પરવાનગી મળી હોવાથી સોનાનો પુરવઠો પણ વધે એવી ધારણા રાખવામાં આવી રહી છે. આ પુરવઠાના આધારે લંડન ખાતેના હાજર બજાર અને અમેરિકાના વાયદા બજાર વચ્ચેના તફાવતમાં અને પ્રાઇસ ડિસ્કવરીને પણ ટેકો મળશે એવી આશા રાખવામાં આવી રહી છે. એશિયા, યુરોપનાં શૅરબજાર મજબુત જોવા મળી રહ્યાં છે, જ્યારે અમેરિકામાં સ્ટૉક ફ્યુચર્સ તેજીનો સંકેત આપી રહ્યા છે. વાઇરસ પર કાબૂ મેળવી લેવામાં આવે એ પછી પણ બે મહત્ત્વની અડચણ ઊભી છે. એક વૈશ્વિક અર્થતંત્ર લૉકડાઉનમાંથી કેટલી ઝડપથી બહાર નીકળશે અને બીજું, સ્ટીમ્યુલ્સના કારણે ફુગાવાની શક્યતા કેટલી. જો ફુગાવો વધશે તો સોનાના ભાવ માટે એ એક મોટો પડકાર બની શકે છે.


ભારતમાં માર્ચમાં આયાત સાત વર્ષના તળિયે

માર્ચ ૨૦૨૦માં ભારતમાં સોનાની આયાત ૭૩ ટકા જેટલી ઘટી ગઈ હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બજારમાં ઊંચા ભાવ અને કોરોના વાઇરસના લૉકડાઉનના કારણે ઘટી રહેલી માગના કારણે આયાત લગભગ સાડાછ વર્ષમાં સૌથી ઓછી રહી છે. માર્ચ ૨૦૨૦માં ભારતની સોનાની કુલ આયાત માત્ર ૨૫ ટન રહી છે જે ગયા વર્ષે ૯૩.૨૪ ટન હતી. વિશ્વમાં સોનાના બીજા ક્રમના સૌથી મોટા આયાતકાર દેશમાં સોનાના ભાવ વિક્રમી સપાટી પર છે. દેશમાં આર્થિક મંદી ચાલી રહી છે અને ગ્રાહકોની ખરીદી છેલ્લા છ મહિનાથી સતત ઘટી રહી છે. મૂલ્યની દૃષ્ટિએ ભારતમાં માર્ચ ૨૦૨૦ની આયાત ૬૩ ટકા ઘટી ૧.૨૨ અબજ ડૉલર રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 09:56 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK