કોરોનાના ઘટતા કેસ અને ઇકૉનૉમિક રિકવરી અનેક દેશોમાં જોવા મળતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ નબળું પડ્યું હતું તેમ જ ડૉલરની તેજીના કારણે સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હતી જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૬૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૭૬ રૂપિયા તૂટ્યાં હતાં.
વિદેશી પ્રવાહો
વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૮૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. યુરોપિયન દેશો અને અમેરિકા સહિતના નોર્થ અમેરિકન દેશોમાં મંગળવારે એક લાખ કરતાં ઓછા સંક્રમિત કેસ આવ્યા હતા જેનાથી કોરોનાનો ભય ઘટ્યો હતો. મંગળવારે અમેરિકામાં ૬૪,૦૦૦, બ્રિટનમાં ૧૦,૦૦૦, ફ્રાન્સમાં ૧૬,૦૦૦ અને રશિયામાં ૧૪,૦૦૦ નવા સંક્રમિત કેસ આવતાં અમેરિકન ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં મોટો સુધારો જોવા મળ્યો હતો જેનાથી સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું. સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સતત નબળું પડી રહ્યું છે અને ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડમાં કોઈ મોટો ઉછાળો આવે તેવા કોઈ સંકેત મળતાં ન હોઈ વર્લ્ડ માર્કેટમાં સોનું મંગળવારે એક તબક્કે ઘટીને ૧૭૮૫.૮૯ ડૉલર થયું હતું. અમેરિકન ડૉલરની તેજીને પગલે પ્રેસિયસ મેટલ કૉમ્પ્લેક્સમાં સોનું, ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ તમામમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
જપાનનું એક્સપોર્ટ જાન્યુઆરીમાં ૬.૪ ટકા વધ્યું હતું જે સતત બીજે મહિને વધ્યું હતું અને માર્કેટની બે ટકા વધારાની ધારણા કરતાં ઘણું જ વધુ હતું જ્યારે જપાનની ઇમ્પોર્ટ જાન્યુઆરીમાં ૯.૫ ટકા ઘટી હતી જે માર્કેટની ૬ ટકા ઘટાડાની ધારણા કરતાં વધુ ઘટી હતી. અમેરિકાના હોટેલ, ક્રૂઝ અને અન્ય હૉસ્પિટાલિટી બિઝનેસ કંપનીઓને કોરોના વાઇરસની અસર થતાં ફાઇનૅન્શિયલ રિઝલ્ટ નબળાં આવ્યાં હતાં તેમ છતાં અમેરિકાના ત્રણેય સ્ટૉક ઇન્ડેક્સ મંગળવારે ઓવરનાઇટ ફરી એક વખત ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકન ટ્રેઝરી ૧૦ યર બૉન્ડના યીલ્ડમાં ૧.૨૯ ટકાનો વધારો થયો હતો જે ફેબ્રુઆરી-૨૦ પછીનો સૌથી વધુ હતો. અમેરિકા અને જપાનના સ્ટ્રોંગ ઇકૉનૉમિક ડેટા અને સ્ટૉક ઇન્ડેક્સમાં નવી તેજીથી સોનાનું સેફ હેવન સ્ટેટ્સ વધુ નબળું પડ્યું હતું.
શોર્ટ ટર્મ-લોંગ ટર્મ
અમેરિકાની હાઉસ બજેટ કમિટી જો બાઇડનની ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની દરખાસ્તની તૈયારીના ફાઇનલ દસ્તાવેજ કરવામાં વ્યસ્ત છે, આ કમિટીની દરખાસ્ત આગામી સપ્તાહે વોટિંગ માટે મૂકવામાં આવશે. બાઇડનની ૧.૯ ટ્રિલ્યન ડૉલરની દરખાસ્ત ૧૪ માર્ચે એક્સપાયર થશે, આથી તે પહેલાં તેની મંજૂરી મેળવવી આવશ્યક છે. બાઇડનના ૧.૯ ટ્રિલ્યન ડૉલરની તેજી સોનાના ભાવ પર ઓલરેડી આવી ચૂકી છે. હાલ ઇકૉનૉમિક રિકવરી, વૅક્સિનેશન પોગ્રામની સફળતા અને ડૉલરની તેજીને કારણે સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હોઈ મનોવૈજ્ઞાનિક દબાણ પણ વધ્યું છે. સોનામાં તેજી માટે હવે કોઈ નવા કારણની જરૂર છે જે હાલ માર્કેટ પાસે નથી, આથી શોર્ટ ટર્મ સોનું હજી વધુ ઘટી શકે છે. બાઇડન દ્વારા રિલીફ પૅકેજની મંજૂરી બાદ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડિંગ માટે બજેટની માગણીની દરખાસ્તના કદ પરથી સોનાની લોંગ ટર્મ તેજીનું ભાવિ નક્કી થશે.
શૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 ISTફેડ ચૅરમૅન જેરોમ પૉલની કમેન્ટ બાદ ડૉલર ઘટતાં સોનામાં મજબૂતી યથાવત
25th February, 2021 09:06 ISTએનએસઈમાં કામકાજ ઠપ : કરોડોના સોદા અટક્યા
25th February, 2021 09:06 ISTઅમેરિકન ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનાએ 1800 ડૉલરની સપાટી ઓળંગી : સતત બીજા દિવસે તેજી
24th February, 2021 10:31 IST