Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રેડ-વૉરનો અંત નજીક એવી અપેક્ષાએ સોનાના ભાવમાં સાંકડી વધઘટ

ટ્રેડ-વૉરનો અંત નજીક એવી અપેક્ષાએ સોનાના ભાવમાં સાંકડી વધઘટ

23 October, 2019 12:04 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

ટ્રેડ-વૉરનો અંત નજીક એવી અપેક્ષાએ સોનાના ભાવમાં સાંકડી વધઘટ

ગોલ્ડ

ગોલ્ડ


સોના અને ચાંદીના ભાવમાં વિદેશી બજારમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી રહી છે. વૈશ્વિક શૅરબજાર તેજીમાં છે અને ચીન અને અમેરિકા વ્યાપાર મંત્રણામાં આગળ વધી રહ્યા છે એટલે ભાવમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. સોનાની સુરક્ષિત રોકાણની માગણીને ટેકો આપે એવા એક પણ પરિબળ અત્યારે બજારમાં મોજૂદ નહીં હોવાથી ભાવ હજી પણ ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની મહત્ત્વની સપાટીથી ઘણા દૂર છે.

સોમવારે ડોનલ્ડ ટ્રમ્પે ચીન સાથે થઈ રહેલી ટ્રેડ વિશેની મંત્રણા અંગે સંતોષ જાહેર કર્યો હતો. એવા નિર્દેશ મળી રહ્યા છે કે વિશ્વના આ બે સૌથી મોટા અર્થતંત્ર આગામી મહિને વ્યાપાર સંધિની જાહેરાત કરી શકે છે. કંપનીઓનાં પરિણામો સારાં આવી રહ્યાં હોવાથી અમેરિકન સ્ટૉક માર્કેટ વિક્રમી ઊંચાઈઓની નજીક છે. બ્રિટન અને યુરોપિયન સંઘની સંધિનું ભાવિ અધ્ધરતાલ છે એટલે એનાથી પણ ચળકતી ધાતુ માટે સારા સમાચાર આવી રહ્યા નથી.



શુકવારે વિદેશી બજારમાં સોનાનો હાજરભાવ ૧૪૯૦.૬૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. સોમવારે એ ઘટી ૧૪૮૪.૭ ડૉલર પ્રતિ ઔંસ હતો અને ગઈ કાલે એ ૧૪૮૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્ક ખાતે કોમેક્સ ડિસેમ્બર વાયદો સોમવારે ૧૪૮૮.૧૦ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલે ૧૪૮૮.૧૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીનો વાયદો શુક્રવારે ૧૭.૬૦૨ ડૉલર બંધ હતો જે ગઈ કાલે ૧૭.૫૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. મુંબઈ હાજર સોનું ૧૦૫ ઘટી ૩૯,૪૬૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫ ઘટી ૩૯,૫૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૮૮૩ ખૂલી, ઉપરમાં ૩૭,૯૫૦ અને નીચામાં ૩૭,૮૨૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫ વધીને ૩૭,૯૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.


ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૩૬૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ આક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૨૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૦ વધીને બંધમાં ૩૮,૦૨૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના હાજરમાં ભાવ મુંબઈ ખાતે ૬૦ વધી ૪૬,૭૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૮૦ વધી ૪૬,૭૮૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૩૪૦ ખૂલી ઉપરમાં ૪૫,૬૧૬ અને નીચામાં ૪૫,૨૦૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૭ વધીને ૪૫,૫૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૬૮ વધીને ૪૫,૫૨૪ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૬૨ વધીને ૪૫,૫૨૪ રૂપિયા બંધ રહ્યા હતા.


રૂપિયો બે સપ્તાહની ટોચે

ભારતીય ચલણ રૂપિયો ડૉલર સામે બે મહિનાની ટોચની નજીક પહોંચી ગયો છે. ભારતીય શૅરબજારમાં સતત છ દિવસથી વિદેશી સંસ્થાઓની ખરીદી, ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ થશે એવી આશાએ ઇમર્જિંગ માર્કેટનાં દરેક ચલણ ડૉલર સામે વધી રહ્યાં છે. શુકવારના બંધ સામે રૂપિયો ૨૦ પૈસા કે ૦.૨૮ ટકા વધી ૭૦.૯૪ની સપાટીએ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 12:04 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK