ઑટો શૅર્સના ટેકે શૅરબજારમાં સામાન્ય ઉછાળો

Published: 23rd October, 2020 15:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેન્સેક્સ 127.01 પોઈનટ્સ (0.31 ટકા) વધીને 40,685.50 અને નિફ્ટી 33.90 પોઈન્ટ્સ (0.28 ટકા) વધીને 11,930.40ના સ્તરે બંધ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સત્ર દરમિયાન ઑટો શૅર્સમાં તેજી આવતા બેન્ચમાર્ક સૂચકાંકો વધ્યા હતા, તેમ જ નિફ્ટીએ 11,900ની સપાટી મેળવી હતી. સેન્સેક્સ 127.01 પોઈનટ્સ (0.31 ટકા) વધીને 40,685.50 અને નિફ્ટી 33.90 પોઈન્ટ્સ (0.28 ટકા) વધીને 11,930.40ના સ્તરે બંધ રહ્યો હતો.

કુલ 1656 શૅર્સના ભાવ વધ્યા હતા, 1019 શૅર્સના ઘટ્યા હતા અને 142 શૅર્સના ભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં મારુતિ સુઝુકી, એમએન્ડએમ, તાતા સ્ટીલ, પાવર ગ્રીડ અને બજાજ ઓટોના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ્સ, એચસીએલ ટેક, એચયુએલ અને ગેઈલના શૅર્સ તૂટ્યા હતા.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફાર્મા સિવાય દરેક સૂચકાંક વધારે બંધ રહ્યા હતા. તેમ જ એસએન્ડપી બીએસઈ મિડકેપ અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ પણ વધારે બંધ રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK