Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક શૅરબજાર અને નાણાબજારની અસ્થિરતા વચ્ચે સોનું પણ ઘટ્યું

વૈશ્વિક શૅરબજાર અને નાણાબજારની અસ્થિરતા વચ્ચે સોનું પણ ઘટ્યું

14 March, 2020 08:19 AM IST | Mumbai
Bullion Watch

વૈશ્વિક શૅરબજાર અને નાણાબજારની અસ્થિરતા વચ્ચે સોનું પણ ઘટ્યું

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક શૅરબજાર, ક્રૂડ અને અન્ય મેટલ્સમાં વ્યાપક વેચવાલી વચ્ચે ચાલુ સપ્તાહે સોનું પણ નબળું પડી ગયું હતું. ટ્રેડર્સ દ્વારા અન્ય જગ્યાએ રોકાણમાં થતી નુકસાની અટકાવવા માટે ઊંચા મથાળે સોના અને ચાંદીમાં પ્રોફિટ બુકિંગ કરાયું હતું. બીજી તરફ વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસના કારણે મૂકવામાં આવેલા પ્રવાસન ઉપરના પ્રતિબંધ, સિનેમા હોલ્સ, મોલ્સ બંધ કરવાની જાહેરાતના કારણે માગની આશાઓ ઉપર પણ થોડું ઠંડું પાણી રેડાયું છે.

ગુરુવારના ભાવમાં કડાકા પછી શુક્રવારે સોનાના ભાવમાં સ્થિરતાના પ્રયત્ન જોવા મળી રહ્યા હતા જ્યારે ચાંદીમાં હજુ પણ તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે. અમેરિકન બજારો આજે સરકાર નવા પેકેજની જાહેરાત કરશે એવી ધારણાએ વૃદ્ધિ સાથે ખૂલે તેવા સંકેત મળી રહ્યા છે જેના દબાણથી સોનું નબળું છે. દરમ્યાન ભારતમાં આજે ૧૪૮૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૧૮૦ પ્રતિ કિલો ઘટી ગયા છે. આ સપ્તાહમાં સોનું ૨૫૭૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૪૦૦ રૂપિયા પ્રતિ કિલો ઘટી છે. ચાલુ સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવ ૪.૮ ટકા અને ચાંદી ૮.૭ ટકા ઘટી ગયા છે. ચાંદીના ભાવ આઠ મહિનાની નીચી સપાટીએ અને સોનું ફેબ્રુઆરી ૨૮ પછીની સૌથી નીચી સપાટીએ છે.



ગુરુવારે સોનું ૩.૨ ટકા ઘટી ગયું હતું અને ચાંદીમાં પણ એટલો જ ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વાયદામાં ગત સપ્તાહે ૧૬૭૨.૪ની સપાટીએ બંધ રહ્યા હતા જે એક તબક્કે વધી ૧૬૭૫.૭ ડૉલર થઈ ગયા હતા. હાજરમાં ભાવ ૧૬૭૩.૮૬ ડૉલરથી વધી ૧૬૮૦.૪૭ ડૉલર થઈ ગયા હતા. ચાંદી વાયદો ગત સપ્તાહમાં ૧૭.૨૬ ડૉલરની સપાટીએ બંધ હતો જે વધીને ૧૭.૨૬ ડૉલર અને ચાંદી હાજરમાં ૧૭.૩૫ ડૉલર સામે વધીને ૧૭.૩૫ ડૉલર થઈ ગયા હતા. ગુરુવારે સોનું વાયદો ૧૫૯૦.૩ ડૉલર અને ચાંદી વાયદો ૧૬.૦૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ હતા.


સાપ્તાહિક રીતે ભારતમાં સોનું ૨૫૭૦ અને ચાંદી ૪૪૦૦ રૂપિયા ઘટ્યા

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાના કારણે અને ભારતમાં એકદમ નબળી માગ વચ્ચે સોના અને ચાંદી બન્નેના ભાવ ઘટી ગયા હતા. સોનાના ભાવ મુંબઈ ખાતે એક જ સપ્તાહમાં ૨૫૭૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૪૦૦ રૂપિયા પ્રતિ કિલો ઘટી હતી. શુક્રવારે ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે સોનું મુંબઈ હાજરમાં ૪૫,૭૨૦ અને અમદાવાદ ખાતે ૪૫,૮૩૦ રૂપિયા હતું. આજે ભારતમાં મુંબઈ ખાતે ભાવ ૧૪૮૦ ઘટી ૪૩,૧૫૦ અને અમદાવાદ ખાતે ૧૪૬૦ ઘટી ૪૩,૦૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા છે. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧,૭૫૦ ખૂલી ઉપરમાં ૪૨,૦૭૦ અને નીચામાં ૪૧,૪૪૩ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૪૬ રૂપિયા ઘટીને ૪૧,૮૬૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૪,૦૬૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૨ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૧૪૧ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨૩ ઘટીને બંધમાં ૪૧,૮૯૪ના ભાવ રહ્યા હતા.


ગત સપ્તાહે મુંબઈ હાજર ચાંદી ૪૮,૫૮૦ અને અમદાવાદ ખાતે ૪૮,૬૫૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. આજે મુંબઈ ખાતે ભાવ ૨૧૮૦ ઘટી ૪૪,૧૮૦ અને અમદાવાદ ખાતે ૨૧૭૫ ઘટી ૪૪,૨૪૫ રૂપિયા પ્રતિ કિલો રહ્યા છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩,૨૮૦ ખૂલી ઉપરમાં ૪૩,૫૪૨ અને નીચામાં ૪૨,૭૩૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૮૩૨ ઘટીને ૪૩,૩૦૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૮૧૮ ઘટીને ૪૩,૩૫૧ અને ચાંદી-માઈક્રો એપ્રિલ ૮૧૨ ઘટીને ૪૩,૩૭૪ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો વિક્રમી સ્તરે નીચે ગયા પછી ઊછળ્યો

વૈશ્વિક રીતે શૅરબજારમાં મંદી અને ભારતીય બજાર ઉઘડતા જ મંદીની સર્કિટ લાગતા ડૉલર સામે રૂપિયો ઑક્ટોબર ૨૦૧૮ની ઇતિહાસની સૌથી નીચી સપાટી ૭૪.૪૮ તોડી આજે એક જ મિનિટમાં ૭૪.૫૦ થઈ ગયો હતો જે હવેથી વિક્રમી નીચી સપાટી છે. જોકે શૅરબજારમાં આવેલી તેજી અને નીચા મથાળેથી જોવા મળેલી જોરદાર ખરીદીની સાથે રૂપિયો વધ્યો હતો. આ ઉપરાંત સોમવારથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બે અબજ ડૉલર ઠાલવી વિદેશી હૂંડિયામણ બજારને સ્થિર કરવાનો પ્રયત્ન કરશે એવી જાહેરાતના પગલે રૂપિયો નીચા મથાળેથી ઊછળ્યો હતો. ડૉલર સામે રૂપિયો ૭૪.૩૯ ખૂલી, ઘટીને ૭૪.૫૦ થઈ દિવસના અંતે આગલા બંધ કરતાં ૫૧ પૈસા વધી ૭૩.૭૪ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2020 08:19 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK