સાતમા સપ્તાહે પણ સોના-ચાંદીના ભાવમાં તેજીમય વાતાવરણ જળવાઈ રહ્યું છે. ગુરુવારે એક તબક્કે સપ્તાહના સૌથી મોટા ઘટાડા બાદ ફરી કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને નબળા ડૉલરને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે સોનાના ભાવમાં વર્તમાન ભાવ ૯ વર્ષની ઊંચી સપાટી ૧૮૨૯ ડૉલરથી નીચે પણ ચાંદી અમેરિકન અર્થતંત્રની રિકવરી સાથે ૧૧ મહિનાની ઊંચી સપાટીએ મક્કમ આગળ વધી રહી છે અને ૨૦ ડૉલરની સપાટી તરફ પહોંચી રહી છે. અમેરિકામાં રીટેલ વેચાણ જૂન મહિનામાં ધારણા કરતાં વધારે વધ્યું હોવાથી ગુરુવારે સોનું એક સપ્તાહમાં સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કૉમેક્સ ઑગસ્ટ વાયદો ગુરુવારે ૦.૭૪ ટકા ઘટી ૧૮૦૦.૩૦ ડૉલરની સપાટી પર હતો. એક તબક્કે ભાવ ઘટીને ૧૭૯૪ ડૉલર સુધી પણ ગયા હતા. ચાંદીનો વાયદો ગુરુવારે ૦.૯૫ ટકા ઘટી ૧૯.૫૭૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે અમેરિકન ટ્રેડિંગ શરૂ થયું ત્યારે કૉમેક્સ ઑગસ્ટ વાયદો ૦.૪૭ ટકા કે ૮.૪૦ ડૉલર વધી ૧૮૦૮.૭૦ અને હાજરમાં ૦.૬૮ ટકા કે ૧૨.૧૩ ડૉલર વધી ૧૮૦૯.૨૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૨૧ ટકા કે ૪ સેન્ટ વધી ૧૯.૬૧ ડૉલર અને હાજરમાં ૦.૭૩ ટકા કે ૧૪ સેન્ટ વધી ૧૯.૩૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
સોના-ચાંદીમાં સતત સાતમા સપ્તાહે તેજી યથાવત્
અબજો ડૉલરનાં સ્ટિમ્યુલસ પૅકેજ, સતત ઘટી રહેલા વ્યાજના દર અને કોરોના મહામારીને કારણે મંદીથી અને જિયોપૉલિટિકલ તંગદિલીથી સોનામાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં લૉકડાઉન બાદ ફરી બેઠા થઈ રહેલા ઉદ્યોગોને કારણે તેજી વ્યાપક બની છે. આજે સતત સાતમા સપ્તાહે બન્ને ધાતુઓમાં વૃદ્ધિ જોવા મળી છે. સોનું છેલ્લે ૩૧ મેએ પૂરા થયેલા સપ્તાહમાં ૧૬૮૩ ડૉલરની સપાટી અને ચાંદી ૧૭.૪૭૯ની સપાટીએ બંધ હતા. આ સાત સપ્તાહમાં સોનું ૧૨૫.૭ ડૉલર કે ૭.૪૫ ટકા અને ચાંદીના ભાવ ૨.૧૩ ડૉલર કે ૧૨ ટકા વધ્યા છે.
ભારતમાં સોનું મક્કમ, ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં ગુરુવારનો ઘટાડો, ભારતમાં ડૉલર સામે રૂપિયો વધતાં સોનું સસ્તું થતાં આજે બજારમાં સાંકડી વધ-ઘટ જોવા મળી હતી. જોકે વૈશ્વિક બજારમાં બન્ને ધાતુઓના ભાવ ફરી વધતાં ભારતમાં પણ સુધારો જોવા મળ્યો હતો. હાજર બજારમાં સોનાના ભાવ સ્થિર રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાયદામાં સોનું મક્કમ હતું અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૭૯૬ ખૂલી, ઉપરમાં ૪૮૮૬૦ અને નીચામાં ૪૮૭૧૩ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૩ વધીને ૪૮૮૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૯૪૭૧ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૮૯૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૩ વધીને બંધમાં ૪૮૮૬૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૨૪૪૪ ખૂલી, ઉપરમાં ૫૨૪૮૦ અને નીચામાં ૫૨૧૭૮ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૭૧ ઘટીને ૫૨૪૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૮૧ ઘટીને ૫૨૫૧૧ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૭૪ ઘટીને ૫૨૫૧૭ રૂપિયા બંધ રહ્યા હતા.
સતત પાંચમા સપ્તાહે ડૉલર નરમ
કોરોના વાઇરસના વધી રહેલા કેસ સામે બજારમાં પુષ્કળ નાણાપ્રવાહિતા અને શૅરબજારમાં સતત તેજીને કારણે અમેરિકન ડૉલર સતત ઘટી રહ્યો છે. અમેરિકન ચલણના વિશ્વના ૬ મુખ્ય ચલણના માપદંડ ગણાતા ડૉલર ઇન્ડેક્સમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ છેલ્લા એક વર્ષમાં જોવા મળેલો સૌથી લાંબો ઘટાડો છે. આ સમયમાં ડૉલર ૧.૫૬ ટકા ઘટ્યો છે.
રીટેલ સેલ્સના સહારે અને કોરોના વાઇરસના વધી રહેલા સ્થાનિક કેસના ડરથી ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૨૯ ટકા વધી ૯૬.૩૧૯ની સપાટીએ બંધ આવ્યો હતો, પણ બજારમાં અત્યારે કોરોના વાઇરસના કેસ સામે એની વૅક્સિનને મળેલી સફળતા, અમેરિકન સરકાર પણ વધુ એક સ્ટિમ્યુલસ પૅકેજ તૈયાર કરે અને શૅરબજારમાં કૉર્પોરેટ અર્નિંગ સારા આવી રહ્યા હોવાથી જોખમ ઉઠાવવાની વૃત્તિ વધી છે અને ફરી ડૉલર પર દબાણ જોવા મળ્યું છે. આજે ડૉલર ઇન્ડેક્સ ફરી ૦.૩૦ ટકા ઘટી ૯૬.૦૩૫ની સપાટીએ છે.
વૈશ્વિક બજારમાં નરમ ડૉલર, વિદેશી પ્રવાહથી રૂપિયો વધ્યો
વૈશ્વિક બજારમાં સતત નરમ પડી રહેલા ડૉલર, ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો અને ભારતમાં વિદેશી રોકાણના પ્રવાહમાં જોવા મળી રહેલા વધારા સાથે રૂપિયો પણ આજે ડૉલર સામે વધ્યો હતો. ગુરુવારે ૭૫.૨૫ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૨૫ની નરમ સપાટીએ ખૂલ્યા પછી શૅરબજારની તેજી સાથે ઊછળ્ અને એક તબક્કે વધી ૭૪.૯ થઈ દિવસના અંતે ૭૫.૦૨ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા દિવસની સપાટી કરતાં ૧૬ પૈસાનો વધારો છે. શૅરબજારમાં વિદેશી સંસ્થાઓનું વેચાણ છે, પણ રિલાયન્સ જિયોમાં થયેલા સોદાઓથી પ્રવાહ આવી રહ્યો છે. ગયા સપ્તાહે રૂપિયો ૫૪ પૈસા ઘટ્યો હતો, જ્યારે આ સપ્તાહમાં ૧૮ પૈસા વધીને બંધ આવ્યો છે.
સાર્વત્રિક પ્રોફિટ બુકિંગને પગલે બજારમાં આખલાની પકડ ઢીલી પડી
16th January, 2021 11:14 ISTઅમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ બાઇંગ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતાં સોનું-ચાંદી સુધર્યાં
16th January, 2021 11:11 ISTદેશમાં ચાલુ વર્ષે ઘઉંની નિકાસ ૫૦ ટકા વધવાનો અંદાજ
15th January, 2021 14:43 ISTકૉમોડિટી વાયદામાં એપ્રિલ મહિનાથી સર્કિટ લિમિટના નિયમ બદલાશે
15th January, 2021 14:22 IST