દિવાળી પર 26થી 29 ઓક્ટોબર સતત 4 દિવસ બેંકો રહેશે બંધ

Published: Oct 21, 2019, 21:10 IST | Mumbai

ઓક્ટોબર મહિનાના અંતમાં 26થી 29 ઓક્ટોબર સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલું કોઇ કામ પતાવવાનું હોય તો આ રજાઓને ધ્યાનમાં લઇને વહેલી તકે પુરી કરી લેજો.

PC : India TV
PC : India TV

Mumbai : ઓક્ટોબર મહિનાના અંતમાં 26થી 29 ઓક્ટોબર સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલું કોઇ કામ પતાવવાનું હોય તો આ રજાઓને ધ્યાનમાં લઇને વહેલી તકે નિપટાવી લો, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ કારણોસર 4 દિવસ બેંકો બંધ રહેશે

26 ઓક્ટોબરે ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે.

27 ઓક્ટોબરે રવિવાર છે અને આ દિવસે દિવાળી પણ હોવાથી બેંકો બંધ રહેશે.

28 ઓક્ટોબરે બેસતું વર્ષ નિમિત્રો બેંકોમાં રજા રહેશે.

29 ઓક્ટોબરે ભાઇબીજ હોવાથી બેંકો બંધ રહેશે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

આ કામો અટકી શકે છે
સતત 4 દિવસ બેંકો બંધ રહેવાના કારણે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS), નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT), ચેક ક્લિયરન્સ વગેરે જેવા કામો અટકી શકે છે. તેમજ, ATMમાં રોકડની અછત પણ તમને પરેશાન કરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK