Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર આજે પણ નવી ટોચને સ્પર્શયો

શૅરબજાર આજે પણ નવી ટોચને સ્પર્શયો

18 November, 2020 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅરબજાર આજે પણ નવી ટોચને સ્પર્શયો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સ્થાનિક બૅન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં વધતા આજે પણ નવી ઉપલી સપાટીને સ્પર્શ્યો છે, આ વધારા પાછળ ઓટો અને ફાઈનાન્શિયલ શૅર્સનો ટેકો હતો.

સત્રના અંતે સેન્સેક્સ 227.34 પોઈન્ટ્સ (0.52 ટકા) વધીને 44,180.05ના સ્તરે જ્યારે નિફ્ટી 64.10 પોઈન્ટ્સ (0.50 ટકા) વધીને 12,938.30ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા વધીને 19.26 ટકાના સ્તરે બંધ રહ્યો હતો.



આજે 1496 કંપનીઓના શૅર્સ વધ્યા હતા, 1100ના ઘટ્યા હતા, જ્યારે 153 કંપનીઓના શૅર્સ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ, એલએન્ડટી અને ઈન્ડસઈન્ડના શૅર્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે બીપીસીએલ, એચયુએલ, ડૉ.રેડ્ડીઝ લેબ્ઝ, આઈટીસી અને ટાઈટન કંપનીના શૅર્સ સૌથી અધિક ઘટ્યા હતા.


નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ઓટો અને પીએસયુ બૅન્ક સૂચકાંક ત્રણ ટકા જેટલા વધ્યા હતા, જ્યારે એફએમસીજી, આઈટી અને ફાર્મા શૅર્સમાં વેચવાલી જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2020 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK