ટ્રમ્પને રજા મળશે એવી આશાઓ વચ્ચે ડૉલર ઘટતાં સોના-ચાંદીમાં ફરી ઉછાળો

Published: 6th October, 2020 11:37 IST | Bullion Watch | Mumbai

રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોરોનાની સારવાર સફળ ચાલી રહી છે અને તેમને જલદી રજા આપવામાં આવશે તેવા અહેવાલો વચ્ચે જોખમ ઉઠાવી ટ્રેડિંગ કરવાની વૃત્તિ નાણાકીય બજાર, શૅરબજાર અને કૉમોડિટીઝ બજારમાં જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોરોનાની સારવાર સફળ ચાલી રહી છે અને તેમને જલદી રજા આપવામાં આવશે તેવા અહેવાલો વચ્ચે જોખમ ઉઠાવી ટ્રેડિંગ કરવાની વૃત્તિ નાણાકીય બજાર, શૅરબજાર અને કૉમોડિટીઝ બજારમાં જોવા મળી રહી છે. ડૉલર શુક્રવારની ૯૪.૦૮ની ઊંચી સપાટી સામે નરમ પડી રહ્યો છે, શૅરબજારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, બૉન્ડના યીલ્ડ નરમ છે અને આ બધાની વચ્ચે સોના અન ચાંદીના ભાવમાં પણ નીચલી સપાટીએથી વધારો થઈ રહ્યો છે. જોકે શૅરબજારની તેજી અને કોઈ અન્ય મોટા પરિબળના ભાવે સોનું ફરી ૧૮૯૦થી ૧૯૧૦ ડૉલરની સપાટીમાં અથડાઈ રહ્યું છે.

શુક્રવારે અમેરિકન બજારમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્નીને કોરોના વાઇરસની અસર જોવા મળ્યા બાદ બજારમાં કડાકા જોવા મળ્યા હતા. ટ્રમ્પની બીમારીના કારણે અમેરિકન ચૂંટણી ઉપર અનિશ્ચિતતાનાં વાદળ જોવા મળ્યા હતા, પણ સોમવાર સુધીમાં તેમને રજા આપી દેવામાં આવે એવા અહેવાલો વચ્ચે જોખમ ઉઠાવવાની વૃત્તિ જોવા મળી હતી. આ વૃત્તિની સાથે ડૉલર નબળો પડ્યો હતો અને શૅરબજારમાં તેજી જોવા મળી હતી. ડૉલરની નબળાઈના કારણે સોનાના ભાવમાં પણ ફરી વૃદ્ધિ જોવા મળી છે. ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે એક તબક્કે ૯૪.૦૮ હતો જે અત્યારે ૯૩.૫૦ની સપાટી ઉપર ચાલી રહ્યો છે.

અનિશ્ચિત વાતાવરણ વચ્ચે સોનાનો વાયદો શુક્રવારે ૧૮૯૫ ડૉલર થયો હતો. ગત સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનું ૨.૨ ટકા વધ્યું અને ચાંદી ૪.૧ ટકા વધ્યું હતું. સોમવારે એશિયન સત્રમાં એક તબક્કે તે ૧૮૯૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતો. ચાંદીનો વાયદો પણ ગઈ કાલે એક તબક્કે ૨૩.૮૧૨ ડૉલર હતો. ગઈ કાલે અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે કોમેક્સ સોનું ડિસેમ્બર વાયદો ૦.૩૫ ટકા કે ૬.૭૦ ડૉલર વધી ૧૯૧૪.૩૦ અને હાજરમાં ૦.૪૩ ટકા કે ૮.૧૧ ડૉલર વધી ૧૯૦૭.૯૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો ૦.૬૫ ટકા કે ૧૬ સેન્ટ વધી ૨૪.૧૯ અને હાજરમાં ૧.૦૧ ટકા કે ૨૪ સેન્ટ વધી ૨૩.૯૬ ડૉલર પ્રતિ ઔસની સપાટી ઉપર છે.

ભારતમાં હાજરમાં સોનું નરમ, ચાંદીમાં વૃદ્ધિ

ભારતીય હાજર બજારમાં સોનાના ભાવ નરમ જોવા મળ્યા હતા અને ચાંદી વધી હતી. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૬૦ ઘટી ૫૨,૨૩૫ અને અમદાવાદમાં ૧૭૦ ઘટી ૫૨,૩૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. ચાંદીમાં મુંબઈ હાજર ૪૯૫ વધી ૬૧,૯૮૦ અને અમદાવાદમાં ૫૧૦ વધી ૬૧,૯૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK