ડૉલર બે વર્ષની ઊંચી સપાટીએ પહોચતાં સોનામાં વ્યાપક વેચવાલી

Published: Oct 02, 2019, 10:52 IST | બુલિયન વૉચ | મુંબઈ

સોનાના ભાવ ટેક્નિકલ ચાર્ટ પર નબળા પડી રહ્યા છે

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકન શૅરબજારમાં વૃદ્ધિ અને બે વર્ષની ઊંચી સપાટીએ ડૉલર ચાલી રહ્યો હોવાથી સોનાની તેજીની ચમક સતત ઘટી રહી છે. સોમવારે સોનું બે ટકા જેટલું ઘટી ગયું હતું. જોકે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં સોનું ૩.૪ ટકા વધ્યું છે. ડૉલર વધી રહ્યો હોવાથી સોનાના ભાવ ટેક્નિકલ ચાર્ટ પર ૫૦ દિવસની મૂવિંગ ઍવરેજની સપાટી ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની નીચે ગબડી પડ્યા છે અને અત્યારે તેજીનો અવકાશ જોવા નથી મળી રહ્યો.

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું સોમવારે ૧૪૯૭ ડૉલરથી ગબડી ૧૪૭૩ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું જે અત્યારે ૧૪૬૩.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. લંડનમાં ૧૪૮૫.૩ ડૉલર પ્રતિ ઔંસનો ભાવ સોમવારે નક્કી થયો હતો. ન્યુ યૉર્ક કૉમેક્સ વાયદો સોમવારે ૧૪૭૨.૯૦ ડૉલર બંધ આવ્યા બાદ અત્યારે ૦.૨૨ ટકા ઘટીને ૧૪૬૯.૦૨ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. ચાંદીનો વાયદો સોમવારે ૧૬.૯૯૮ બંધ હતો જે આજે ૦.૫૮ ટકા વધી ૧૭.૧૦૨ ડૉલર પ્રતિ ઔંસ છે.

ભારતમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા

મુંબઈમાં હાજર બજારમાં સોનું ૩૦૦ ઘટી ૩૮,૪૦૦ અને અમદાવાદમાં ૩૨૫ ઘટીને ૩૮,૪૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૦૦૩ ખૂલી, ઉપરમાં ૩૭૧૪૮ અને નીચામાં ૩૬૭૭૧ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૨૩ વધીને ૩૭૧૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૪ વધીને ૮ ગ્રામદીઠ ૨૯૯૦૫ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૧ ગ્રામદીઠ ૩૭૩૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૫૧ વધીને બંધમાં ૩૭૧૨૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં ચાંદીના ભાવ ૮૦ ઘટી ૪૫,૨૦૦ રૂપિયા અને અમદાવાદમાં ૭૫ ઘટી ૪૫,૨૭૦ રૂપિયા પ્રતિ એક કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૧૦૫ ખૂલી, ઉપરમાં ૪૪૬૯૧ રૂપિયા અને નીચામાં ૪૩૯૬૯ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૧૧ વધીને ૪૪૬૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૫૨૦ વધીને ૪૪૬૪૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૫૨૨ વધીને ૪૪૬૪૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર બે વર્ષની ઊંચી સપાટીએ

ડૉલર ઇન્ડેક્સ એપ્રિલ ૨૦૧૭ પછીની સૌથી ઊંચી સપાટીએ છે. આ ઇન્ડેક્સ ડૉલરનું અન્ય ૬ વૈશ્વિક ચલણ સામે મૂલ્ય નક્કી કરે છે. ડૉલર ઇન્ડેક્સ સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૩.૪ ટકા વધી ગયો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ ૦.૨૩ ટકા વધીને ૯૯.૨૪૫ની સપાટી પર છે. ડૉલર સામે યુરો ૦.૦૨ ટકા ઘટ્યો છે, પાઉન્ડ ૦.૫૮ ટકા નબળો પડ્યો છે અને યેન સામે ડૉલર ૦.૨૮ ટકા મજબૂત થયો છે. એક વર્ષની દૃષ્ટિએ ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૪.૪ ટકા વધ્યો છે. ડૉલર મજબૂત થતાં અન્ય ચલણમાં સોનું મોંઘું બને છે અને એને કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે.

રૂપિયો પણ નબળો પડ્યો

ડૉલરની સપાટી સતત વધી રહી હોવાથી અને ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો સતત શૅર વેચી રહ્યા હોવાથી રૂપિયો મંગળવારે ડૉલર સામે નબળો બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૭૦.૭૫ની મજબૂત સપાટીએ ખૂલ્યા બાદ ઘટી ૭૧.૧૬ થઈ દિવસના અંતે ૨૦ પૈસા ઘટી ૭૧.૦૭ બંધ આવ્યો હતો. વિદેશી બજારમાં ઘટી રહેલા સોનાના ભાવ સામે રૂપિયો નબળો પડતાં સ્થાનિક ભાવમાં તીવ્ર ઘટાડો અટકી ગયો હતો. રૂપિયો પણ જો મજબૂત થાય તો ભારતમાં સોનું વધારે ઘટી ગયું હોત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK