Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના વાઇરસ વૈશ્વિક આપત્તિ જાહેર થશે એવી આશાએ સોના-ચાંદીમાં ફરી ઉછાળો

કોરોના વાઇરસ વૈશ્વિક આપત્તિ જાહેર થશે એવી આશાએ સોના-ચાંદીમાં ફરી ઉછાળો

31 January, 2020 10:28 AM IST | Mumbai
Bullion Watch

કોરોના વાઇરસ વૈશ્વિક આપત્તિ જાહેર થશે એવી આશાએ સોના-ચાંદીમાં ફરી ઉછાળો

ગોલ્ડ

ગોલ્ડ


સોનાના ભાવમાં બુધવારે સાંજે જોવા મળેલી તેજી આજે પણ મક્કમ રીતે આગળ વધી રહી છે. ચીનમાં કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો છે અને એને કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ પર અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કટોકટી માટે વૈશ્વિક આપત્તિ જાહેર કરે એવી શક્યતાએ ભાવને ટેકો મળી રહ્યો છે. ભારતીય બજારમાં પણ બે દિવસનો ઘટાડો પચાવીને સોના-ચાંદીના ભાવ ઊછળ્યા હતા.

વિમાની કંપનીઓએ સર્વિસ ઘટાડી નાખી છે અથવા બંધ કરી દીધી છે. કેટલીક કંપનીઓએ ચીનમાં પોતાનાં ઑપરેશન્સ ઘટાડી દીધાં કે અથવા બંધ કર્યાં છે. વૈશ્વિક અર્થતંત્ર ટ્રેડ-વૉર બાદ સુધારા તરફ આગળ વધી રહ્યું હતું ત્યાં જ આ આફત આવી પડતાં ફરી સોનાની તેજી માટેનાં કારણ જોવા મળી રહ્યાં છે.
વૈશ્વિક બજારમાં સોનું વાયદો ૦.૪૪ ટકા કે ૬.૮૫ ડૉલર વધી ૧૫૭૭.૨૫ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૧.૩૫ ટકા કે ૨૩ સેન્ટ વધી ૧૭.૭૨૩ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યા હતા. હાજરમાં સોનું ૧.૬૬ ડૉલર વધી ૧૫૭૮.૪૮ અને ચાંદી ૧૮ સેન્ટ વધી ૧૭.૭૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતાં.

હાજર બજારમાં ભારતમાં સોનું ૩૭૦ વધી ૪૨,૦૨૦ અને અમદાવાદ ખાતે ૪૬૦ વધી ૪૨,૧૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યા હતા. વૈશ્વિક બજારમાં ભાવમાં થોડી મજબૂતી અને ભારતમાં ડૉલર મોંઘો થતાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને એને પગલે ચાંદી પણ વધી હતી.



સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૪૮૬ ખૂલી, ઉપરમાં ૪૦૭૭૪ અને નીચામાં ૪૦૪૭૨ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૩૭૮ વધીને ૪૦૭૨૮ રૂપિયા બંધ રહ્યો હતો.

મુંબઈમાં હાજર ચાંદી ૬૯૦ વધી ૪૭,૪૬૦ અને અમદાવાદમાં ૭૦૦ વધી ૪૭,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ આવ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫૭૪૦ ખૂલી, ઉપરમાં ૪૬૩૦૦ અને નીચામાં ૪૫૭૪૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૯૬ વધીને ૪૬૨૪૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૬૯૫ વધીને ૪૬૨૬૨ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૬૯૫ વધીને ૪૬૨૬૪ રૂપિયા બંધ રહ્યા હતા.


રૂપિયામાં કડાકો, ત્રણ સપ્તાહની નીચી સપાટીએ

કોરાના વાઇરસમાં દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. બીજી તરફ ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાઓ મૂડી પાછી ખેંચી રહી હોવાથી આજે ડૉલર સામે રૂપિયો ત્રણ સપ્તાહની નીચી સપાટીએ બંધ આવ્યો હતો. બુધવારે ૭૧.૨૭ની સપાટી સામે રૂપિયો આજે ૭૧.૩૯ની નબળી સપાટીએ ખૂલ્યો હતો અને પછી સતત દબાણમાં રહ્યો હતો. દિવસના અંતે એ ૨૨ પૈસા ઘટીને ૭૧.૪૯ની સપાટીએ બંધ
રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2020 10:28 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK