Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં આગળ વધતી તેજી

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં આગળ વધતી તેજી

24 June, 2020 02:32 PM IST | Mumbai
Bullion Watch

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં આગળ વધતી તેજી

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ધારણા કરતાં આર્થિક વૃદ્ધિ પ્રમાણમાં મંદ છે એટલે સોનાના ભાવ ગઈ કાલે સાડાસાત વર્ષની ઊંચી સપાટી નજીક ટકેલા જોવા મળી રહ્યા હતા. ગઈ કાલે અમેરિકન પર્ચેસિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ૪૯.૬ જોવા મળ્યો હતો જે બજારની અપેક્ષા ૫૦ કરતાં નીચો હતો. આ ઉપરાંત સર્વિસ ઇન્ડેક્સ પણ ૪૬.૭ જોવા મળ્યો હતો. બજારમાં ધારણા કરતાં આ ઇન્ડેક્સ નબળા હતા, પણ છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે જોવા મળ્યા હતા એટલે બજારમાં લાંબી તેજી નથી, પણ સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા.
 
ગઈ કાલે કોમેક્સ ખાતે સોનાનો વાયદો ૦.૮૦ ટકા કે ૧૪.૧૦ ડૉલર વધી ૧૭૮૦.૫૦ અને હાજરમાં ૦.૬૫ ટકા કે ૧૧.૪૪ ડૉલર વધી ૧૭૬૫.૮૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીનો વાયદો ૦.૫૬ ટકા કે ૧૦ સેન્ટ વધી ૧૮.૧૮ ડૉલર અને હાજરમાં ૧.૧૬ ટકા કે ૨૦ સેન્ટ વધી ૧૭.૯૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

મુંબઈ ખાતે હાજરમાં સોનું ૮૫ વધી ૪૯,૮૭૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૦ વધી ૪૯,૮૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. ચાંદીના હાજરમાં ભાવ મુંબઈ ખાતે ૨૮૫ ઘટી ૪૯,૯૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૭૫ ઘટી ૪૯,૯૩૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા.

કૉમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧,૦૪,૦૨૩ સોદાઓમાં ૭૧૮૪.૦૧ કરોડ રૂપિયાનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭,૮૬૪ ખૂલી, ઉપરમાં ૪૮,૦૧૯ અને નીચામાં ૪૭,૭૩૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦ ઘટીને ૪૭,૯૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે બે વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૪૬૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦ વધીને ૧ ગ્રામદીઠ ૪૮૫૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫ ઘટીને બંધમાં ૪૭,૮૭૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.



ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮,૪૪૦ ખૂલી, ઉપરમાં ૪૮,૫૯૮ અને નીચામાં ૪૮,૦૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫ વધીને ૪૮,૫૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન બાવન ઘટીને ૪૮,૫૬૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૩૨ ઘટીને ૪૮,૫૫૩ રૂપિયા બંધ રહ્યા હતા.


ડૉલર નબળો પડતાં ભારતીય ચલણ બે સપ્તાહની ઊંચી સપાટીએ

વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડી રહ્યો છે અને શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો સતત ખરીદી કરી રહ્યા હોવાથી ભારતીય બજારમાં પણ છેલ્લા ચાર દિવસથી તેજી આવી છે. આ તેજીના સહારે ગઈ કાલે ડૉલર સામે રૂપિયો વધીને બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો સોમવારે ૭૬.૦૩ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલે સીધો જ તેજીમાં ૭૫.૮૬ ખુલ્યો હતો અને વધુ ઊછલી ૭૫.૬૫ થયો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે ૭૫.૬૬ બંધ આવ્યો હતો જે આગલા બંધ કરતાં ૩૭ પૈસાનો ઉછાળો દર્શાવે છે. ડૉલર સામે રૂપિયો છેલ્લે ૧૦ જૂનના રોજ આ સપાટી પર બંધ આવ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૧૩ ટકા ઘટેલો છે. ક્રૂડ ઑઇલના ભાવ જોકે ગઈ કાલે મક્કમ જોવા મળી રહ્યા હતા જેનાથી રૂપિયાની તેજી પર લગામ જોવા મળેલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2020 02:32 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK