Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નીચા મથાળે સોના-ચાંદીમાં ખરીદીને યુરોપના સ્ટિમ્યુલસનો ટેકો મળ્યો

નીચા મથાળે સોના-ચાંદીમાં ખરીદીને યુરોપના સ્ટિમ્યુલસનો ટેકો મળ્યો

05 June, 2020 01:22 PM IST | Mumbai
Bullion Watch

નીચા મથાળે સોના-ચાંદીમાં ખરીદીને યુરોપના સ્ટિમ્યુલસનો ટેકો મળ્યો

ગોલ્ડ

ગોલ્ડ


બુધવારે સોનાના ભાવ ૧૭૦૦ ડૉલરની સપાટી અને ચાંદી ૧૮ ડૉલરની સપાટીએ ટકી રહેવા મથી રહ્યા ત્યારે નીચા મથાળે નીકળેલી ખરીદીમાં ફરી તેજીનો દોરીસંચાર થયો છે. આર્થિક મંદી લાંબો સમય ચાલશે અને લૉકડાઉનની માત્ર થોડી રાહત મળશે એવી ગણતરી કરી ફરી સોનાની ખરીદી જોવા મળી હતી. સાંજે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા સ્ટિમ્યુલસ પૅકેજ ૬૦૦ અબજ ડૉલરથી વધાર્યું હોવાથી પણ તેજીને ટેકો મળી રહ્યો છે. યુરોપિયન શૅરબજાર નબળાં છે અને અમેરિકન સ્ટૉક ફ્યુચર્સ નરમ વાતાવરણ દર્શાવે છે એટલે પણ સોનામાં નીચા મથાળે ખરીદી જોવા મળી રહી છે.

અમેરિકામાં બેરોજગારીના આંકડા ધારણા કરતાં વધારે સારા આવતાં સોનાનો વાયદો બુધવારે એક તબક્કે ઘટીને ૧૬૯૦ ડૉલર થઈ ગયો હતો અને ચાંદી પણ ૧૭.૬૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતી, પણ નીચા મથાળે આવેલી ખરીદીમાં ત્રણ દિવસના ઘટાડાની ચાલ આજે તૂટી ગઈ છે. અત્યારે કૉમેક્સ પર સોનું ઑગસ્ટ વાયદો ૦.૭૯ ટકા કે ૧૩.૪૦ ડૉલર વધી ૧૭૧૮.૨૦ અને હાજરમાં ૦.૪૪ ટકા કે ૭.૪૩ ડૉલર વધી ૧૭૦૭.૧૦ની સપાટીએ છે. ચાંદી જુલાઈ વાયદો ૦.૨૬ ટકા કે પાંચ સેન્ટ વધી ૧૮.૦૧ ડૉલર અને હાજરમાં ચાંદી ૩ સેન્ટ ઘટી ૧૭.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.



ભારતમાં હાજરમાં સોનું મજબૂત, ચાંદીમાં ઘટાડો


ખાનગીમાં હજી બુલિયન ટ્રેડિંગ શરૂ થયું નથી, પણ દુકાનો ખૂલી રહી હોવાથી સત્તાવાર ભાવ આવી રહ્યા છે. ડૉલર સામે નબળો રૂપિયો અને વૈશ્વિક રીતે મજબૂત ભાવને કારણે ભારતમાં સોનું વધ્યું હતું. આજે ખાનગીમાં સોનાના ભાવ ૪૦૫ વધી ૪૮,૧૭૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. ચાંદીના ભાવ ૪૯,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ સ્થિર હતા. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ચાંદીમાં ઘટાડો હતો. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૨૨ વધી ૪૭,૭૬૭ રૂપિયા અને ચાંદી ૩૬૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલો ૪૭,૯૩૦ રૂપિયા બંધ રહી હતી. સોનાનો જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૫૯૯ના ભાવે ખૂલી, ઉપરમાં ૪૬,૬૦૦ અને નીચામાં ૪૬,૫૯૯ રૂપિયાના મથાળે અથડાઈ સાંજે ૫૦૧ વધી ૪૬,૬૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ઑગસ્ટ વાયદો ૪૬,૦૨૮ ખૂલી, સાંજે ૫૪૪ વધી ૪૬,૫૫૨ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાનો દૂર ડિલિવરીનો ઑક્ટોબર વાયદો ૫૮૬ વધી ૪૬,૭૨૦ રૂપિયા બોલાઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૬૭ વધી સાંજે ૪૬,૯૭૦ રૂપિયા બોલાઈ રહ્યો હતો, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૫૨૪ વધી ૪૬,૫૫૦ રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો.

ચાંદી-મિની જૂન વાયદો ૪૯,૭૧૨ ખૂલી, ઉપરમાં ૪૯,૩૯૫ અને નીચામાં ૪૮,૪૫૩ રૂપિયા બોલાઈ, સાંજે ૨૮૧ વધી ૪૯,૧૪૫ રૂપિયા બોલાયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર વાયદો સૌથી ઓછો ૬૦ વધી ૫૦,૦૮૦ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીનો માઇક્રો જૂન વાયદો ૪૮,૬૨૨ ખૂલી સાંજે ૨૫૯ વધી ૪૯,૧૭૩ રૂપિયા બોલાયો હતો.


ડૉલર ઉપલા મથાળેથી પડ્યો, રૂપિયો પણ ૧૦ પૈસા નરમ

વૈશ્વિક બજારમાં અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને કારણે કે તબક્કે ડૉલર ત્રણ દિવસના ઘટાડા બાદ આજે વધ્યો હતો, પણ ફરી એમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના ૬ અગ્રણી ચલણ સામે ડૉલરનું મૂલ્ય દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ આજે ૯૭.૬૨ની સપાટીએ પહોંચ્યો હતો, જે ફરી ઘટી ગયો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ આગલા બંધથી ૦.૦૯ ટકા ઘટી ૯૭.૧૭૯ની સપાટીએ હતો. દરમ્યાન, સ્ટિમ્યુલસ આવી રહ્યું છે અને ડૉલર નબળો છે એટલે યુરો વિવિધ ચલણ સામે બે મહિનાની ઊંચી સપાટીએ હતો.

ભારતીય બજારમાં રૂપિયામાં ટ્રેડિંગ ચાલુ હતું ત્યારે ડૉલર મજબૂત હતો અને એની અસરથી રૂપિયો નરમ પડ્યો હતો. જોકે શૅરબજારમાં વિદેશી નાણાપ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રૂપિયાને ટેકો મળી રહ્યો હતો. ડૉલર સામે આજે રૂપિયો ૭૫.૬૨ની નરમ સપાટીએ ખૂલ્યા પછી દિવસભર ઊંચામાં ૭૫.૩૮ અને ઘટીને ૭૫.૬૨ વચ્ચે અથડાયો હતો. સત્રના અંતે આગલા બંધથી ૧૦ પૈસા ઘટીને રૂપિયો ૭૫.૫૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

મે મહિનામાં પણ સોનાના ઈટીએફમાં પ્રવાહ વધ્યો, કુલ અસ્કયામત ૩૫૧૦ ટન

ઘરેણાની કે સિક્કાની માંગ કરતા સોનાનાના એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) વૈશ્વિક સોનાની માંગમાં વધારે મહત્વનું પરીબળ બની ગયા છે. મે મહિના દરમિયાન વૈશ્ચિક રીતે ગોલ્ડ ઈટીએફમાં વધુ ૧૫૪ ટન કે ૮.૫ અબજ ડોલરનો પ્રવાહ જોવા મળ્યો છે. વૈશ્વિક રીતે ગોલ્ડ ઈટીએફ પાસેની કુલ અનામત ૩૫૧૦ ટન થઇ છે જે ઐતિહાસિક ઉંચી સપાટી છે. મે સુધીના છેલ્લા બાર મહિનામાં (જુન ૨૦૧૯થી મે ૨૦૨૦) નવો પ્રવાહ ૫૯૧ ટન રહ્યો છે જે છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો પ્રવાહ છે. ઈટીએફ પ્રવાહના સત્તાવાર આંકડા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્તર અમેરિકામાં ગોલ્ડ ઈટીએફમાં નવું ૧૦૨ ટન કે ૫.૬ અબજ ડોલરનું રોકાણ થયું છે. આ મહિનામાં ગોલ્ડ ઈટીએફની કુલ એસેટનો તે ૫.૬ ટકા હિસ્સો થવા જાય છે. યુરોપના ફંડમાં ૪૫ ટન કે ૨.૪ અબજ ડોલરનું રોકાણ થયું છે અને એશિયાના ફંડ્સમાં નવો ૪.૪ ટન કે ૨૬.૨ કરોડ ડોલરન પ્રવાહ જોવા મળ્યો છે.

કોરોનાની મહામારીના કારણે જન્યુઆરીથી જ વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકર દેશમાં લોકડાઉન હતું. આથી જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એપ્રિલના આ અહેવાલ અનુસાર માત્ર ઈટીએફમાં માંગ વધી હોવાના કારણે સોનાની માંગ ટકી રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં સોનાના ઈટીએફમાં વૈશ્વિક રીતે કુલ ૨૯૮ ટન સોનાની માંગ જોવા મળી છે એમ કાઉન્સીલે જણાવ્યું હતું. વૈશ્વિક રીતે સોનાની ઘરેણાની માંગ ૩૯ ટકા ઘટી ૩૨૫.૮ ટનના નવા વિક્રમી સ્તરે પટકાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 01:22 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK