વૈશ્વિક બજારમાં તેજીવાળા અને મંદીવાળા વચ્ચેની લડાઈમાં અત્યારે સંધિ થઈ હોય એમ સોનું અને ચાંદી શુક્રવારે સ્થિર જોવા મળી રહ્યા હતા પણ અમેરિકન સત્ર શરૂ થતાંની સાથે જ ફરી મંદીવાળા મેદાનમાં આવી ગયા છે અને ભાવમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું અને ચાંદી ફરી પાંચ મહિનાની નીચી સપાટીએ પટકાયા છે અને મહત્વના સ્તરથી પણ નીચે છે. બે દિવસના ટેકા બાદ ભાવઘટાડો આવતાં સોનું આ સપ્તાહે ૧૦૦ ડૉલર અને ચાંદી ૨ ડૉલર જેટલા નીચા છે.
અમેરિકન સત્ર શરૂ થતાંની સાથે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૫૯ ટકા કે ૧૦.૭ ડૉલર ઘટી ૧૮૦૦.૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર અને હાજરમાં ૧૭.૬૪ ડૉલર ઘટી ૧૭૯૮.૧૬ ડૉલરની સપાટી ઉપર છે. ડિસેમ્બર વાયદો પણ ૧૮૦૦ ડૉલરની નીચે જોવા મળી રહ્યો છે. ચાંદી માર્ચ વાયદો ૨.૨૨ ટકા કે ૫૨ સેન્ટ ઘટી ૨૨.૯૩ ડૉલર અને હાજરમાં ૨.૫૫ ટકા કે ૬૦ સેન્ટ ઘટી ૨૨.૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
વૈશ્વિક બજારના પડખે ભારતમાં સોનું નરમ
વૈશ્વિક બજારમાં અર્થતંત્ર અંગે વધી રહેલા આશાવાદમાં જોખમ સામે સુરક્ષા છોડી દેવાના કારણે સોનાના ભાવમાં ઘટાડાની સાથે ભારતમાં પણ ભાવ ઘટ્યા છે. આ સપ્તાહ દરમ્યાન ભારતમાં હાજર સોનાના ભાવ ૧૪૬૦ રૂપિયા કે ૨.૮ ટકા અને ચાંદીના ભાવ ૧૨૫૦ રૂપિયા કે ૧.૯૯ ટકા ઘટ્યા છે. ભારતમાં હાજર બજારમાં સોનું અને ચાંદી નરમ રહ્યાં હતાં. ગઈ કાલે મુંબઈ સોનું ૪૦ ઘટી ૫૦,૭૩૦ અને અમદાવાદ ૩૦ ઘટી ૫૦,૬૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા.
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૫૦૮ ખૂલી, ઉપરમાં ૪૮,૬૪૭ અને નીચામાં ૪૮,૪૧૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૬૮ વધીને ૪૮,૫૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૪૯૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૪૧૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૭૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩ વધીને બંધમાં ૪૮,૬૦૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ હાજર ૧૩૦ ઘટી ૬૨,૧૯૦ અને અમદાવાદ ખાતે ૧૭૦ ઘટી ૬૨,૧૩૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૯,૫૦૭ ખૂલી, ઉપરમાં ૫૯,૯૫૦ અને નીચામાં ૫૯,૧૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૫૪ ઘટીને ૫૯,૮૧૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૩ વધીને ૫૯,૮૮૭ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૬ વધીને ૫૯,૯૬૬ રૂપિયા બંધ રહ્યા હતા.
પાંચ સત્રના ઉછાળા પછી ડૉલર સામે રૂપિયો નરમ, સાપ્તાહિક રીતે વૃદ્ધિ
શૅરબજારમાં સામાન્ય ઘટાડો, પાંચ દિવસથી વધી રહેલા મૂલ્ય બાદ ગઈ કાલે ડૉલર સામે રૂપિયો નરમ પડ્યો હતો. માસાંતે આયાતકારોની ડૉલર માગ, ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવ અને બીજા ક્વૉર્ટરના જીડીપીના આંકડા જાહેર થયા પહેલા બજારમાં સાવચેતી જોવા મળી રહી હતી.
ગુરુવારે ડૉલર સામે ૭૩.૮૮ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે વધીને ૭૩.૮૦ ખૂલ્યા બાદ ફરી તેજીમાં ૭૩.૭૬ થયો હતો પણ પછી ડૉલરની માગ નીકળતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે આગલા બંધથી ૧૭ પૈસા ઘટી ૭૪.૦૫ બંધ આવ્યો હતો. ગત સપ્તાહે ડૉલર સામે ૪૬ પૈસા વધ્યા બાદ આ સપ્તાહે પણ ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા વધ્યો છે.
દેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ
15th January, 2021 14:43 ISTકૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે
15th January, 2021 14:22 ISTતુવેરની આયાત માટે આફ્રિકન દેશો સાથે ભારત સરકારના ફરી કરાર
15th January, 2021 14:17 ISTખાદ્ય તેલોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતાં સરકારની આયાત ડ્યુટી ઘટાડવા વિચારણા
15th January, 2021 14:08 IST