Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનાની 2000 ડૉલરની સપાટી પાર કરવા સામે ગતિરોધ

સોનાની 2000 ડૉલરની સપાટી પાર કરવા સામે ગતિરોધ

04 August, 2020 10:28 AM IST | Mumbai
Bullion Watch

સોનાની 2000 ડૉલરની સપાટી પાર કરવા સામે ગતિરોધ

ગોલ્ડ

ગોલ્ડ


સોમવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ફરી એક વખત ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. કૉમેકસ ઑક્ટોબર વાયદો એક તબક્કે ૧૯૮૭ ડૉલર પ્રતિ ઔંસ થયો હતો, પણ વધતા ડૉલર અને નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ ફરી પ્રોફિટ બુકિંગ આવતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીથી ફરી ઊછળ્યો હતો. જોકે બજારમાં એવી માન્યતા છે કે અમેરિકામાં અર્થતંત્ર નબળું છે અને તેમાં રીકવરી ધારણા કરતાં મોડી આવશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એટલે ડૉલરમાં ચોક્કસ ઘટાડો જોવા મળશે અને તેના કારણે સોનાના ભાવમાં ફરી ઉછાળો આવશે.

આજે કૉમેકસ ડિસેમ્બર સોનું અત્યારે ૧.૪૦ ડૉલર ઘટી ૧૯૮૪.૫૦, ઑક્ટોબર વાયદો ૦.૩૪ ટકા ઘટી ૧૯૬૭.૧૦ ડૉલર પ્રતિ ઔંસ છે અને હાજરમાં ભાવ ૧૩.૯૮ ડૉલર ઘટી ૧૯૬૩.૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.



શું ૨૦૦૦ ડૉલર ઐતિહાસિક ઊંચી સપાટી છે?


આંકડાકીય રીતે સપ્ટેમ્બર ૨૦૧૧ની ૧૯૨૦ ડૉલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ સપાટી પાર કરી સોનું અત્યારે નવી વિક્રમી સપાટી ઉપર છે પણ ફુગાવો ગણતરીમાં લઈએ તો સોનાના ભાવ હજુ નરમ છે અને ઐતિહાસિક ઊંચી સપાટી ઉપર નથી. આ રીસર્ચ અનુસાર સોનાના વર્તમાન ભાવ હજુ ૨૦૦ ડૉલર પ્રતિ ઔંસ સપ્ટેમ્બર ૨૦૧૧ની સપાટી કરતાં નીચા છે. ફુગાવાની અસર અને અન્ય પરિબળો ધ્યાનમાં લઈઅે તો ૧૯૮૦ના વિક્રમી ભાવ ૮૪૩ ડૉલર પ્રતિ ઔંસનો ભાવ આજના ભાવ ૨૮૦૦ ડૉલર પ્રતિ ઔંસ થાય છે. સોનાના ભાવમાં જો હકીકતે સર્વોચ્ચ સપાટી હોય તો ભાવ ૨૮૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર કરવા જોઈએ એમ આ રીસર્ચ જણાવે છે.

સોનું હાજરમાં મક્કમ, વાયદામાં નરમ


ડૉલર સામે નરમ રૂપિયો અને વૈશ્વિક બજારમાં શુક્રવારે સામે વધેલા સોનાના ભાવના કારણે આજે હાજરમાં મુંબઈ ખાતે સોનું ૨૦૦ વધી ૫૫,૯૦૦ અને અમદાવાદ ખાતે ૨૧૫ વધી ૫૫,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી ઉપર છે. ભારતમાં ભાવ છેલ્લા એક સપ્તાહથી રોજ નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી રહ્યા છે. જોકે વાયદામાં ભાવ નરમ રહ્યા હતા.

સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૪,૧૯૪ ખૂલી, ઉપરમાં ૫૪,૧૯૯ અને નીચામાં ૫૩,૫૬૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૯ ઘટીને ૫૩,૭૭૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૫૪ વધીને ૮ ગ્રામદીઠ ૪૩,૩૮૦ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૪ વધીને ૧ ગ્રામદીઠ ૫૪૧૩ થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૩૮ વધીને બંધમાં ૫૩,૮૨૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

નવા સપ્તાહે પણ ચાંદીનો તેજીમય પ્રારંભ

આઠ સપ્તાહ સુધી સતત વધ્યા પછી પણ ચાંદીના ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે. આજે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૫૯ ટકા કે ૧૪ સેન્ટ વધી ૨૪.૩૬ ડૉલર પ્રતિ ઔંસ છે જ્યારે હાજરમાં ૦.૯૭ ટકા કે ૨૪ સેન્ટ ઘટી ૨૪.૧૫ ડૉલરની સપાટી ઉપર છે. ચાંદીના ભાવ પણ સોનાની જેમ ડૉલરની વૃદ્ધિ સાથે ઘટી ગયા હતા પણ બજારમાં માગ કરતાં પુરવઠો ઓછો હોવાથી હજુ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી.

મુંબઈ હાજર ચાંદી આંશિક રીતે ૩૫ ઘટી ૬૬,૪૦૦ અને અમદાવાદ ખાતે ૫૫ ઘટી ૬૬,૩૬૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટી હતી. જોકે વાયદામાં ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૫,૬૫૬ ખૂલી, ઉપરમાં ૬૫,૯૫૧ અને નીચામાં ૬૫,૩૧૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૭૦૮ વધીને ૬૫,૬૯૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૬૬૬ વધીને ૬૫,૭૨૯ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૬૬૫ વધીને ૬૫,૭૨૨ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થતાં રૂપિયો ગગડ્યો

ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ, અર્થતંત્રને નબળું ચીતરતાં ડેટા અને વૈશ્વિક બજારમાં ડૉલર મજબૂત થતાં ભારતનો રૂપિયો આજે તીવ્ર રીતે ઘટી ગયો હતો. ડૉલર સામે ૭૪.૮૧ની સપાટીએ શુક્રવારે બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૮૮ની નરમ સપાટીએ ખૂલી દિવસની નીચી સપાટી ૭૫.૦૩ થઈ દિવસના અંતે ૨૦ પૈસા ઘટી ૭૫.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો. ડૉલર મજબૂત થતાં ભારતીય ચલણ આજે યેન, યુરો અને બ્રિટિશ પાઉન્ડ સામે વધ્યો હતો.

દરમ્યાન છ સપ્તાહથી સતત ઘટી રહેલો ડૉલર આજે મજબૂત જોવા મળ્યો હતો. અમેરિકન ચલણનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગત સપ્તાહે બે વર્ષની નીચી સપાટી ૯૨.૫૨૩ પટકાયો હતો. જોકે હવે તેમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૬૮ ટકા વધી ૯૩.૯૫૩ની સપાટી ઉપર છે. આજે ડૉલર યુરો, યેન, બ્રિટિશ પાઉન્ડ, કેનેડિયન ડૉલર અને સ્વીસ ફ્રાંક સામે પણ વધ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2020 10:28 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK