બીએસઈએ ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં ઝુકાવવા ઇરડાઇની મંજૂરી પ્રાપ્ત કર

Published: Oct 30, 2019, 13:08 IST | મુંબઈ

ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને કૉમોડિટીઝ બાદ બીએસઈ હવે ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે ઝુકાવશે.

બીએસઈ
બીએસઈ

ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને કૉમોડિટીઝ બાદ બીએસઈ હવે ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે ઝુકાવશે. દેશના અગ્રણી બીએસઈને ઇન્શ્યૉરન્સ નિયામક ઇરડાઇ (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા) પાસેથી ઇન્શ્યૉરન્સ એક્સચેન્જીસની ગ્લોબલ લીડર ઈબિક્સની ભાગીદારીમાં ઇન્શ્યૉરન્સ બ્રોકિંગ વેપાર શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત થઈ છે, એમ એક્સચેન્જે જણાવ્યું હતું. 

ઈબિક્સ સાથેની આ ભાગીદારીનું બીએસઈ-ઈબિક્સ બ્રોકિંગ ઇન્શ્યૉરન્સ બ્રોકિંગ પ્રા. લિ. તરીકે બ્રૅન્ડિંગ કરવામાં આવશે, જે ડિસ્ટ્રિબ્યુશન આઉટલેટ્સ, વેલ્થ મૅનેજમેન્ટ એડવાઈઝર્સ અને પૉઇન્ટ્સ ઑફ સેલ્સ (પીઓએસ) મારફત જીવન વીમા અને નોન-લાઈફ વીમા પ્રોડક્ટસનું વેચાણ કરશે. ઇરડાઇ પાસેથી લાઇસન્સનું સર્ટિફિકેટ પ્રાપ્ત થાય એ પછી બીએસઈ-ઈબિક્સ ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશનનું કામકાજ શરૂ કરશે.

આ પ્રસંગે બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, ‘બીએસઈ ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશનના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ અને રિસ્ક મૅનેજમેન્ટ ક્ષેત્રે વિશ્વ સ્તરની ટેકનૉલૉજી અને નૈપુણ્ય દાખલ કરવા માગે છે. અમને ખ્યાલ છે કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની વિરાટ માગ છે અને અમારા બીએસઈ સ્ટાર એમએફ જેવાં પ્લૅટફૉર્મ બહુ સારી કામગીરી કરી રહ્યા છે. અમે ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે પણ એવી જ સફળતાની અપેક્ષા રાખીએ છીએ અને બીએસઈ અને ઈબિક્સકેશ ઇન્સ્યુરર્સને તેમના નેટવર્ક વિસ્તારવામાં સહાય કરશે.’

ઈબિક્સકેશ ઈબિક્સ ઇન્ક.ની ભારતીય સબસિડિયરી છે, જેના પ્લૅટફૉર્મ પર અત્યારે ૧૮ અબજ ડૉલરના ગ્રોસ મર્કન્ડાઈઝ વેલ્યુના સોદા થાય છે અને તે ઉપરાંત ફાઈનેન્શિયલ એક્સચેન્જ ઈન્ડસ્ટ્રીમાં ઍન્ડ ટુ ઍન્ડ સર્વિસિસ પૂરી પાડવામાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ઈબિક્સ ગ્રુપના ચૅરમૅન, પ્રેસિડેન્ટ અને સીઈઓ રોબિન રૈનાએ કહ્યું, ‘ભારતમાં બીએસઈ અને ઈબિક્સકેશ નેટવર્ક અદ્વિતીય છે. દેશના પ્રત્યેક ભાગમાં સામેલ બધી હસ્તીઓને લાભ થાય એ રીતે ઇન્શ્યૉરન્સ ડિસ્ટ્રિબ્યુશનનો ફેલાવો કરવો આવશ્યક હોવાથી આ સંયુક્ત સાહસ માટે વિરાટ તકો ઉપલબ્ધ છે. આ સાહસ દ્વારા અમારું લક્ષ્ય ગ્રાહકની દૃષ્ટિએ ઇન્શ્યૉરન્સની ખરીદીના ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા પૂરતું સીમિત નથી પરંતુ અમે ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રિબ્યુશનને ઑટોમેટિંગ અને બેક-એન્ડ પ્રોસેસને સાંકળીને વધુ કાર્યક્ષમ બનાવવા માગીએ છીએ.’

બીએસઈ-ઈબિક્સ દેશનાં આંતરિયાળ ગામોમાં પહોંચવા ઉપરાંત ગ્રાહકોને પ્રોડક્ટસના સંખ્યાબંધ વિકલ્પ ઑફર કરશે. આ સાહસ દેશમાંના બીએસઈ અને ઈબિક્સના ત્રણ લાખથી અધિક આઉટલેટ્સનો વપરાશ કરશે. તેની કામગીરીમાં કસ્ટમર રિલેશનશિપ મૅનેજમેન્ટ, એજન્સી મૅનેજમેન્ટ, મલ્ટિ-ક્વોટિંગ, અન્ડરરાઈટિંગ, પૉલિસી ક્રિયેશન, ક્લેઈમ્સ ફાઇલિંગ, ક્લેઈમના સેટલમેન્ટ માટે ઇન્શ્યૉરન્સ કંપની સાથેનું સંકલન અને બેક-અૅન્ડ ઇન્શ્યૉરન્સ પૉલિસી એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK