Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તેજી રોકે એ કારણોને અવગણીને ૨૦૨૦માં પણ સોનાના ભાવનો વૃદ્ધિ સાથે પ્રારંભ

તેજી રોકે એ કારણોને અવગણીને ૨૦૨૦માં પણ સોનાના ભાવનો વૃદ્ધિ સાથે પ્રારંભ

03 January, 2020 02:09 PM IST | Mumbai Desk

તેજી રોકે એ કારણોને અવગણીને ૨૦૨૦માં પણ સોનાના ભાવનો વૃદ્ધિ સાથે પ્રારંભ

તેજી રોકે એ કારણોને અવગણીને ૨૦૨૦માં પણ સોનાના ભાવનો વૃદ્ધિ સાથે પ્રારંભ


ડૉલરની વૃદ્ધિને અવગણીને સોનાના ભાવ આજે પણ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે અને એ ત્રણ મહિનાની ઊંચી સપાટી આસપાસ જોવા મળી રહ્યા છે. ડૉલર જુલાઈ ૨૦૧૯ની નીચી સપાટી સામે વધી ગયો છે, પણ બજારમાં એવી અપેક્ષા છે કે ડૉલરમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા એક પખવાડિયાથી સોનાની તેજી રોકે એવાં બધાં જ પરિબળોની અવગણના કરીને ભાવ વધી રહ્યા છે. ડિસેમ્બરમાં ડૉલર નબળો પડી રહ્યો હોવાથી સોનાના ભાવને ટેકો મળી ગયો છે. અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની સંધિ પર આગામી દિવસોમાં હસ્તાક્ષર થશે, પણ નવેમ્બર ૨૦૨૦માં રાષ્ટ્રપતિનું ચૂંટણીને કારણે ટ્રેડ-વૉરનો સંપૂર્ણ અંત નહીં આવે અને વૈશ્વિક વિકાસ પણ ફરી પાટા પર ચડશે નહીં એવી બજારમાં આશા છે. આ ઉપરાંત હળવા વ્યાજદર અને નાણાપ્રવાહિતા વધે એવા સંકેત દરેક સેન્ટ્ર બૅન્ક તરફથી મળી રહ્યા હોવાથી સોનાના ભાવમાં ઘટાડે ટેકો મળી રહ્યો છે. 

ગુરુવારે વૈશ્વિક બજારમાં હાજર સોનાના ભાવમાં ૨૦૧૯ તેજી આજે પણ જોવા મળી હતી. ૧૫૧૭.૪ ડૉલરની બંધ સપાટી સામે આજે સોનું ૧૫૨૩.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતું. ન્યુ યૉર્ક ખાતે ફેબ્રુઆરી વાયદો ૦.૧૮ કે ૨.૭૫ ડૉલર વધી ૧૫૨૫.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો. સોનાની સાથે ચાંદી માર્ચ વાયદો ૦.૩૭ ટકા વધી ૧૭.૯૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો.
ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી ભારતમાં સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. મુંબઈમાં હાજરમાં સોનું ૯૦ વધી ૪૦,૩૮૦ અને અમદાવાદમાં ૭૫ વધી ૪૦,૪૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. વાયદામાં ફેબ્રુઆરી સોનું ૧૪૮ વધી ૩૯,૨૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. મુંબઈ હાજર ચાંદી ૧૩૫ વધી ૪૭,૮૧૫ અને અમદાવાદમાં ૧૨૫ વધી ૪૭,૭૬૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના માર્ચ વાયદામાં ભાવ ૧૫૫ વધી ૪૬,૮૦૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા.
૨૦૧૯માં સોના-ચાંદી જ નહીં, પ્લૅટિનમ અને પેલેડિયમમાં પણ વિક્રમી તેજી
ત્રણ વર્ષમાં સૌથી વૃદ્ધિ સાથે ૨૦૧૯ને સોના-ચાંદીએ વિદાય આપી એમાં અન્ય ચળકતી ધાતુઓના ભાવમાં પણ તેજી રહી હતી. આ તેજી સોના કરતાં પણ વધારે જોવા મળી છે. પ્લૅટિનમના ભાવ ૨૧.૬ ટકા વધી ૯૬૨.૫૦ ડૉલર પ્રતિ ઔંસ રહ્યા હતા, જે છેલ્લાં ૧૦ વર્ષની સૌથી મોટી તેજી છે.
આ ઉપરાંત સૌથી મોટી તેજી પેલેડિયમમાં જોવા મળી છે. એક જ વર્ષમાં ભાવ ૭૦૦ ડૉલર કે ૫૫ ટકા વધી ૧૯૩૮ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો.
ભારતમાં સોનાની આયાત અને ઘરેણાંની નિકાસ ઘટી
ઊંચા ભાવ અને કેન્દ્ર સરકારે બજેટમાં સોના પર વધારેલી ડ્યુટીને કારણે પડેલા બમણા મારને કારણે ભારતમાં સોનાની આયાત એપ્રિલથી નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન ૭ ટકા ઘટી ૨૦.૫૭
અબજ ડૉલર રહી છે જે ગયા વર્ષે ૨૨.૧૬ અબજ ડૉલર હતી. સોનાની આયાત ઘટવાને કારણે ભારતમાં વેપારખાધ ઘટી રહી છે. જુલાઈથી ઑક્ટોબર વચ્ચે દર મહિને ભારતમાં સોનાની આયાત
ઘટી છે, માત્ર નવેમ્બરમાં એમાં ૬.૬ ટકાનો વધારો જોવા મળ્યો છે.
ભારત વિશ્વમાં સોનાનું બીજા ક્રમનું આયાતકાર છે અને વર્ષે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત કરે છે.
આયાત ઘટવાની સાથે ભારતમાં
હીરા અને ઘરેણાંની નિકાસ પણ ૧.૫ ટકા ઘટી ૨૦.૫ અબજ ડૉલર રહી છે. ૨૦૧૮-’૧૯ દરમ્યાન ભારતની કુલ આયાત ત્રણ ટકા ઘટી ૩૨.૮ અબજ ડૉલર રહી હતી.
ડૉલર સામે રૂપિયો ગગડ્યો
ભારતીય શૅરબજારમાં વિક્રમી ઊંચાઈઓ હોવા છતાં ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ અને વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલરને કારણે ભારતીય ચલણ રૂપિયો ડૉલર સામે આજે ઘટીને બંધ આવ્યો હતો. રૂપિયો આજે ૭૧.૨૭ની સપાટીએ નબળો ખૂલ્યો હતો અને પછી
એક તબક્કે ૭૧.૨૬ થયો હતો, પણ પછી સતત ઘટીને ૭૧.૩૮ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા દિવસ કરતાં ૧૬ પૈસાનો ઘટાડો સૂચવે છે. ૨૦૧૯માં ડૉલર સામે રૂપિયો ૨.૨૮ ટકા કે ૧૫૯ પૈસા નબળો પડ્યો હતો.



ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૩૯,૨૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૩૯,૦૫૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૪૬,૩૪૦
(સોર્સ:ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 02:09 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK