શૅરબજાર તૂટતા રૂપિયાની તેજીમાં વિરામ

Published: Jul 22, 2019, 09:24 IST | કરન્સી કોર્નર - બિરેન વકીલ

શૅરબજારમાં વેચવાલી આવતા રૂપિયામાં તેજી અટકી હતી. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે વિદેશી રોકાણકારોમાં કેટેગરી ૩ એઆઇએફ ( વિદેશી સુપર રિચ રોકાણકારો, ફેમિલી ઑફિસ, ફંડો) વગેરે પર પણ સુપર રિચ ટૅકસ લાગશે એમ કહેતા એઇઆઇઆઇએ બે દિવસમાં ૩૦૦૦ કરોડના શૅરો વેચ્યા હતા.

શૅરબજારમાં વેચવાલી આવતા રૂપિયામાં તેજી અટકી હતી. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે વિદેશી રોકાણકારોમાં કેટેગરી ૩ એઆઇએફ ( વિદેશી સુપર રિચ રોકાણકારો, ફેમિલી ઑફિસ, ફંડો) વગેરે પર પણ સુપર રિચ ટૅકસ લાગશે એમ કહેતા એઇઆઇઆઇએ બે દિવસમાં ૩૦૦૦ કરોડના શૅરો વેચ્યા હતા. સેન્સેકસ ટોચથી ૨૦૦૦ પૉઇન્ટ ઘટયો છે. અમેરિકા સિવાય આખી દુનિયામાં વૈશ્વિક, આર્થિક અને રાજકીય હાલત ખરાબ છે. ચીન, જર્મની અને એશિયા ઔદ્યોગિક મંદીની લપેટમાં છે. ભારતમાં ઑટો, ફાર્મા, રિઅલ એસ્ટેટ, જ્વેલરી અને ટેકસ્ટાઇલ જેવા રોજગારીલક્ષી એકમોમાં છટણી ચાલુ છે. નાણાકીય સેવાઓમાં પણ જોબ ઘટી છે. અમેરિકા ચીનની પાછળ પડી ગયું હોવાથી ચીન યુઆનને કમજોર કરીને અને અમેરિકામાં જે માલ નથી ખપતો એ ભારત સહિત અન્યત્ર ડમ્પિગ કરી પોતાની સ્થિતિ સુધારવા મથે છે. રૂપિયામાં તેજી અને યુઆનની મંદીથી ભારતીય વપરાશી ગુડઝ સેકટરને મોટો ફટકો પડ્યો છે. ચીનમાંથી મોબાઇલ, એસી, વોશિંગ મશીન સહિત કેટલીયે વસ્તુના ઘોડાપૂર આવતા સંખ્યાબંધ નાના અને મધ્યમ ઉદ્યોગ ભંગાણના આરે છે.

ઇરાન તંગદિલી પણ વકરી છે. યુકેએ ઇરાનનું એક ઑઇલ ટેન્કર જપ્ત કર્યું એના બદલામાં ઇરાને યુકેના બે ઑઇલ ટેન્કર જપ્ત કર્યાં છે. આર્થિંક પ્રતિબંધોના બોજામાં કચડાયેલું ઇરાન કરો યા મરોના મૂડમાં લાગે છે. ટ્રમ્પે અને યુકેએ કદાચ ઇરાનની તાકાત નજરઅંદાજ કરી છે. પશ્ચિમી દેશો ઇરાન સામે મોરચો રચી યુએસ, યુકે, નાટો વગેરે ભેગા થાય તો સામે ઇરાનનો સાથ દેવા ચીન, રશિયા, નોર્થ કોરિયા જેવા દંબગ દેશો કદાચ એન્ટિવેસ્ટ મોરચો બનાવે તો નવાઇ નહીં. ટ્રેડવોર અને હુઆવેઇના મામલે ચીન પણ હવે અમેરિકા અને યુકે સામે લડાયક બન્યું છે. સાઉથ ચાઇના સીમા ચીની નૌકાદળના નખરા પણ ઓછા ઘાતક નથી.
બજારોમાં આ સપ્તાહે પણ સોનું સ્ટાર પરફોર્મર હતું. યુદ્ધજવર વધતા સોનામાં પાંચ વરસના ઊંચા ભાવ ૧૪૫૨ ડૉલર થયા હતા. ભારતીય બજારમાં સોનું એક વરસમાં ૩૦,૦૦૦થી વધીને ૩૬,૫૦૦ થઈ ગયું છે. અંદાજે સાત વરસ પછી ધુંઆધાર તેજી આવી છે. ચાંદી પણ ૩૫,૫૦૦થી વધીને ૪૧,૫૦૦ થઈ ગઈ છે. રૂપિયો ૬૮.૩૦થી ઘટીને ૬૮.૯૦ થયો છે. ક્રૂડમાં અફડાતફડી અને નબળા ચોમાસાની ભીતિથી આગળ પર ફુગાવાના જોખમો છે. બિહાર આસામમાં પૂર અને ગુજરાત, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એ.પી., તેલંગણા જેવા કૃષિ ઉત્પાદક રાજ્યોમાં અપૂરતો વરસાદ - આવો વિરોધાભાસ છે. ચોમાસું નબળું પડે તો દિવાળી પર તેલ-અનાજ, કઠોળના ભાવોની તેજી વપરાશ પર ઘટાડો લાવે. આમ પણ વપરાશી માગ ઘણી કમજોર છે.

વિશ્વબજારમાં ડોલેકસ ૯૬.૫૦-૯૭.૩૦ની મર્યાદિત રેન્જમાં છે. યુરોપમાં જર્મનીમાં મંદી વકરી છે. એપ્રિલમાં આઇએફઓ બિઝનેસ કોન્ફિડન્સ ૧૬ હતો તે જૂનમાં માઇનસ ૨૪ થઈ ગયો છે. યુરોપમાં બે મોટા ફેરફારો થયા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના (ઇસીબી)વડા મારિયોના સ્થાને હાલમાં આઇએમએફના વડા ક્રિસ્યિન લેગારડે ઇસીબીના નવા પ્રમુખ બનશે. ઇસીબીમાં પહેલીવાર એક મહિલા પ્રમુખ આવી રહ્યાં છે અને એ પણ નોન બૅન્કર છે, વ્યવસાયે વકીલ છે.! જર્મનીના સંરક્ષણ મંત્રી ઉરસૂલા નોન લોયેન યુરોપિયન યુનિયનના નવા પ્રમુખ બનશે. ઇયુમાં પણ પહેલીવાર મહિલા પ્રમુખ આવ્યાં છે. ૫૦ વરસમાં પહેલીવાર કોઈ જર્મન રાજકારણીને આવું તાકતવર પદ મળ્યું છે. ઇયુ પ્રમુખ ૨૮ દેશોના અંદાજે ૨૮,૦૦૦ અધિકારીઓના વડા છે. બેકડોર ડિલ પછી થયેલી આ બન્ને વરણીઓ યુરોપની આંતરીક યાદવાસ્થળીનું કામચલાઉ સમાધાન છે. આઇએમએફના છટકામાં ફસાયેલા દેશોને લેગારડની ક્રૂરતાભરી કરકસરની નીતિઓને અંદાજ છે. તેઓ હાર્ડલાઇનર મનાય છે. ઉરસુલા યુરોપના ઇન્ટિગ્રેશન અને કોમન યુરોપિયન આર્મિના સમર્થક છે. યુદ્ધો જરૂરી છે એમ કહેનારા ઉરસૂલા પણ હાર્ડલાઇનર ગણાય છે.

આ પણ વાંચોઃ વેપારયુદ્ધ-ચીનના ધીમા વિકાસને લીધે ભારત પણ મુશ્કેલીમાં

સ્લોડાઉન વકરતા કોરિયાએ વ્યાજદર પા ટકા ઘટાડી ૧.૨૫ ટકા કર્યો છે. ઇન્ડોનેશિયાએ વ્યાજદર ઘટાડ્યા છે. ઓસીએ તાજેતરમાં વ્યાજદર એક ટકા કરી નાખ્યો છે. ભારતમાં પણ વ્યાજદર ઘટાડો તોળાય છે.
vakilbirengmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK