Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તોફાની વધઘટ બાદ શૅરબજારમાં ઘટાડો

તોફાની વધઘટ બાદ શૅરબજારમાં ઘટાડો

27 November, 2020 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તોફાની વધઘટ બાદ શૅરબજારમાં ઘટાડો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


આજે શૅરબજારમાં તોફાની વધઘટ બાદ બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડે બંધ રહ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ 110.02 પોઈન્ટ્સ (0.25 ટકા) ઘટીને 44,149.72 અને નિફ્ટી 18 પોઈન્ટ્સ (0.14 ટકા) ઘટીને 12,969ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 1717 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, 1039 કંપનીઓના શૅર્સના ભાવ ઘટ્યા હતા અને 172ના સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર્સ, હિરો મોટોકોર્પ અને ટાઈટન કંપનીના શૅરમાં વધારો નોંધાયો હતો જ્યારે પાવર ગ્રીડ કોર્પ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ઓએનજીસી, એચસીએલ ટેક અને એચડીએફસી લાઈફના શૅરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.



નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફક્ત નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.43 ટકા ઘટ્યો હતો, બાકીના દરેક ઈન્ડેક્સ વધ્યા હતા. સૌથી વધુ નિફ્ટી રિયલ્ટી 2.65 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 1.26 ટકા અને નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 1.48 ટકા તેમ જ નિફ્ટી ઓટો સૂચકાંક 1.41 ટકા વધ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2020 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK