Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના ચીન સાથે સમજૂતીના નિવેદન પછી 1500 ડૉલરની સપાટી

ટ્રમ્પના ચીન સાથે સમજૂતીના નિવેદન પછી 1500 ડૉલરની સપાટી

27 September, 2019 09:57 AM IST | મુંબઈ
બુલિયન વૉચ

ટ્રમ્પના ચીન સાથે સમજૂતીના નિવેદન પછી 1500 ડૉલરની સપાટી

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકા અને ચીન વચ્ચે જલદી સમજૂતી થશે એવી જાહેરાત બાદ સોનાના ભાવમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો અને ચાંદીના ભાવ ૩.૪ ટકા ઘટી ગયા હતા. આ ઘટાડાની અસરથી ભારતમાં સોનું અને ચાંદી બન્ને ઘટ્યાં હતાં. આજે અમેરિકામાં બીજા ક્વૉર્ટરના આર્થિક વિકાસના આંકડા જાહેર થયા હતા. આ અનુસાર અમેરિકાનો વિકાસ બે ટકાના દરે થયો છે. આ આંકડાની જાહેરાત પછી પણ હાજર અને વાયદામાં સોનું ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બીજી તરફ મહાભિયોગની કાર્યવાહી પર પણ બજારની નજર છે.

ચીન સાથે સમજૂતી?



અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે ચીન અને અમેરિકા બહુ ઝડપથી ટ્રેડ-વૉરના મામલે સમજૂતીની જાહેરાત કરશે. આ ઉપરાંત અમેરિકા અને જપાને પોતાની વ્યાપાર-સંધિની જાહેરાત પણ બુધવારે કરી હતી. આ સમાચારના પગલે ડૉલરમાં ઉછાળો આવ્યો હતો અને સોનાના ભાવમાં કડાકો બોલી ગયો હતો.


ટ્રમ્પ સામે મહાભિયોગ

બીજી તરફ અમેરિકાની સંસદમાં ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની ટેલિફોનિક ચર્ચામાં ટ્રમ્પ સામેવાળા પર દબાણ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ મહાભિયોગથી ટ્રમ્પ સત્તાથી દૂર થશે કે નહીં એ ભવિષ્યની વાત છે, પણ અત્યારે સરકાર કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.


સરકારી કાર્યો અને ખરડા પાસ

કરવાની કાર્યવાહી અત્યારે ઠપ થઈ ગઈ છે જેની નાજુક આર્થિક પરિસ્થિતિમાં અસર જોવા મળી શકે છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૧૫૩૧.૭૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ મંગળવારે બંધ આવ્યું હતું જે બુધવારે ૧૫૦૭.૫૮ની સપાટીએ ગબડી ગયું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટૂંક સમયમાં વ્યાપાર-સંધિ થશે એવી ડોનલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે સોનાનો હાજરમાં ભાવ ૧૫૦૮.૧૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

ન્યુ યૉર્ક ખાતે ચાંદીના ભાવ બુધવારે ત્રણ ટકા ઘટીને ૧૮.૦૭ બંધ આવ્યા હતા. આજે વાયદો ૧૭.૯૬૫ ખૂલી અત્યારે ૧૮.૦૧૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે જે ૦.૩૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. બુધવારે સોનાનો વાયદો પણ ૧.૮૩ ટકા ઘટી ૧૫૧૨ ડૉલરની સપાટીએ બંધ આવ્યો હતો. આજે કૉમેક્સ વાયદો ૧૫૧૫.૪૫ ડૉલર પ્રતિ ઔંસ કે ૦.૨૦ ટકાની વૃદ્ધિ સાથે જોવા મળી રહ્યો છે.

ભારતમાં હાજર બજારમાં તીવ્ર ઘટાડો

બુધવારે વૈશ્વિક બજારમાં આવેલા ઘટાડાને પગલે ભારતીય બજારમાં પણ સોનું ઘટ્યું હતું. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૪૮૦ ઘટીને ૩૮,૮૦૦ રૂપિયા અને અમદવાદમાં ૪૭૫ ઘટીને ૩૮,૮૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું છે. ચાંદીના ભાવ ૩.૪ ટકા જેટલા ઘટી ગયા હતા.

જોકે વાયદામાં સોનામાં મજબૂતી જોવા મળી હતી. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૬૮૮ ખૂલી, ઉપરમાં ૩૭૬૮૮ અને નીચામાં ૩૭૫૧૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦ વધીને ૩૭૬૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩ વધીને ૮ ગ્રામદીઠ ૨૯,૯૯૯ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૩ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૬૫૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૩ વધીને બંધમાં ૩૭૬૦૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ચાંદી હાજર ૧૬૪૦ ઘટી ૪૬,૮૭૦ રૂપિયા અને અમદાવાદમાં ૧૬૬૫ ઘટી ૪૬,૯૬૫ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૭૪૯ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૬૭૪૯ અને નીચામાં ૪૬૩૩૪ રૂ‌પિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૦૬ ઘટીને ૪૬૪૭૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૩૦૧ ઘટીને ૪૬૫૦૪ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૯૭ રૂપિયા ઘટીને ૪૬૫૦૬ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો મજબૂત

ક્રૂડ ઑઇલના ઘટી રહેલા ભાવ અને અમેરિકા અને ચીન ટૂંક સમયમાં ટ્રેડ-વૉર અટકાવી વેપાર-સંધિની જાહેરાત કરશે એવી અપેક્ષાએ રૂપિયો ડૉલર સામે આજે મજબૂત થયો હતો. શૅરબજારમાં આજે આવેલા ઉછાળા અને વિદેશી સંસ્થાઓની ખરીદીની પણ અસર જોવા મળી હતી. રૂપિયો આજે ૭૦.૯૯ની સપાટી પર ખૂલ્યા બાદ વધીને ૭૦.૮૫ થયા પછી દિવસના અંતે ૧૬ પૈસા વધી ૭૦.૮૮ની સપાટીએ બંધ આવ્યો હતો. આ સપાટી છેલ્લે ૮ ઑગસ્ટે જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 09:57 AM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK