બજાજ ઑટોનું મન્થ્લી સેલ ચાર લાખ વાહનો જેટલું જળવાઈ રહેશે

Published: 4th October, 2011 20:46 IST

બજાજ ઑટોના મૅનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે અગ્રણી બિઝનેસ ન્યુઝચૅનલ સીએનબીસી સાથે ગઈ કાલે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં કંપનીનું વેચાણ ૪ લાખ વાહનો કરતાં વધારે થયું છે. ફેસ્ટિવ સીઝનને કારણે ઑક્ટોબરમાં પણ વેચાણ ૪ લાખ વાહનો કરતાં વધારે થશે.

 

ત્યાર પછીના સમયગાળામાંપણ મન્થ્લી વેચાણ ૪ લાખ વાહનોનું જળવાઈ રહેવાની અપેક્ષા છે. ફ્યુઅલ પ્રાઇસમાં વધારો થવાથી ટૂ-વ્હીલરના વેચાણને પ્રતિકૂળ અસર નહીં થાય. પ્રીમિયમ પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રેશર આવવાની શક્યતા છે.’

બજાજ ઑટોનું વેચાણ સપ્ટેમ્બર ૨૦૧૧માં ૧૮ ટકા વધીને ૪,૧૭,૬૮૬ નંગ થયું છે, જે સપ્ટેમ્બર ૨૦૧૦માં ૩,૫૨,૭૬૯ નંગ થયું હતું. એક્સર્પોટ ૧,૦૧,૯૬૦ વાહનોથી ૩૯ ટકા વધીને ૧,૪૧,૯૧૩ વાહનોની થઈ છે. મોટરસાઇકલ્સનું વેચાણ ૩,૧૪,૫૧૫ નંગથી ૧૮ ટકા વધીને ૩,૭૧,૨૦૮ નંગ અને કમર્શિયલ વેહિકલ્સનું ૩૮,૨૫૪ નંગથી ૨૧ ટકા વધીને ૪૬,૪૭૮ નંગ થયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK