કંપનીનો એક પ્લાન્ટ ગુજરાતના ભરૂચમાં છે, જે ત્રણેક દાયકા પહેલાં સ્થાપવામાં આવ્યો હતો.કંપની એનો નવો પ્લાન્ટ અમદાવાદ નજીક ચાંગોદરમાં સ્થાપશે. આ માટે ૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં આ પ્લાન્ટમાં ડીપ ફ્રીઝર્સ, બૉટલ કૂલર્સ, મિલ્ક કૂલર્સ અને વૉટર કૂલર્સ જેવી રેફ્રિજરેશન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ અને ડેરી સેગમેન્ટ્સના નોંધપાત્ર ગ્રોથને કારણે કંપનીના કમર્શિયલ રેફ્રિજરેશન બિઝનેસમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. ભવિષ્યની અપેક્ષિત ડિમાન્ડને ધ્યાનમાં લઈને કંપનીએ વિસ્તરણ કરવાનો નર્ણિય લીધો છે.