Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક સોનું 1500 ડૉલર આસપાસ, ભારતમાં રૂપિયો વધતાં ઘટાડો

વૈશ્વિક સોનું 1500 ડૉલર આસપાસ, ભારતમાં રૂપિયો વધતાં ઘટાડો

21 September, 2019 12:30 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

વૈશ્વિક સોનું 1500 ડૉલર આસપાસ, ભારતમાં રૂપિયો વધતાં ઘટાડો

ગોલ્ડ

ગોલ્ડ


બજારમાં જોખમ લેવાનું ફરી પરત આવ્યું હોવાથી, ફેડરલ રિઝર્વ તરફથી ભવિષ્યના વ્યાજદર અંગે કોઈ સંકેત નહીં મળ્યો હોવાથી સોનું અને ચાંદી સાંકડી વધઘટ સાથે મક્કમ રહ્યાં છે. સોનું ૧૫૦૦ ડૉલરની સપાટી જાળવી રાખવામાં અને ચાંદી ૧૭.૮૦ ડૉલરની સપાટી જાળવી રાખવા મથી રહ્યાં છે. શૅરબજારમાં એશિયા, યુરોપ અને અમેરિકન બજારમાં ફરી ખરીદી જોવા મળી રહી છે. કરન્સી બજારમાં કોઈ મોટી વધઘટ નથી અને બૉન્ડ માર્કેટ પણ સપ્તાહના અંતે સાંકડી વધઘટમાં છે એટલે સોના માટે તેજીનું કોઈ કારણ નથી. માત્ર ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી શકે એવી આશાએ સોનામાં અત્યારે વેચવાલી જોવા મળી રહી નથી. ગુરુવારે વૈશ્વિક હાજર બજારમાં સોનાનો ભાવ ૧૫૦૦.૧૫ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો. આજે તે વધીને ૧૫૦૬.૪૫ થઈ અત્યારે ૧૫૦૨.૨૦ ડૉલરની સપાટી ઉપર છે. ન્યુ યૉર્ક ખાતે વાયદામાં સોનું ગુરુવારે ૧૫૦૬.૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતું જે આજે વધીને ૧૫૧૪.૨૫ થઈ અત્યારે ૧૫૧૦.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીના વાયદા ગઈ કાલે ૧૭.૮૮૪ બંધ રહ્યા હતા જે આજે વધી ૧૮.૦૪૩ થઈ અત્યારે ૧૭.૮૬૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

ભારતમાં હાજર અને વાયદામાં ઘટાડો



હાજર બજારમાં સોનું આજે પણ ઘટેલું રહ્યું હતું. મુંબઈ ખાતે ભાવ રૂ. ૧૦૦ ઘટી રૂ. ૩૮,૬૩૦ અને અમદાવાદ ખાતે રૂ. ૧૩૦ ઘટી રૂ. ૩૮,૬૮૦ પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. વાયદામાં એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭,૭૧૪ ખૂલી, ઉપરમાં રૂ. ૩૭,૭૧૪ અને નીચામાં રૂ. ૩૭,૪૩૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૦ ઘટીને રૂ. ૩૭,૫૨૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૦,૧૦૮ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૩૭૭૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૨ ઘટીને બંધમાં રૂ. ૩૭,૫૨૦ના ભાવ રહ્યા હતા.


ચાંદીના ભાવ મુંબઈ હાજર બજારમાં રૂ. ૨૫૦ ઘટી રૂ. ૪૬,૮૩૦ અને અમદાવાદ ખાતે રૂ. ૨૫૫ ઘટી રૂ. ૪૬,૯૨૫ પ્રતિ કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ રૂ. ૪૬,૬૪૨ ખૂલી ઉપરમાં રૂ. ૪૬,૬૮૮ અને નીચામાં રૂ. ૪૬,૨૭૮ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૨ ઘટીને રૂ. ૪૬,૪૫૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૬૧ ઘટીને રૂ. ૪૬,૪૬૪ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૫૩ ઘટીને રૂ. ૪૬,૪૭૧ બંધ રહ્યા હતા.

રૂપિયો ૪૦ પૈસા વધ્યો


શુક્રવારે ભારત સરકારે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરતાં અને નવી કંપનીઓ માટે પણ ટૅક્સ ઓછો લાગશે એવી જાહેરાત કરતાં દેશમાં નવું મૂડીરોકાણ આવશે, વિદેશી સંસ્થાઓ ભારતીય શૅરમાં વ્યાપક ખરીદી કરશે એવી આશાએ ડૉલર સામે રૂપિયો ઊછળ્યો હતો. ગુરુવારે ડૉલર સામે રૂપિયો ૭૧.૩૪ બંધ આવ્યો હતો જે ડૉલરની નબળાઈએ સવારે ૭૧.૧૯ ખૂલી વધીને ૭૦.૬૮ થઈ દિવસના અંતે ૪૦ પૈસા વધી ૭૦.૯૪ની સપાટીએ બંધ આવ્યો હતો. જોકે, સાપ્તાહિક રીતે રૂપિયાના મૂલ્યમાં બે પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2019 12:30 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK