Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્થાનિક બૅન્ચમાર્ક સૂચકાંકો નવી ટોચે

સ્થાનિક બૅન્ચમાર્ક સૂચકાંકો નવી ટોચે

17 November, 2020 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્થાનિક બૅન્ચમાર્ક સૂચકાંકો નવી ટોચે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


આજે સ્થાનિક બૅન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા દિવસે વધ્યા હતા, તેમ જ નવી ટોચને સ્પર્શ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ 314.73 પોઈન્ટ્સ (0.72 ટકા) વધીને 43,952.71ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 93.30 પોઈન્ટ્સ (0.73 ટકા) વધીને 12,874.20ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 1443 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, 1181 શૅર ઘટ્યા હતા અને 146 કંપનીઓના શૅર સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં તાતા મોટર્સ, તાતા સ્ટીલ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ અને અદાણી પોર્ટ્સના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે બીપીસીએલ, હિરો મોટોકોર્પ, એનટીપીસી, આઈઓસી અને ડૉ.રેડ્ડી’ઝ લેબ્ઝના શૅર સૌથી અધિક ઘટ્યા હતા.



નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી મેટલ અને નિફ્ટી બૅન્ક સૂચકાંક બે ટકા વધ્યા હતા, જ્યારે નિફ્ટી એનર્જી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી આઈટીમાં વેચવાલી જોવા મળી હતી.


બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઈઝેશન (M-Cap) રૂ.170 લાખ કરોડને પાર થઈને અંતે રૂ.170.59 લાખ કરોડ થયુ હતું. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 3.5 ટકા વધીને 19.8ના સ્તરે બંધ રહ્યો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ એક ટકા વધીને 16,147ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.88 ટકા વધીને 15,910ના સ્તરે બંધ રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2020 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK