Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બ્રેક્ઝિટની અનિશ્ચિતતાથી સોનામાં નીચલા મથાળે કરન્ટ, ભાવ 1500 ડૉલર નીચે

બ્રેક્ઝિટની અનિશ્ચિતતાથી સોનામાં નીચલા મથાળે કરન્ટ, ભાવ 1500 ડૉલર નીચે

24 October, 2019 11:09 AM IST | મુંબઈ
બુલિયન વૉચ

બ્રેક્ઝિટની અનિશ્ચિતતાથી સોનામાં નીચલા મથાળે કરન્ટ, ભાવ 1500 ડૉલર નીચે

ગોલ્ડ

ગોલ્ડ


ભારતમાં તહેવારના કારણે થોડી માગ વધશે અને વૈશ્વિક બજારમાં બ્રિટનના બ્રેક્ઝિટની અનિશ્ચિતતા વધતાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ સોનાના હાજર અને વાયદા વધ્યા હતા, જ્યારે ચાંદીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.

બ્રેક્ઝિટના મામલે બ્રિટન ફરી એક વખત વધારે સમય માગે એવી સ્થિતિના કારણે મંગળવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો તે ૧૪૮૮.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. આજે વૈશ્વિક બજારમાં સોનું ૧૪૯૨.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ વધારે મજબૂત હતું. ન્યુ યૉર્કના કોમેક્સમાં ડિસેમ્બર ગોલ્ડ વાયદો કાલે ૧૪૮૭.૫ ડૉલરની સપાટીએ બંધ હતો જે ગઈ કાલે વધી ૧૪૯૪.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો ૧૭.૫ના બંધ સામે ૧૭.૫૬૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.



એશિયા અને યુરોપનાં શૅરબજારમાં બ્રેક્ઝિટના મામલે થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને અમેરિકન શૅરબજાર પણ નરમ ખૂલે એવી આશા છે એટલે જોખમ સામે સુરક્ષિત એવા સોનાના ભાવમાં થોડી ખરીદીનો દોરીસંચાર જોવા મળ્યો હતો. બ્રિટનની સંસદે મંગળવારે વડા પ્રધાન બૉરીસ જૉન્સનનો પ્રસ્તાવ રદ કરી યુરોપિયન સંઘ સામે વધારાની મુદત માગવાનું નક્કી કર્યું છે. જૉન્સન આ સામે ચૂંટણી યોજવાની ધમકી આપી રહ્યા છે. આ કારણોસર યુરોપિયન સંઘ અને બ્રિટનની અર્થવ્યવસ્થા ઉપર ફટકો પડશે એવી ધારણાએ શૅરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


ભારતમાં હાજર બજારમાં મુંબઈ સોનું ૧૦૦ વધી ૩૯,૫૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૫ વધી ૩૯,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૯૪૪ ખૂલી ઉપરમાં ૩૮,૦૯૯ અને નીચામાં ૩૭,૯૪૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૮૨ વધીને ૩૮,૦૬૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૪૧૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૮ વધીને બંધમાં ૩૮,૧૪૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૨૦૦ ઘટી ૪૬,૫૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૯૦ ઘટી ૪૬,૫૯૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૩૧૫ ખૂલી ઉપરમાં ૪૫,૫૨૦ અને નીચામાં ૪૫,૩૦૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨૮ વધીને ૪૫,૪૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૨૬ વધીને ૪૫,૪૨૦ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૨૫ વધીને ૪૫,૪૧૯ રૂપિયા બંધ રહ્યા હતા.


ડૉલર સામે રૂપિયો મજબૂત

ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવ સામે શૅરબજારમાં વિદેશી સંસ્થાઓના રોકાણના કારણે ડૉલર બહાર જઈ રહ્યો હોવાથી મિશ્ર હવામાન વચ્ચે ભારતીય રૂપિયો ડૉલર સામે આજે મજબૂત બંધ આવ્યો હતો. બ્રેક્ઝિટના કારણે મજબૂત ડૉલર સામે રૂપિયો પણ મંગળવારના બંધ ૭૦.૯૪ સામે ઘટી ૭૧.૦૧ ઉપર ખૂલી વધારે ઘટી ૭૧.૦૩ થયા બાદ દિવસના અંત ભાગમાં વધ્યો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે ૩ પૈસા વધી ૭૦.૯૧ની સપાટીએ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 11:09 AM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK