ફોર્બ્સની યાદીમાં સૌથી ઉદાર સમાજસેવી તરીકે આ ગુજરાતીને મળ્યું સ્થાન

Published: Dec 06, 2019, 13:01 IST | Mumbai

ફોર્બ્સ મેગેઝીને હાલમાં જ એશિયાના સૌથી ઉદાર સમાજસેવીની યાદી જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એશિયાના ટોચના ઉદ્યોગપતિ અને મુળ ગુજરાતી એવા વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીનું નામ છે.

અઝીમ પ્રેમજી (PC : Forbes India)
અઝીમ પ્રેમજી (PC : Forbes India)

ફોર્બ્સ મેગેઝીને હાલમાં જ એશિયાના સૌથી ઉદાર સમાજસેવીની યાદી જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એશિયાના ટોચના ઉદ્યોગપતિ અને મુળ ગુજરાતી એવા વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીનું નામ છે. અઝીમ પ્રેમજીએ આ વર્ષે 760 કરોડ ડોલર (52,750 કરોડ રૂપિયા) ની વેલ્યુના વિપ્રોના શેર દાન કર્યા. તે અત્યાર સુધી 2,100 કરોડ ડોલર (1.45 લાખ કરોડ) ની વેલ્યુના શેર સમાજ સેવાના કામો માટે આપી ચૂક્યા છે. ફોર્બ્સે બુધવારે એશિયા-પેસેફિકના 30 સૌથી મોટા પરોપકારીઓનું લિસ્ટ બહાર પાડયુ. તેમાં પ્રેમજી સિવાય ભારતના અતુલ નિસાર અને કિરણ મજૂમદાર શો પણ સામેલ છે.


અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યું છે
ફોર્બ્સે એવા અબજોપતિઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટિઝને લિસ્ટમાં સામેલ કર્યા, જે એશિયા-પેસેફિક ક્ષેત્રની પ્રમુખ સમસ્યાઓના સમાધાનની દિશામાં સતત કામ કરી રહ્યાં છે. પ્રેમજી 30 જુલાઈએ વિપ્રોના ચેરમેન પદેથી રિટાયર્ડ થઈ ગયા. તેમનું અઝીમ પ્રેમઝી ફાઉન્ડેશન શિક્ષણ સાથે જોડાયેલું છે. 19 વર્ષ જૂની આ સંસ્થા સમગ્ર દેશની 2 લાખ સ્કૂલોની સાથે મળીને શિક્ષણને વધુ સારું બનાવવાનું કામ કરે છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

લિસ્ટમાં અલીબાબાના ફાઉન્ડર જૈક મા પણ સામેલ
હેક્સાવેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને ચેરમેન નિસારે આ વર્ષે 15 લાખ ડોલર(10.5 કરોડ રૂપિયા)ની રકમનું દાન કર્યું. તેમણે આ રકમ મુંબઈની પાસે આવેલી ગર્લ્સ સ્કૂલ અવસર એકેડેમીને આપી. આ એકેડેમી સુવિધાઓથી વંચિત છોકરીઓને નિશુલ્ક શિક્ષણ આપે છે. બાયકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શો અને પતિ જોન શોએ યુકેની ગ્લાસગો યુનિવર્સિટી માટે જુલાઈમાં 75 લાખ ડોલર(52.5 કરોડ રૂપિયા) આપ્યા હતા. શો પોતે પણ ગ્લાસગો યુનિવર્સિટીમાં ભણયા છે. લિસ્ટમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૈક માનું પણ નામ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK