Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ અને ઑટો શૅરથી બજાર સુધર્યું

બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ અને ઑટો શૅરથી બજાર સુધર્યું

18 October, 2014 06:27 AM IST |

બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ અને ઑટો શૅરથી બજાર સુધર્યું

બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ અને ઑટો શૅરથી બજાર સુધર્યું



શૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ


વિશ્વબજારો, ખાસ કરીને યુરોપના સુધારા સાથે રવિવારે જાહેર થનારા મહારાષ્ટ્ર અને હરિયાણાનાં પરિણામ પર નજર રાખતાં ઘરઆંગણે શૅરબજાર શુક્રવારે ૧૦૯ પૉઇન્ટ વધીને ૨૬૧૦૮ તથા નિફ્ટી ૩૧ પૉઇન્ટના સુધારામાં ૭૭૮૦ નજીક બંધ રહૃાા છે. સેન્સેક્સ આગલા બંધથી ૪૯ પૉઇન્ટ નરમ ખૂલ્યા બાદ નીચામાં ૨૫૯૧૦ થયો હતો. પ્રથમ સત્રમાં ડાઉનવર્ડ શૅરમાં રહેલું બજાર બીજા સત્રમાં નોંધપાત્ર સુધારા ભણી જોવાયું હતું. એમાં સેન્સેક્સ ઉપરમાં ૨૬૨૪૮ થયો હતો. જોકુ છેલ્લો અડધો કલાક વેચવાલીના શૅરનો હતો. મોટા ભાગનો સુધારો એમાં ધોવાઈ ગયો હતો. ડાઉ સળંગ છઠ્ઠા દિવસે નરમ આવવાની અસરમાં એશિયન બજારો એકંદર નેગેટિવ બાયસમાં હતા. જૅપનીઝ નિક્કી ૧.૪ ટકા, તાઇવાન ૧.૪ ટકા, સાઉથ કોરિયા એક ટકો અને ચાઇના ૦.૭ ટકા ઘટીને બંધ હતા. સામે ઇન્ડોનેશિયન બજાર દોઢ ટકો ઊંચકાયું હતું. હૉન્ગકૉન્ગ અને સિંગાપોર અડધા ટકા જેવા પ્લસ હતા. બીજી તરફ યુરોપ બાઉન્સ બેકમાં મજબૂત ઓપનિંગ બાદ પોણાથી પોણાબે ટકા ઉપર દેખાતું હતું.

ફ્રન્ટલાઇન શૅર ઝળક્યા

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ શૅર તથા બજારના ૨૪માંથી ૨૦ ઇન્ડાઇસિસ વધેલા હતા. સારા પરિણામની અસરમાં હીરો મોટોકૉર્પ ૩ ટકાથી વધુની તેજીમાં ૨૮૭૭ રૂપિયા બંધ હતો. સળંગ પાંચ દિવસની પીછેહઠ બાદ મહિન્દ્ર ૨.૯ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં ૧૨૫૪ રૂપિયા રહ્યો હતો. લાર્સન બે ટકા, ભારતી ઍરટેલ ૨.૧ ટકા, સિપ્લા ૨.૬ ટકા, ભેલ ૩.૪ ટકા, તાતા પાવર બે ટકા, તાતા સ્ટીલ તથા એનટીપીસી પોણાબે ટકા અપ હતા. બીજી તરફ તાતા મોટર્સ ૧.૭ ટકા, સેસા સ્ટરલાઇટ ૨.૮ ટકા, હિન્દાલ્કો સવાબે ટકા નરમ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૩૩૨ શૅર વધ્યા હતા. ૧૪૯૭ જાતો નરમ હતી. એ ગ્રુપના ૬૨ ટકાથી વધુ શૅર સુધારામાં હતા, પરંતુ બી ગ્રુપમાં આ પ્રમાણ ૪૨ ટકાનું અને ટી ગ્રુપમાં ૪૭ ટકાનું હતું. ૨૧૨ શૅર તેજીની સર્કિટે તો ૨૮૩ કાઉન્ટર નીચલી સર્કિટે બંધ હતા. ભાવની રીતે બીએસઈ ખાતે ૧૦૩ શૅર એક વર્ષ કુ એથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. સામે ૭૭ ãસ્ક્રપ્સ ઐતિહાસિક તળિયે જોવા મળી હતી. આઇટી તથા ટેક પછી બીએસઈ એસએમઈ-આઇપીઓ ઇન્ડેક્સ ૨.૯ ટકા ખરાબીમાં હતો. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૦.૩ ટકા ઘટીને બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૯૨૫ રૂપિયાની સાડાપાંચ મહિનાની નવી બૉટમ બતાવી ઉપરમાં ૯૪૧ રૂપિયા થયા બાદ છેલ્લે ૬ રૂપિયા જેવા સુધારામાં ૯૩૮ રૂપિયા બંધ હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બૅન્કેક્સ અઢી ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૮ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૩ ટકા તથા રિયલ્ટી બેન્ચમાર્ક એક ટકો પ્લસ હતા. મેટલ ઇન્ડેક્સ સૌથી ઓછો એવો ૦.૧ ટકા કુ ૧૫ પૉઇન્ટ વધ્યો હતો.

 બૅન્કિંગ શૅરમાં મોટી ફૅન્સી

બૅન્કેક્સ તમામ ૧૨ શૅરની તેજીમાં ૨.૪૬ ટકા ઊંચકાયો હતો. બૅન્ક નિફ્ટી ૩૮૮ પૉઇન્ટ કુ અઢી ટકા પ્લસ હતો. સેન્સેક્સ ખાતે આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૯ ટકા વધીને ૧૫૦૫ રૂપિયા, એચડીએફસી બૅન્ક ત્રણ ટકાની મજબૂતીમાં ૮૮૫ રૂપિયા, એસબીઆઇ ૨.૩ ટકાના જમ્પમાં ૨૫૨૨ રૂપિયા તથા ઍક્સિસ બૅન્ક બે ટકાની તેજીમાં ૪૦૨ રૂપિયા બંધ રહેતાં બજારને કુલ મળીને ૧૭૫ પૉઇન્ટનો લાભ થયો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૯ શૅર પ્લસ હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક ૦.૬ ટકા તથા સ્ટાન્ચાર્ટ આઇડીઆર નહીંવત્ નરમ હતા. ઇન્ડસ ઇન્ડ બૅન્ક ઇન્ટ્રા-ડેમાં ૬૬૭ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૨.૪ ટકાની આગેકૂચમાં ૬૬૧ રૂપિયા બંધ હતો. આંધþ બૅન્ક ૫.૯ ટકા, અલાહાબાદ બૅન્ક ૪.૨ ટકા, ઓબીસી પાંચ ટકા, યુનિયન બૅન્ક ૪ ટકા, જેકુ બૅન્ક ૩.૪ ટકા, કૅનરા બૅન્ક ૩.૫ ટકા, યુકો બૅન્ક ૩.૫ ટકા, ફેડરલ બૅન્ક ૩.૩ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૭ ટકા પ્લસ હતા. અન્ય ચલણી બૅન્ક શૅરમાં ડીસીબી બે ટકા વધીને ૮૩.૪૦ રૂપિયા, યસ બૅન્ક ૧.૭ ટકા વધીને ૫૯૮ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૫ ટકા વધીને ૧૦૦૪ રૂપિયા તથા કર્ણાટક બૅન્ક ૨.૫ ટકા વધીને ૧૪૪ બૅન્ક બંધ હતા.

ટીસીએસ ૮.૭ ને સીએમસી ૧૪.૪ ટકા તૂટ્યો

અપેક્ષા કરતાં એકધારો સારો દેખાવ કરનારી ટીસીએસ દ્વારા એક અપવાદરૂપ કિસ્સામાં નબળાં પરિણામ આવવાની સાથે જ શૅરમાં અભૂતપૂર્વે કડાકો બોલાયો છે. ૨૬૭૯ રૂપિયાના આગલા બંધ સામે ભાવ ગઈ કાલે ૨૪૭૫ રૂપિયા ખૂલી તરત ઉપરમાં ૨૫૦૯ રૂપિયા થયા બાદ ૨૪૩૩ રૂપિયાના તળિયે ગયો હતો અને છેલ્લે પોણાનવ ટકાના ગાબડામાં ૨૪૪૫ રૂપિયા બંધ હતો. બન્ને બજારો ખાતે ૫૫ લાખ શૅરનું ભારે વૉલ્યુમ નોંધાયું હતું. લગભગ સાડાપાંચ વર્ષની સૌથી મોટી ખરાબીમાં કંપનીનું માર્કેટકૅપ ૪૫૮૨૪ કરોડ રૂપિયાના ધોવાણમાં ૪૭૮૮૮૯ કરોડ રૂપિયાએ આવી ગયું છે. સેન્સેક્સને ટીસીએસની નોઝ-ડ્રાઇવથી ૧૭૭ પૉઇન્ટની હાનિ થઈ છે. ટીસીએસ સાથે જેનું મર્જર થવાનું છે એ ગ્રુપ કંપની સીએમસીનો શૅર ૨૧૮૭ રૂપિયાના આગલા બંધ સામે શુક્રવારે ૨૦૫૦ રૂપિયા ખૂલીને ૧૪.૪ ટકાના ગાબડામાં ૧૮૭૨ રૂપિયા હતો. ૧૦ રૂપિયાના એક એવા ૧૦૦ શૅરદીઠ સીએમસીના શૅરધારકોને મર્જર બદલ ટીસીએસના ૭૯ શૅર મળવાના છે. અપેક્ષા કરતાં સાધારણ નબળાં પરિણામની સાથે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર એન. ચંદ્રશેખરન દ્વારા ચાલુ વર્ષનો ગ્રોથરેટ ૨૦૧૩-૧૪ કરતાં નીચો રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે, જે શૅરમાં ખરાબીનું મોટું કારણ બની હતી. એનએસઈ ખાતે ટીસીએસ નીચામાં ૨૪૩૦ રૂપિયા થઈ અંતે ૮.૯ ટકાના કડાકામાં ૨૪૪૦ રૂપિયા રહ્યો હતો.


આઇટી ઇન્ડેક્સ ૪ ટકા લથડ્યો

એકંદર પૉઝિટિવ માર્કેટમાં આઇટી ઇન્ડેક્સ દસેદસ શૅરની નબળાઈમાં ૪૨૨ પૉઇન્ટ કુ ચાર ટકા લથડીને ૧૦૧૩૧ બંધ હતો. ઇન્ફી પોણાબાર રૂપિયા કુ ૦.૩ ટકા ઘટીને ૩૮૫૪ રૂપિયા તથા વિપ્રો ૧.૮ ટકા ઘટીન ૫૬૬ રૂપિયા બંધ રહેતાં બજારને ૧૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. ટીસીએસને ગણતરીમાં લઈએ તો ત્રણ આઇટી શૅર સેન્સેક્સને ૧૯૦ પૉઇન્ટ નડ્યા હતા. સારા પરિણામ છતાં એચસીએલ ટેક્નૉલૉજી ૧૬૫૬ રૂપિયાના આગલા બંધ સામે ૧૪૯૭ રૂપિયાની બૉટમ બનાવી અંતે ૯.૧ ટકાની ખરાબીમાં ૧૫૦૫ રૂપિયા બંધ હતો. કુપીઆઇટી ટેક્નો અને માઇન્ડ ટ્રી ૨.૩ ટકા, ટેક મહિન્દ્ર ૧.૩ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ એક ટકો જેવા નરમ હતા. અન્ય જાણીતા આઇટી શૅરમાં બ્લુસ્ટાર ઇન્ફો પાંચ ટકા, હેક્ઝાવેર ૩ ટકા, રામકો સિસ્ટમ્સ ૪.૬ ટકા ડાઉન હતા. સાસ્કેન કમ્યુનિકુશન્સ શૅરદીઠ ૨૦ રૂપિયાના સ્પ્શ્યલ ડિવિડન્ડમાં એક્સ ડિવિડન્ડ થવાના પગલે ૯ ટકા કુ ૨૪ રૂપિયાના ઘટાડે ૨૪૬ રૂપિયા હતો. તાતા ઍલેક્સી ૨.૭ ટકા નરમ હતો. સામે પોલારિસ પાંચ ટકા, થ્રીઆઇ ઇન્ફોટેક અને સેવન સીઝ ૨.૩ ટકા, હિન્દુજા વેન્ચર્સ અડધો ટકો અપ હતા. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨૯માંથી ૧૪ શૅર વધેલા હોવા છતાં આઇટીના રકાસના લીધે ૨.૭ ટકા ડાઉન હતો.

આજનાં કંપની પરિણામ

આજે ૧૮ ઑક્ટોબરે જાહેર થનારાં મહkવનાં કંપની-પરિણામ આ મુજબ છે: એસ્ટેક લાઇફ સાયન્સ, ઑસ્ટિન એન્જી., ર્ફોસ મોટર્સ, જીએસસીએલ, હેસ્ટર બાયો, કોલતે-પાટીલ ડેવલપર્સ, એલઆઇસી હાઉસિંગ ફાઇ., ઑબેરૉય રિયલ્ટી, પોદાર પિગમેન્ટ્સ, એસ. જે. કૉર્પોરેશન, ટ્રાઇટન વાલ્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યુનિકુમ લૅબ. વગેરે. જ્યારે ૨૦મીએ સોમવારે આવનારાં પરિણામોમાં ઑટોમોબાઇલ કૉર્પો. ઑફ ગોવા, ઍલેમ્બિક ફાર્મા, એટીવી નૅચરલ પ્રોડક્ટ્સ, દાલમિયા ભારત, ડૉલ્ફિન ઑફ શૉર, એક્સાઇડ ઇન્ડ., જિઓ મૅટ્રિક્સ લિઝર, આઇટીડીસી, જિન્દલ સૉ, જસ્ટ ડાયલ, કુઆરબીએલ, નવીન લૉરિન, મોતીલાલ ઓસવાલ, ઓસીએલ, રાણે બ્રેક, આરપીજી લાઇફ, સાસ્કેન, એસકુએસ માઇક્રો ફાઇનૅન્સ, સ્વરાજ એન્જિન, ટોયો રોલ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સ, વેબકો ઇન્ડિયા, વ્હીલ ઍન્ડ ઍક્સેલ વગેરે સામેલ છે.

બજારની અંદર-બહાર

પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૨૮૪ ટકાના ઉછાળામાં ૨૪૮૭ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ઉપરમાં ૬૭ રૂપિયા થઈ અંતે ૩.૨ ટકા વધીને ૬૪ રૂપિયા નીચે બંધ હતો.

ડેલ્ટા કૉર્પમાં અગાઉના ૫૫૨ લાખ રૂપિયાના નફા સામે આ વખતે ૩૫૫ લાખ રૂપિયાની ત્રિમાસિક ખોટ આવતાં શૅર સવાપાંચ ટકાની નબળાઈમાં ૮૬ બંધ હતો.

રાલીઝ ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સવાછ ટકાના વધારા સાથે ૬૪૩ કરોડ રૂપિયાની આવક પર પોણાબે ટકાના ઘટાડામાં ૭૩૪૩ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવતાં ભાવ નીચામાં ૨૦૬ થઈ અંતે ૬.૪ ટકાના કડાકુ ૨૧૨ રૂપિયા હતો.

સુમી પેટ્રોકુમના સપ્ટેમ્બર ક્વૉર્ટરના ચોખ્ખા નફામાં ૬૦ ટકા જેવું ગાબડું પડતાં શૅર ૭.૬ ટકા ગગડીને ૭૯ રૂપિયાની નીચે બંધ હતો.
ઇન્સેક્ટિસાઇડ્સ ઇન્ડિયામાં બોનસ માટે ૩૦ ઑક્ટોબરે ર્બોડ-મીટિંગ મળવાના સમાચારે શૅર ઉપરમાં ૭૯૬ રૂપિયા થઈ છેલ્લે ૧૫.૫ ટકાની તેજીમાં ૭૭૧ રૂપિયા હતો.

અતુલ લિમિટેડે ૧૨.૮ ટકાના વધારામાં ૬૭૧ કરોડ રૂપિયાની આવક સામે ત્રિમાસિક ગાળામાં ૬.૪ ટકાના વૃદ્ધિદરથી ૫૯૦૭ લાખ રૂપિયાનો નફો દર્શાવતાં શૅર નીચામાં ૧૨૩૩ રૂપિયા થઈ અંતે ૧૦.૪ ટકાની ખરાબીમાં ૧૨૮૭ રૂપિયા હતો. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૪૮૨ રૂપિયા થયો હતો.

કુએસકુ એનર્જી રોજના સરેરાશ ૫૨૦૦ સામે ૧૬ લાખ શૅરના કામકાજમાં છ ટકા જેવો ગગડી ૬૪.૪૦ રૂપિયા બંધ હતો.

પેજ ઇન્ડસ્ટ્રીઝ પાંચગણા વૉલ્યુમમાં નીચામાં ૮૮૫૦ રૂપિયા થઈ છેલ્લે ૨.૮ ટકાના ઘટાડે ૮૯૦૭ રૂપિયા હતો. ૧૪ ઑક્ટોબરે તાજેતરમાં ભાવ ૯૯૩૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2014 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK