Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

28 October, 2020 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થવાથી યુરોપના ઘણા દેશોમાં ફરી લોકડાઉનની લટકતી તલવાર હોવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયુ હતુ, પરિણામે સ્થાનિક શૅરબજારો 1.5 ટકા જેટલા ઘટ્યા હતા. ફાઈનાન્સિયલ શૅર્સમાં વ્યાપક ધોરણે વેચવાલી થઈ હતી.

સેન્સેક્સ 599.64 પોઈન્ટ્સ ઘટીને 39,922.46 અને નિફ્ટી 159.80 પોઈન્ટ્સ ઘટીને 11,729.60ના સ્તરે બંધ રહ્યો હતો. આજે 979 શૅર્સ વધ્યા હતા, 1606 કંપનીઓના શૅર્સમાં ઘટાડો થયો હતો, જ્યારે 153 શૅર્સના ભાવ યથાવત્ રહ્યા હતા.



ઈન્ડસઈન્ડ બૅન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ટેક મહિન્દ્ર અને અદાણી પોર્ટ્સના શૅર્સ નિફ્ટીમાં ઘટ્યા હતા, જ્યારે બીજીબાજુ ભારતી એરટેલ, યુપીએલ, એમએન્ડએમ, આઈશર મોટર્સ અને હિરો મોટોકોર્પના શૅર્સમાં વધારો નોંધાયો હતો.


નિફ્ટીના દરેક ક્ષેત્રવાર સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK