Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સલામતી માટે ડૉલર તરફ જોવા મળેલી દોડમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત

સલામતી માટે ડૉલર તરફ જોવા મળેલી દોડમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત

09 September, 2020 02:42 PM IST | Mumbai
Bullion Watch

સલામતી માટે ડૉલર તરફ જોવા મળેલી દોડમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલી, શૅરબજારમાં ટેક્નૉલૉજી સ્ટૉકમાં ભારે વેચવાલી વચ્ચે ફરી રોકડમાં અમેરિકન ડૉલરનું આકર્ષણ વધી રહ્યું હોવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે અમેરિકા પોતાનો ચીન ઉપરનો સંપૂર્ણ આધાર હટાવી લેશે. તેમણે કોઈ ચોક્કસ પગલાંની જાહેરાત કરી ન હતી પણ એટલું ચોક્કસ લાગી રહ્યું છે કે બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં મોટી દરાર આવશે એટલે તેની અસરથી સલામતી માટે ડૉલર તરફ દોટ જોવા મળી રહી છે અને તેની અસરમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકન સત્રમાં કૉમેકસ ડિસેમ્બર વાયદો ૦.૮૨ ટકા કે ૧૫.૮૦ ડૉલર ઘટી ૧૯૧૮.૫૦ અને હાજરમાં સોનું ૦.૯૬ ટકા કે ૧૮.૬૫ ડૉલર ઘટી ૧૯૧૪.૯૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૦.૬૩ ટકા કે ૧૭ સેન્ટ ઘટી ૨૬.૫૫ ડૉલર અને હાજરમાં ૧.૪૪ ટકા કે ૩૯ સેન્ટ ઘટી ૨૬.૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ડૉલરના મૂલ્યમાં વધારો થાય તો સોના અને ચાંદીનો સંગ્રહ અન્ય સ્થાનિક ચલણમાં મોંઘો થાય છે, પડતર વધે છે એટલે માગ ઘટશે એવી ધારણાએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે.



ભારતમાં હાજર બજાર સ્થિર, વાયદામાં ઘટાડો


રૂપિયાની ડૉલર સામે નબળાઈના કારણે હાજરમાં સોના અને ચાંદીના ભાવ પડેલા હતા. વાયદામાં બન્ને ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે મુંબઈ ખાતે હાજરમાં સોનું ૫૦ વધી ૫૩,૦૦૦ અને અમદાવાદમાં ૯૦ વધી ૫૨,૯૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૦૦ ખૂલી, ઉપરમાં ૫૧,૦૬૪ અને નીચામાં ૫૦,૭૪૬ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૨૪૧ ઘટીને ૫૦,૮૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૮૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૧,૨૮૧ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૬૮ રૂ
પિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૩૩ ઘટીને બંધમાં ૫૦,૯૧૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ખાતે ચાંદી ૩૯૦ વધી ૬૭,૩૦૦ અને અમદાવાદ ખાતે ૩૯૫ વધી ૬૭,૨૮૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૭,૭૯૯ ખૂલી, ઉપરમાં ૬૮,૪૯૮ અને નીચામાં ૬૭,૭૧૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૪૭૪ ઘટીને ૬૭,૭૯૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૪૭૩ ઘટીને ૬૭,૭૮૦ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૪૪૫ ઘટીને ૬૭,૭૮૭ રૂપિયા બંધ રહ્યા હતા.


દરમ્યાન બુલિયન ઇન્ડેક્સ-બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૫,૯૩૦ ખૂલી, ઉપરમાં ૧૬,૦૧૨ અને નીચામાં ૧૫,૮૮૨ બોલાઈ ૧૩૦ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૭૧ પૉઇન્ટ ઘટી ૧૫,૯૩૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્રના અંતે ૧૦૩૭ સોદામાં ૧૧૬.૩૯ કરોડના ૧૪૫૯ લોટ્સના વૉલ્યુમ સાથે ઓપન ઇન્ટરેસ્ટ ૫૮૬ લોટ્સના સ્તરે રહ્યો હતો.

ડૉલરમાં નીચા મથાળે તેજીનો માહોલ

સતત ઘટાડા પછી અમેરિકન ડૉલરમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકન શૅરબજારમાં ગત સપ્તાહે જોવા મળેલી વેચવાલી, યુરો ઝોનમાં વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ અને બ્રિટનમાં બ્રેક્ઝિટ અંગેની અનિશ્ચિતતાઓ ફરી સપાટી ઉપર આવી પડી હોવાથી ડૉલરને ફાયદો જોવા મળી રહ્યો છે. નાણાકીય બજારની અનિશ્ચિતતાએ પ્રોફિટ બુકિંગથી ડૉલર તરફ આકર્ષણ વધી રહ્યું છે. બે અઠવાડિક ઉછાળા પછી સોમવારે અમેરિકન બજાર બંધ હતાં પણ ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ફરી વધ્યો હતો. અમેરિકન ચલણનું છ વૈશ્વિક ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૬૫ ટકા વધી ૯૩.૩૨૫ની સપાટી ઉપર છે. ડૉલર સામે પાઉન્ડ સતત પાંચમા દિવસે ઘટેલો છે જ્યારે યુરો ઝોનમાં વ્યાજના દર નેગેટિવ થશે અને તેમાં ૦.૧૨ ટકાનો ઘટાડો આવશે એવી ધારણાએ યુરો પણ નબળો પડી રહ્યો છે.

ડૉલર સામે રૂપિયો એક સપ્તાહની નીચી સપાટીએ

અમેરિકન ડૉલરમાં થઈ રહેલો વધારો, ભારતીય સરકારી બૉન્ડના યીલ્ડમાં વધારો, દેશનું અર્થતંત્ર ધારણા કરતાં વધારે ઝડપથી નબળું પડી રહ્યું હોવાના અંદાજા અને શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની વેચવાલી સાથે રૂપિયો ઘટી એક સપ્તાહની નીચી સપાટીએ પટકાયો હતો. સોમવારે રૂપિયો ૭૩.૩૫ બંધ રહ્યો હતો, ગઈ કાલે તે ૭૩.૬૫ ખૂલી વધીને ૭૩.૬૦ થઈ દિવસના અંતે ૭૩.૬૩ ઉપર બંધ આવ્યો હતો. ગઈ કાલે રૂપિયામાં ડૉલર સામે ૨૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો અને બે દિવસમાં તેમાં ૦.૬૨ ટકા કે ૪૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 02:42 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK