ડૉલરની વધઘટના આધારે સોનામાં અથડાતા ભાવ, ચાંદીમાં ઘટાડો

Published: 27th October, 2020 11:23 IST | Bullion Watch | Mumbai

વધુ એક દિવસ સોનાના ભાવમાં ડૉલરની મજબૂતી સામે નબળાઈ જોવા મળી રહી છે.

ગોલ્ડ
ગોલ્ડ

વધુ એક દિવસ સોનાના ભાવમાં ડૉલરની મજબૂતી સામે નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા લગભગ એક પખવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ માત્ર ડૉલરની નબળાઈ કે મજબૂતીના આધારે જોવા મળી રહી છે. દોઢ મહિનાથી ચાલી રહેલી સાંકડી વધઘટ વધુને વધુ સાંકડી થઈ રહી છે.

ગત સપ્તાહે ૧૯૩૧ ડૉલરથી પરત પડ્યા બાદ ટેક્નિકલ ચાર્ટ ઉપર સોનું સતત નબળું પડી રહ્યું છે. સોમવારે એક તબક્કે ૧૯૦૦ ડૉલરની સપાટી પણ તોડી હતી. જોકે અમેરિકામાં સ્ટિમ્યુલસની આશા પડી ભાંગે અથવા તે ચૂંટણી પછીના નવા શાસનમાં જ આવે તો સોનામાં ઉછાળો આવી શકે, પણ ત્યારે શૅરબજાર, ક્રૂડ ઑઈલ અને સોનું નરમ છે. રોકડ તરફથી દોટમાં ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને એટલે સોનામાં વધુને વધુ સાંકડી સપાટીએ વધઘટ જોવા મળી રહી છે.

એશિયાઇ સત્રમાં સોનું વાયદો એક તબક્કે ૧૮૯૫ ડૉલર પ્રતિ ઔંસની અને ચાંદી વાયદો ૨૪.૧૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર પટકાયા હતા. અમેરિકામાં આવતા સપ્તાહે ચૂંટણી યોજાશે અને તેના કારણે અનિશ્ચિતતા વધશે અને ટ્રેડિંગમાં સાવચેતી પણ વધશે એવી ધારણા છે. અમેરિકન ડૉલરનું વિશ્વના છ અન્ય ચલણો સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૩૩ ટકા વધી ૯૩.૦૩ની સપાટી ઉપર છે અને તેના કારણે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. અત્યારે સોનું વાયદો ૦.૦૬ ટકા કે ૧.૨૦ ડૉલર વધી ૧૯૦૬.૪૦ અને હાજરમાં ૪૬ સેન્ટ ઘટી ૧૯૦૧.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી વાયદો ૧.૩૨ ટકા કે ૩૩ સેન્ટ ઘટી ૨૪.૩૫ અને હાજરમાં ૧.૫૩ ટકા  કે ૩૭ સેન્ટ ઘટી ૨૪.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ભારતમાં પણ સોના અને ચાંદી નરમ રહ્યાં

વૈશ્વિક બજારની પડખે ભારતમાં પણ સોનું નરમ હતું પણ ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ઘટાડા ઉપર બ્રેક જોવા મળી હતી. મુંબઈ હાજર સોનું ૩૫ ઘટી ૫૨,૯૫૦ અને અમદાવાદ ખાતે ૩૦ ઘટી ૫૨,૮૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૬૯૦ ખૂલી ઉપરમાં ૫૦,૯૭૫ અને નીચામાં ૫૦,૫૫૨ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૦૭ વધીને ૫૦,૯૪૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૫૮૯ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૮૯ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૭ વધીને બંધમાં ૫૦,૯૨૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૭૫૦ ઘટી ૬૩,૨૮૫ અને અમદાવાદ ખાતે ૭૫૫ ઘટી ૬૩,૨૪૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૭૨૦ ખૂલી, ઉપરમાં ૬૧,૯૯૮ અને નીચામાં ૬૧,૨૫૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૫૨૯ ઘટીને ૬૧,૯૨૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૫૪૨ ઘટીને ૬૧,૯૦૭ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૫૪૦ ઘટીને ૬૧,૯૦૩ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK