સતત ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે, માર્ચ મહિનામાં પણ આવી જ પરિસ્થિતિ રહેતા ગ્રાહકોને થશે પરેશાની

Published: Feb 21, 2020, 16:32 IST | Mumbai Desk

શિવરાત્રી પછી બીજા દિવસે ચોથો શનિવાર અને રવિવારને લીધે સતત ત્રણ દિવસ બેન્ક બંધ રહેતા ગ્રાહકોને થશે હાલાકી, આવતા મહિને પણ 11 થી 13 માર્ચ બેન્કની હડતાળ

સરકારી ઑફિસો અને ખાનગી બેન્કો આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. એટલે ગ્રાહકોને નાણાંકીય વ્યવહારમાં થોડીક મુશ્કેલી પડવાની સંભાવના છે. તેમજ આવતા મહિને પણ બેન્કમાં અનેક રજાઓ અને હડતાળ હોવાથી બેન્કિંગના કામ માટે ગ્રાહકોએ પહેલેથી જ પ્લાનિંગ કરવું પડશે.

આજે મહાશિવારત્રી હોવાથી બેન્કો બંધ છે. ત્યારબાદ બીજા દિવસે ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ રહેશે અને તેના પછીના દિવસે રવિવાર છે, એટલે પણ બેન્કો નહીં ખુલે. આમ સતત ત્રણ દિવસ સુધી બેન્કનો કારોબાર બંધ રહેશે.

આવતા મહિને માર્ચમાં 11 થી 13 તારીખ સુધી સળંગ ત્રણ  દિવસ બેન્કો દ્વારા હડતાળ પાડવામાં આવશે. આ ત્રણ દિવસની હડતાળ બુધવારે શરૂ થશે અને શુક્રવાર સુધી ચાલુ રહેશે. હડતાળ પહેલા સાત માર્ચે બીજો શનિવાર છે. એટલે સાત અને આઠ માર્ચ શનિ-રવિવારે પણ બેન્કો બંધ રેહશે. પછી સોમવારે ફક્ત એક દિવસ માટે ખુલશે અને ફરી મંગળવારે 10 માર્ચે હોળી/ધુળેટીની રજા હોવાથી બેન્ક બંધ રહેશે. ત્યારબાદ સીધી 14 માર્ચે ફક્ત એક દિવસ બેન્ક ખુલ્લી રહેશે અને ફરી પાછો આવી જશે રવિવાર!

સળંગ આવતી બેન્કની રજાઓને લીધે ચૅક ક્લિયરન્સ જેવા અનેક મહત્વાના બેન્કિંગ કાર્યો અટકી જશે અને ગ્રાહકોને અગવડતા પડશે. એટલે તેમણે બેન્કની રજાઓને ધ્યાનમાં રાખીને બેન્કિંગ કાર્યો ઍડવાન્સમાં પુરા કરી લેવાનો પ્લાનિંગ કરવો પડશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK